બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / EPFO to take call on interest rate for 2021-22 in March meeting

આનંદો / આગામી મહિને મોદી સરકાર લેવાની છે મોટો નિર્ણય, 24 કરોડ લોકોને મળશે ખુશખબર, જાણો પ્લાન

Hiralal

Last Updated: 06:07 PM, 13 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PF જમા રકમ પર વ્યાજ વધી શકે છે કારણ કે આગામી માર્ચમાં EPFOની એક મોટી બેઠક મળી રહી છે જેમાં આ અંગેનો નિર્ણય લેવાઈ શકે છે.

  • PF જમા રકમ પર વ્યાજ વધારા કરવાની તૈયારીમાં સરકાર
  • માર્ચ મહિનામાં  EPFOની મોટી બેઠક
  • PF જમા રકમ પર વ્યાજ વધારાની થશે ચર્ચા
  • મંજૂરી મળશ તો કર્મચારીઓને 8.5 ટકાથી વધારે મળશે વ્યાજ
  • હાલમાં કર્મચારીઓને પીએફ જમા પર 8.5 ટકાનું વ્યાજ મળે છે

સતત વધી રહેલી મોંઘવારીની વચ્ચ પગારદાર કર્મચારીઓને રાહત આપવા માટે સરકાર પીએફના વ્યાજ દરમાં વધારો કરી શકે છે. EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની આગામી મહિને એટલે કે માર્ચમાં થનારી બેઠકમાં 2021-22ના પીએફ જમા પર વ્યાજનો નિર્ણય લેવાઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે બેઠકમાં 2021-22 માટે પીએફ જમા પર મળનાર વ્યાજ દર વધારી શકે છે. જો પીએફ જમા પરના વ્યાજ દરમાં વધારો કરવામાં આવે તો તેનો લાભ 24 કરોડ લોકોને થઈ શકે છે. 

માર્ચમાં આસામના ગુવહાટીમાં EPFOની મોટી બેઠક, વ્યાજ વધારાનો લેવાઈ શકે નિર્ણય

આગામી માર્ચમાં વ્યાજ વધારા મુદ્દે આસામના ગુવહાટીમાં EPFOની મોટી બેઠક યોજાશે.કેન્દ્રીય શ્રમ મંત્રી ભુપેન્દ્ર યાદવે પણ જણાવ્યું છે કે માર્ચમાં આ બેઠક મળવાની છે જેમાં વ્યાજ વધારો કરવો કે હાલના વ્યાજ દરો જાળવી રાખવા તે સંબંધિત નિર્ણય લેવાશે જે પણ કરાશે તે કર્મચારીના હિતમાં કરાશે.  

2021-22 માટે વ્યાજ દર વધારવાનો સરકારનો પ્રસ્તાવ 

કેન્દ્રીય શ્રમ મંત્રી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું છે કે EPFOની બેઠક માર્ચ મહિનામાં આસામન ગુવહાટીમાં થશે તેમાં 2021-22 માટે વ્યાજ દર નક્કી કરવાનો પ્રસ્તાવ છે. તેમણે કહ્યું કે 2021-22 માટે પણ 8.5 ટકા વ્યાજ દર યથાવત રાખવાનો નિર્ણય આગામી વર્ષની આવકના અનુમાનને આધારે કરવામાં આવશે. 

હાલમાં 8.5 ટકા મળે છે વ્યાજ
EPFOએ માર્ચ 2021માં પીએફ જમા પર 8.5 ટકાનો વ્યાજ દર નક્કી કર્યો હતો. નાણામંત્રી સીતારામણે ઓક્ટોબર 2021માં આ મુજબનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યાર બાદ EPFOએ 8.5 ટકા વ્યાજ જમા કરવાનું શરુ કર્યું હતું. 

નાણામંત્રાયની મંજૂરી જરુરી
EPFO વતી વ્યાજ દર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ તેને મંજૂરી અર્થે નાણા મંત્રાલયને મોકલવામાં આવશે અને ત્યાંથી મંજૂરી મળ્યા બાદ તે લાગુ પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ