બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / EPFO gives relief on higher pension Now you can apply till July 11

રાહત / વધારે પેન્શન મેળવવા માટે દોડાદોડી ન કરતાં, શાંતિથી કરજો અરજી, EPFOએ લંબાવી તારીખ

Pravin Joshi

Last Updated: 10:07 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPFO: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) ના સભ્યો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે જેઓ કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ ઉચ્ચ પેન્શન મેળવવા માંગે છે.

  • EPFO ના કર્મચારીઓ માટે રાહતના સમાચાર 
  • અરજી કરવાની અંતિમ તારીખ 11 જુલાઈ સુધી લંબાવી 
  • અરજીની છેલ્લી તારીખ બે વખત લંબાવવામાં આવી 

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) ના કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે, જેઓ એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ (EPS) હેઠળ વધુ પેન્શન મેળવે છે. સરકારે EPS હેઠળ ઉચ્ચ પેન્શન માટે અરજી કરવાની અંતિમ તારીખ 11 જુલાઈ સુધી લંબાવી છે. એટલે કે હવે લાયક સભ્યો 11મી જુલાઈ સુધી ઉચ્ચ પેન્શન માટે અરજી કરી શકશે.

તમને જણાવી દઈએ કે આ પહેલા અરજીની છેલ્લી તારીખ બે વખત લંબાવવામાં આવી છે. જો કે, આ વખતે પણ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે EPFO ​​ત્રીજી વખત સમયમર્યાદા લંબાવી શકે છે તેમજ ઉચ્ચ પેન્શન માટે અરજી કરવામાં આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લઈ શકે છે.

 

સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યુઝ: હવેથી આ રાજ્યમાં 25 વર્ષની નોકરી બાદ મળશે  સંપૂર્ણ પેન્શન government employees gehlot sarkar full benefit pension  after 25 years service

સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો

નવેમ્બર 2022માં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. આ આદેશ અનુસાર EPFOના તમામ સભ્યો કે જેઓ કર્મચારી પેન્શન યોજના (EPS)ના સભ્ય છે તેઓ હવે શરતો સાથે ઉચ્ચ પેન્શન માટે યોગદાન આપી શકશે. જો સરળ ભાષામાં સમજીએ તો EPS સભ્યોને નિવૃત્તિ પછી વધુ પેન્શન જોઈએ છે તો આ માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે અને પછી તેઓ વધુ પેન્શન મેળવી શકશે. જણાવી દઈએ કે નવેમ્બર 2022 ના સુપ્રીમ કોર્ટના આદેશ પછી ઉચ્ચ પેન્શન માટે અરજી કરવાની અંતિમ તારીખ 4 મહિના આપવામાં આવી હતી. ત્યારબાદ સમયમર્યાદા 3 મે, 2023 સુધી અને ફરીથી 26 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી.

EPFO હાયર પેન્શનની ડેડલાઇન ખતમ થવાના આરે, જાણો એપ્લાયથી માંડીને તમામ વિગત |  EPFO higher pension last date to apply know details

કોણ અરજી કરી શકશે ?

જે કર્મચારીઓ 1 સપ્ટેમ્બર, 2014 ના રોજ અથવા તે પછી EPS માં જોડાયા છે, જો તેમનો મૂળ પગાર દર મહિને રૂ. 15,000 થી વધુ હોય તો તેઓ EPS માટે પાત્ર રહેશે નહીં. હાલમાં મહત્તમ પેન્શનપાત્ર પગાર હજુ પણ 15,000 રૂપિયા પ્રતિ માસ છે. હાલમાં જો મૂળ પગાર 15,000 રૂપિયાથી વધુ છે, તો પેન્શનમાં એમ્પ્લોયરના યોગદાનની ગણતરી 15,000 રૂપિયાના મૂળ પગાર પર ચાલુ રહેશે. જો સાદી ભાષામાં સમજીએ તો તમારો મૂળ પગાર 25 હજાર રૂપિયા થઈ જાય તો પણ વધુ પેન્શનની ગણતરી 15 હજાર રૂપિયાના મૂળ પગાર પર થાય છે.

દર મહિને મળશે રૂ.3000: વધતી ઉંમર પછી નહીં રહે ઘરખર્ચની ચિંતા, જાણો કોને  મળશે યોજનાનો લાભ | Pradhan Mantri Shram Yogi Mandhan Yojana details
કેવી રીતે અરજી કરવી

EPFO એ ઉચ્ચ EPS પેન્શન માટે અરજી કરવા પાત્ર કર્મચારીઓ માટે મેમ્બર સર્વિસીસ પોર્ટલ પર એક ઓનલાઈન લિંક બહાર પાડી છે. જે સભ્ય પાત્રતાના માપદંડોને પૂર્ણ કરે છે તે અરજી કરવા માટે પોર્ટલની મુલાકાત લઈ શકે છે, પછી ભલે તે EPF ખાતું ખાનગી ટ્રસ્ટ અથવા EPFO ​​પાસે હોય.

Topic | VTV Gujarati

EPS શું છે

વર્ષ 1995 માં EPFO ​​હેઠળ કર્મચારી પેન્શન યોજના (EPS) અસ્તિત્વમાં આવી હતી. તેનો હેતુ કર્મચારીઓના સુરક્ષિત ભવિષ્ય માટે કંપનીઓ દ્વારા યોગદાન આપવાનો હતો. કંપની આ પેન્શન ફંડમાં પાત્ર કર્મચારીઓના મૂળ પગારના 8.33 ટકા જમા કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ