બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / PF ખાતાધારકો માટે ખુશખબર! ક્લેમ કર્યા વગર જ મળશે આખા પૈસા, જાણો ક્યારે આવશે રિફંડ

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / PF ખાતાધારકો માટે ખુશખબર! ક્લેમ કર્યા વગર જ મળશે આખા પૈસા, જાણો ક્યારે આવશે રિફંડ

Last Updated: 02:26 PM, 29 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

PF ખાતાધારકો માટે સરકાર તરફથી મોટી રાહતના સમાચાર આવ્યા છે. હવે કેટલાક નિષ્ક્રિય PF ખાતાઓમાંની રકમ ક્લેમ કર્યા વગર જ સીધી બેંક ખાતામાં જમા થશે.

1/6

photoStories-logo

1. PF ખાતાધારકો માટે ખુશખબર!

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) લાંબા સમયથી અનક્લેમ રહેલા PFના પૈસા સાચા હકદાર સુધી પહોંચાડવા માટે નવી વ્યવસ્થા અમલમાં મૂકી રહ્યું છે. નવા ઓટોમેટિક રિફંડ સિસ્ટમ હેઠળ યોગ્ય ખાતાધારકોને કોઈ ઓનલાઈન કે ઓફલાઈન ક્લેમ કરવાની જરૂર રહેશે નહીં. EPFO આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાં વ્યાજ સહિતની રકમ સીધી જમા કરશે. પ્રથમ તબક્કા માટે 1.18 લાખ નિષ્ક્રિય ખાતાઓની ઓળખ અને વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. હવે ક્લેમ કર્યા વગર જ મળશે PFની રકમ

અત્યાર સુધી જૂના અથવા નિષ્ક્રિય PF ખાતામાંથી પૈસા ઉપાડવા માટે ખાતાધારકે પોતે ક્લેમ કરવો પડતો હતો. હવે નવી ઓટોમેટિક સિસ્ટમ હેઠળ EPFO પોતે જ આવા ખાતાઓની ઓળખ કરશે. આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાં વ્યાજ સહિતની સંપૂર્ણ રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવશે. આથી લાખો કર્મચારીઓને મોટી રાહત મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. પ્રથમ તબક્કામાં કયા ખાતાઓને મળશે લાભ?

શ્રમ અને રોજગાર મંત્રાલયે 23 ફેબ્રુઆરી 2026ના રોજ આ પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. શરૂઆતમાં એવા નિષ્ક્રિય PF ખાતાઓને સામેલ કરવામાં આવ્યા છે જેમાં ₹1,000 અથવા તેનાથી ઓછી રકમ જમા છે. હાલમાં આવા આશરે 7.11 લાખ ખાતાઓની ઓળખ કરવામાં આવી છે જેમાં કુલ ₹30.52 કરોડની અનક્લેમ રકમ પડેલી છે. તેમાંથી 1.18 લાખ ખાતાઓનું વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આધાર અને બેંક ખાતાનું કેવી રીતે થયું વેરિફિકેશન?

આ સમગ્ર પ્રક્રિયાને સુરક્ષિત બનાવવા માટે EPFOએ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. આધાર સાથે જોડાયેલા PF ખાતાનું એક્ટિવ બેંક ખાતા સાથે મિલાન કરવામાં આવ્યું છે. ખાતાની ચકાસણી માટે પ્રતીકાત્મક રીતે ₹1 ટ્રાન્સફર કરીને બેંક ખાતાની વિગતો વેરિફાય કરવામાં આવી છે. ત્યારબાદ જ ઓટોમેટિક રિફંડની પ્રક્રિયા આગળ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. નવું IT પ્લેટફોર્મ કરશે ઓટોમેટિક ક્લેમ

EPFOના IT પ્લેટફોર્મને અપગ્રેડ કરવાની જવાબદારી C-DACને સોંપવામાં આવી છે. નવા સિસ્ટમમાં 'સિસ્ટમ જનરેટેડ ક્લેમ' ફીચર ઉમેરવામાં આવશે. તેના દ્વારા નિષ્ક્રિય ખાતાઓનું ક્લેમ આપમેળે પ્રોસેસ થશે. આ IT અપગ્રેડનું કામ ઓગસ્ટના અંત સુધી પૂર્ણ થવાની શક્યતા છે. ત્યારબાદ ખાતાધારકોના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થવાનું શરૂ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. લાખો ખાતાઓમાં અટવાયેલા છે હજારો કરોડ રૂપિયા

જો ₹1,000 સુધીની રકમ ધરાવતા ખાતાઓ માટેનો પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે તો સરકાર તેને મોટા પાયે લાગુ કરશે. ત્યારબાદ ₹1,000થી વધુ રકમ ધરાવતા આશરે 24.76 લાખ નિષ્ક્રિય PF ખાતાઓમાં પણ ઓટોમેટિક રિફંડ આપવામાં આવશે. છેલ્લા બે દાયકામાં નોકરી બદલ્યા બાદ PF ટ્રાન્સફર ન કરાવવાના કારણે લગભગ 31.86 લાખ નિષ્ક્રિય ખાતાઓમાં અંદાજે ₹10,903 કરોડની અનક્લેમ રકમ અટવાયેલી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

PF Account EPFO Auto Refund Inactive PF
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ