બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PF કપાતની લિમિટ ₹15,000થી વધીને ₹25,000 થઈ, જાણો સેલરી, EPF કપાત અને પેન્શન પર શું થશે અસર
6 ફોટો ગેલેરી
Last Updated: 09:27 AM, 4 August 2026
1/6
સૌ પ્રથમ, એ સમજવું જરૂરી છે કે આ ‘વેજ સીલિંગ’ કે લિમિટ શું છે. પહેલા નિયમ એવો હતો કે જો તમારો મૂળ પગાર દર મહિને 15,000 રુપિયા સુધીનો હોય, તો તમારા પગારમાંથી PFની કપાત ફરજિયાત હતી. જેઓ 15,000 રુપિયાથી વધુ મૂળ પગાર મેળવતા હતા, તેમના માટે PFની કપાત કરાવવી કે નહીં તે ફરજીયાત ના હતું. જોકે, હવે આ મર્યાદા વધારીને 25,000 રુપિયા કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે જો તમારો મૂળ પગાર 15,001 રુપિયા અને 25,000 રુપિયા ની વચ્ચે હોય, તો તમારું PF યોગદાન હવે ફરજિયાત બની જશે અને તમે પેન્શન યોજના (EPS) હેઠળ પણ આવરી લેવામાં આવશે.
2/6
સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેની તમારા માસિક 'ટેક-હોમ' પગાર પર શું અસર પડશે. સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે તમારા PF ખાતામાં વધુ રકમ જમા કરવામાં આવે છે, ત્યારે તમારા 'ઇન-હેન્ડ' પગારમાં થોડો ઘટાડો થાય છે. જોકે આ બાબત નુકસાનકારક લાગી શકે છે, પરંતુ વાસ્તવમાં તે તમારા ફાયદા માટે જ છે. આજે તમારા પગારમાંથી જે રકમ કાપવામાં આવે છે તે તમારા PF ખાતામાં જમા થતી રહે છે અને નિવૃત્તિ સમયે તમને એક મોટી એકમ રકમ પ્રાપ્ત થાય છે. આ સાથે જ રિટાયરમેન્ટ બાદ દરમહિને મળનારી પેંશન ખૂબ જ વધી જશે.
3/6
ધારો કે રમેશનો મૂળ પગાર 22,000 રુપિયા છે. જૂના નિયમો હેઠળ, 15,000 રુપિયાની મર્યાદાને કારણે તેના માટે PFની કપાત ફરજિયાત નહોતી, જેથી તેને તેનો સંપૂર્ણ પગાર હાથમાં મળતો હતો. જોકે, હવે આ મર્યાદા વધારીને 25,000 રુપિયા કરવામાં આવતાં રમેશ સીધો PFના દાયરામાં આવી જશે. હવે, તેના મૂળ પગારના 12% (એટલે કે 2,640રુપિયા ) દર મહિને PF તરીકે કાપવામાં આવશે, જેનાથી તેનો માસિક 'ઇન-હેન્ડ' પગાર 2,640 રુપિયા જેટલો ઘટી જશે. પરંતુ ફાયદો એ છે કે તેની કંપની પણ પોતાની તરફથી 2,640 રુપિયા જેટલી જ રકમનું યોગદાન આપશે, એટલે કે દર મહિને રમેશના PF ખાતામાં કુલ 2,640 + 2,640 = 5,280 રુપિયા જમા થવાનું શરૂ થશે.
4/6
હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ... ધારો કે સુરેશનો મૂળ પગાર 25,000 રુપિયા છે. જૂના નિયમો હેઠળ, PF કપાત માટેની મહત્તમ મર્યાદા માત્ર 15,000 રુપિયા હતી. તેથી, તેનો મૂળ પગાર 25,000 રુપિયા હોવા છતાં, તેની PF કપાતની ગણતરી 15,000 રુપિયાના આધારે કરવામાં આવતી હતી, જે માત્ર 1,800 રુપિયા (12%) થતી હતી. જોકે, સરકારે હવે આ મર્યાદા વધારીને 25,000 રુપિયા કરી દીધી છે.આનું સીધું પરિણામ એ આવશે કે, સુરેશના PF યોગદાનની ગણતરી હવે પૂરેપૂરા 25,000 રુપિયા પર કરવામાં આવશે, એટલે કે દર મહિને 3,000 રુપિયા કાપવામાં આવશે. આનાથી તેના હાથમાં આવતા પગારમાં (take-home salary) તરત જ 1,200 રુપિયા (3,000 – 1,800) નો ઘટાડો થશે. જોકે, તેના નિવૃત્તિ ભંડોળ માટે આ એક ફાયદાકારક પગલું છે, કારણ કે હવે તેની કંપની પણ તેના PF ખાતામાં પોતાની તરફથી વધારાના 1,200 રુપિયાનું યોગદાન આપશે.
5/6
સરકારે લગભગ એક દાયકા બાદ આ ફેરફાર અમલમાં મૂક્યો છે. અગાઉ, 2014માં PFની મર્યાદા 6,500 રુપિયા થી વધારીને 15,000 રુપિયા કરવામાં આવી હતી. સમય જતાં મોંઘવારી અને પગાર બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે. આ નવા નિયમનો સૌથી મોટો ફાયદો એ છે કે, અગાઉ જે લાખો કર્મચારીઓ આનાથી વંચિત હતા, તેઓ હવે PF અને પેન્શન યોજનાઓના દાયરામાં આવી જશે. આ નિયમ 20 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી તમામ કંપનીઓને લાગુ પડશે.
6/6
PFના નિયમ મુજબ, કર્મચારીના પગારમાંથી મૂળભૂત પગારના 12% રકમ કાપવામાં આવે છે અને કંપનીએ કર્મચારીના PF ખાતામાં પોતાની તરફથી એટલી જ રકમ (12%)નું યોગદાન આપવું પડે છે. અત્યાર સુધી વધારે કર્મચારીઓ માટે PFની કપાત વધે, તો કંપનીઓએ પણ વધુ ભંડોળનું યોગદાન આપવું પડશે, જેનાથી તેમનો ખર્ચ વધશે. વધુમાં, સરકાર પણ પેન્શન ફંડમાં અમુક હિસ્સોનું યોગદાન આપતી હોવાથી, આ મર્યાદામાં વધારો થવાથી સરકારના પેન્શન બજેટમાં પણ વધારો થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ