ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:46 PM, 25 April 2025
ADVERTISEMENT
પાકિસ્તાનની જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ટિકટોક સ્ટાર સજલ મલિક એક અણધાર્યા વિવાદમાં ફસાઈ ગઈ છે. સામાજિક મુદ્દાઓ પર પોતાના સ્ટ્રીટ ઇન્ટરવ્યુ અને વાયરલ વીડિયો માટે પ્રખ્યાત સજલ એક કથિત પ્રાઇવેટ વીડિયો માટે ચર્ચાઓમાં આવી ગઈ છે, જે 22 એપ્રિલથી સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો હતો. જોકે આ વીડિયોની સત્યતાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી, અને સજલ મલિકે પોતે પણ તેના પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ ઇન્ટરનેટ પર તેના વિશે ભારે ચર્ચાઓ ચાલી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
શું છે વાયરલ વીડિયોનો મામલો?
22 એપ્રિલના રોજ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો જેમાં દાવો કરવામાં આવ્યો કે તેમાં દેખાતી મહિલા સજલ મલિક છે. વીડિયોના કન્ટેન્ટને લઈને ઘણા લોકોએ તેને ફેક ગણાવ્યો છે, જયારે કેટલાક યુઝર્સ આ અંગે સજલ પાસેથી સ્પષ્ટતા માંગી રહ્યા છે. અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ વીડિયો સાચો છે કે ફેક.
ADVERTISEMENT
ADVERTISEMENT
કોણ છે સજલ મલિક?
સજલ મલિકે પોતાની કારકિર્દીની શરૂઆત એક મીડિયા પર્સનાલિટી તરીકે કરી હતી અને ખૂબ જ ઓછા સમયમાં તેણે સ્ટ્રીટ ઇન્ટરવ્યુ અને ટ્રેન્ડિંગ વિષયો પર ચર્ચાઓ દ્વારા પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી. તે સામાજિક મુદ્દાઓ પર લોકોના અભિપ્રાય લેવા માટે જાણીતી છે અને તેનો આ અંદાજ માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વખણાયો છે. તેનું TikTok એકાઉન્ટ પણ તેની લોકપ્રિયતાનો પુરાવો છે, જ્યાં તેના 1.76 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તેના વીડિયોને 20 લાખથી વધુ લાઈક્સ મળ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: આ વીકએન્ડ રહેશે મનોરંજનથી ભરપૂર, OTT પર રિલીઝ થઈ નવી ફિલ્મો અને વેબ સિરીઝ
આ વિવાદની શું અસર થશે?
ADVERTISEMENT
આ ઘટના એવા કિસ્સાઓની યાદ અપાવે છે જ્યારે ઇમ્શા રહેમાન અને મિનાહિલ મલિક જેવી સેલિબ્રિટીઓના કથિત ખાનગી વીડિયો પણ લીક થયા હતા, જેનાથી તેમનું અંગત જીવન તો પ્રભાવિત થયું જ, સાથે તેમની કારકિર્દી પર પણ ગંભીર અસર થઈ હતી. હાલમાં, સજલ મલિક આ વીડિયોને કારણે ચર્ચાઓમાં છે અને લોકો રાહ જોઈ રહ્યા છે કે તે આ વિવાદ પર શું નિવેદન આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.