બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / એવોર્ડ્સમાં SRKએ પહેરી કરોડોની ઘડિયાળ, કિંમત સાંભળીને ધ્રાસકો લાગશે

અધધધ / એવોર્ડ્સમાં SRKએ પહેરી કરોડોની ઘડિયાળ, કિંમત સાંભળીને ધ્રાસકો લાગશે

Published By: Priyankka Triveddi

Last Updated: 12:29 PM, 21 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SRK Watch: હિન્દી સિનેમાના કિંગ ખાનને લકઝરી કાર્સ અને વોચનો શોખ છે એ તો સૌ કોઈ જાણે જ છે. ઘણા એવા પ્રસંગો છે જ્યારે શાહરૂખ ખાનના હાથમાં મોંઘીદાટ ઘડિયાળ જોવા મળી છે. તેમના લકઝરી વોચના કલેક્શનની એક વોચની કિંમત એટલી છે કે તેમાં સામાન્ય માણસ 1-2 નહીં પણ 14-14 ફ્લેટ્સ ખરીદી શકે.

Shah Rukh Khan Luxury Watch: શાહરુખ ખાન હંમેશા તેમના ડ્રેસિંગ માટે ચર્ચામાં રહે છે. હાલમાં જ હિન્દી સિનેમાના કિંગ ખાન શાહરૂખ એક એવોર્ડ શો કે જેનું નામ જોય Awards 2026 છે તેમાં પહોંચ્યા હતા. અને આ એવોર્ડ શોમાં શાહરૂખ ખાને ધમાકેદાર એન્ટ્રી મારી હતી. આ એવોર્ડ શો પછી શાહરૂખ ખાન તેમના આઉટફિટથી લઈને ખાસ તેમની વોચ માટે સોશિયલ મીડિયા પર ઘણા ચર્ચામાં છે. આ કઈં પહેલીવાર નથી કે જ્યારે તેઓ મીંગહીડાટ ઘડિયાળ પહેરીને કોઈ એરોડ ફંક્શનમાં આવ્યા હોય પણ આ Hoy Awardsમાં પહરેલી તેમની ઘડિયાળ એટલા માટે પણ ખાસ ચર્ચામાં છે કારણ કે આ લિમિટેડ એડિશનની વોચના ભાવમાં સામાન્ય માણસ 28 ફોર્ચ્યુનર કાર કે પછી 14 ફ્લેટ્સ ખરીદી શકે.

સાઉદી અરેબિયાના રિયાધમાં યોજાયેલા આ એવોર્ડ શો દરમિયાન કિંગ ખાને ધમાકેદાર એન્ટ્રી મારી હતી. બ્લેક આઉટફિટ સાથે તેમણે એક શાનદાર પ્રીમિયમ વૉચ પહેરી હતી. એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના પેજ મુજબ SRK એ પહેરેલી એ વોચ Rolex Daytona છે.

સોશિયલ મીડિયા મુજબ SRK એ પહેરેલી વોચ વ્હાઇટ ગોલ્ડ Rolex Daytona છે જેમાં સિલ્વર શીન ઓબ્સિડિયાન ડાયલ છે. આ વોચમાં ગોલ ફરતે બ્લૂ નીલમ યૂખ કરવામાં આવ્યા છે જે 36 બ્લૂ નીલમ છે. અને એટલું જ નહિ પણ આ White Gold Rolex Daytona માં અંદરની તરફ ટાઈમ બતાવવા માટે 11 બ્લૂ સફાયર યુઝ કરવામાં આવ્યા છે.

હવે વાત કરીએ આ વોચની કિંમતની તો. ઘણા સેલેબ્સ અને ક્રિકેટર મોંઘી ઘડિયાળ પહેરેલા જોવા મળે છે જે વોચની કિંમત એટલી હોય છે કે સામાન્ય માણસને એટલામાં આખી જિંદગી નીકળી જાય. SRK ના હાથમાં રહેલી Rolex Daytona ની કિમતની જો વાત કરવામાં આવે તો એટલામાં 50 લાખની 28 ફોર્ચ્યુનર કે પછી 1 કરોડના 14 ફ્લેટ્સ આવી જાય. જી હા આ વ્હાઇટ ગોલ્ડ રોલેક્સ daytona ની કિંમત લગભગ 14 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો: 100 કરોડ કમાનારી ફિલ્મ 'લાલો' એ 23 લોકોને S*uicide કરતા અટકાવ્યા, ના હોય!

vtv app promotion

જો કે આ પહેલા પણ SRK એક ફોટોશૂટ દરમિયાન 7 લાખ અમેરિકન ડોલરન વોચ પહેરેલા જોવા મળ્યા હતા જેની અંદાજે ઇંડિયન કરન્સીમાં કિંમત આશરે 6 કરોડ જેટલી થાય. શાહરૂખ ખાનની આ 6 કરોડની વોચનું નામ Audemars Piguest છે. આ વોચને ખાસ રોઝ ગોલ્ડથી તૈયાર કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SRK watch Rolex Daytona Shah Rukh Khan luxury watch

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ