બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 100 કરોડ કમાનારી ફિલ્મ 'લાલો' એ 23 લોકોને S*uicide કરતા અટકાવ્યા, ના હોય!

દાવો / 100 કરોડ કમાનારી ફિલ્મ 'લાલો' એ 23 લોકોને S*uicide કરતા અટકાવ્યા, ના હોય!

Last Updated: 02:09 PM, 20 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lalo Movie: છાવા, સૈયારા અને ધુરંધર જેવી બિગ બજેટ અને લોકોને ખૂબ પસંદ આવેલી ફિલ્મો વચ્ચે એક ગુજરાતી ફિલ્મે 100 કરોડનો બિઝનેસ કરીને વર્ષ 2025 ની સૌથી વધુ પ્રોફિટ કરનારી ફિલ્મ બની ગઈ છે અને એટલું જ નહીં આ ફિલ્મ વિશે ફિલ્મના ડિરેક્ટર-રાઇટરે એક એવી વાત કહી છે કે..,

Lalo Movie: ઘણીવાર એવું બનતું હોય છે કે અમુક ફિલ્મો એવી હોય કે એ ચૂપચાપથી રિલીઝ થઈ જાય અને બોક્સ ઓફિસ પર મોટો પ્રોફિટ પણ પોતાને નામ કરી લે. આવું જ કઈં વર્ષ 2025 માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ " લાલો" સાથે થયું છે. " લાલો- કૃષ્ણ સદા સહાયતે" ફિલ્મ બહુ ઓછા બજેટમાં બનેલી ફિલ્મ છે પણ પ્રોફિટ મેકિંગમાં તે 100 કરોડનો આંકડો પાર કરી ગઈ છે. ફિલ્મને ગુજરાતીમાં મળેલી સફળતા જોઈને આ ફિલ્મને હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ વિશે વાત કરતાં ફિલ્મના ડિરેક્ટર અને રાઇટર અંકિત સખિયાએ ખૂબ રસપ્રદ વાત જણાવી. તેમના કહેવા મુજબ આ ફિલ્મ જઔને લગભગ 23 લોકોના તેમને મેસજ આવ્યા હતા કે આ મૂવીએ તેમના જીવ બચાવ્યા અને જીવવાની આશા આપી.

ઓછી બજેટમાં બની ફિલ્મ

આ ફિલ્મ વિશે વાત કરતાં અંકિતને પૂછવામાં આવ્યું કે આફિલ્મ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો અને આટલા ઓછા બજેટમાં ફિલ્મ કેવી રીતે બનાવી? જેના પર અંકિતે કહ્યું કે એક લોકેશન. એક એકત્ર અને બધુ વસ્તુ મારી આસપાસ મળે જેથી મારે વધે ખર્ચ ના કરવો પડે એ ધ્યાનમાં રાખીને મેં સ્ક્રિપ્ટ લખવાની શરૂઆત કરી હતી. એટલું જ નહીં પણ આ ફિલ્મને શૂટ કરવા માટે કેમેરા પણ અંકિત તેના ફ્રેન્ડ પાસેથી માંગીને લાવ્યો હતો.

આત્મહત્યાનો વિચાર કરીને બેઠેલા લોકોના મેસેજ

અંકિતે કહ્યું કે આ ફિલ્મને હિન્દીમાં રિલીઝ કરવાનો વિચાર એવી રીતે આવ્યો કે આ ફિલ્મ જોઈને લોકો હિલ થઈ રહ્યા હતા, લોકો ફિલ્મ જોઈને રડી રહ્યા હતા અને પોતાના દુખ જણાવી રહ્યા હતા. અંકિત પર 23 લોકોના મેસેજ આવ્યા હતા કે તે લોકો આપઘર કરવાનું વિચારી ચૂક્યા હતા પણ ફિલ્મ જોઈને તેમનામાં હિમંત આવી ગઈ હતી અને તેઓ બચી ગયા. આ જોઈને તેમને પણ આશા જાગી કે આ ફિલ્મ ગુજરાતી સુધી સીમિત ના રહેવી જોઈએ અને આખા ભારતને બતાવવી જોઈએ માટે હિન્દીમાં રિલીઝ કરી.

આ પણ વાંચો: 'Pls, મેરે પતિ કો...', કારકિર્દી અને સંબંધોમાંથી બ્રેકવાળી પોસ્ટ પર નેહા કક્કડે ફરી મૌન તોડ્યું

Vtv App Promotion

શું છે ફિલ્મની વાર્તા?

લાલો- કૃષ્ણ સદા સહાયતે એક ગરીબ રિક્ષા ડ્રાઈવરની સ્ટોરી છે જે એક ફાર્મ હાઉસમાં ફસાઈ જાય છે અને તે પછી તેની આખી જિંદગી બદલાઈ જાય છે. તે ભગવાન કૃષ્ણ પાસે સહાય માંગે છે અને તેમના માર્ગદર્શનમાં તેની લાઈફ બદલે છે અને તે તેના પાસ્ટને પણ હિલ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati film Lalo box office Ankit Sakhiya statement Lalo Gujarati Movie
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ