બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'Pls, મેરે પતિ કો...', કારકિર્દી અને સંબંધોમાંથી બ્રેકવાળી પોસ્ટ પર નેહા કક્કડે ફરી મૌન તોડ્યું
Last Updated: 10:21 AM, 20 January 2026
Neha Kakkar Viral Post: નેહા કક્કડે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે તે બ્રેક લઈ રહી છે સોશિયલ મીડિયા, જવાબદારીઓ, રિલેશનશીપથી. આ સિવાય તેણે મીડિયાને તેણે કેપ્ચર કરવાની પણ મનાઈ કરી દીધી. આ પછીથી નેહાના ડિવોર્સના અહેવાલો પણ આવવા લાગ્યા, પણ જ્યારે આ ખબર વાયરલ થવા લાગી તો નેહાએ હવે સોશિયલ મીડિયા પર આ અંગે સ્પષ્ટતા કરી છે કે આવું કશું જ નથી. આ સિવાય તેણે પતિ રોહનપ્રીત અને પરિવારને આ બધી બાબતોથી દૂર રાખવાનું કહ્યું.
ADVERTISEMENT

ADVERTISEMENT
નેહાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું - મિત્રો, પ્લીઝ મારા પતિ અને મારા પરિવારને આ બધામાં ન લાવો. એ બધા ખૂબ જ સારા છે અને આજે હું જે છું એ બધુ તેમના લીધે જ છું, તેમના સપોર્ટથી. હું બીજા લોકોથી નારાજ છું. આશા છે કે તમે સમજશો અને મારા પરિવાર અને પતિને આ બધાથી દૂર રાખશો અને હા, મારે આટલું ઇમોશનલ ન થવું જોઈએ, જ્યારે વાત સોશિયલ મીડિયા પોસ્ટિંગની હોય.

ADVERTISEMENT
નેહાએ આગળ લખ્યું - હવેથી હું પર્સનલ લાઈફ વિશે સોશિયલ મીડિયા પર વાત નહીં કરું ભાઈસાહેબ. બિચારી ઇમોશનલ નેહુ આ દુનિયા પ્રમાણે ઘણી ઇમોશનલ છે. સોરી અને થેંક્યું નેહર્ટસ. પરેશાન ન થશો. હું જલ્દી જ એક બેઁગ સાથે પાછી આવીશ.
આ પણ વાંચો: અક્ષયકુમારની કારને નડ્યો ગંભીર અકસ્માત, ઓટો ચાલક ઈજાગ્રસ્ત
ADVERTISEMENT
જણાવી દઈએ કે નેતાએ પહેલા કહ્યું હતું, 'સમય આવી ગયો છે જવાબદારીઓ, રિલેશનશિપ, કામ અને બધાથી બ્રેક લેવાનો. ખબર નહીં હું પાછી આવીશ કે નહીં, થેંક્યું.' આ પછી નેહાએ પાપારાઝીને રિક્વેસ્ટ કરી હતી કે તેણે કેપ્ચર ન કરે. તેણે લખ્યું હતું, 'હું પાપારાઝીને અને ચાહકોને રિક્વેસ્ટ કરીશ કે મને કેપ્ચર ન કરે. આશા છે કે તમે મારી પ્રાઇવસીની રિસ્પેક્ટ કરશો અને મને આ દુનિયામાં ફ્રી રહેવા દો.'
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.