ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'રાજકારણ એક મોંઘો શોખ, 50 હજાર રુપિયામાં..', ભાજપ સાંસદ કંગના રનૌત આ શું બોલી ગઈ?

બોલિવૂડ / 'રાજકારણ એક મોંઘો શોખ, 50 હજાર રુપિયામાં..', ભાજપ સાંસદ કંગના રનૌત આ શું બોલી ગઈ?

Published By: Vidhata Gothi

Last Updated: 03:34 PM, 11 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kangana Ranaut On Her MP Salary: કંગના રનૌતે એક ઇન્ટરવ્યુ દરમિયાન પોતાના સરકારી પગારથી નારાજગી વ્યક્ત કરી. તેણે કહ્યું કે તેના પોતાના ખિસ્સામાંથી લાખો રૂપિયા ખર્ચ થઈ જાય છે.

ADVERTISEMENT

Kangana Ranaut: કંગના રનૌત બોલિવૂડની 'ક્વીન' છે. તેણે તેના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે અને તેના અભિનયથી દર્શકોના દિલ પર રાજ કર્યું છે. પોતાની અભિનય કુશળતા બતાવ્યા પછી, કંગના હવે રાજકારણની ઈનિંગ્સ રમી રહી છે. અભિનેત્રી 2024 માં ભાજપની ટિકિટ પર હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી સાંસદ બની હતી. જોકે, અભિનેત્રીને રાજકારણમાં મજા આવી રહી નથી. તાજેતરમાં, તેણે આવું નિવેદન આપીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. કંગના તેના સરકારી પગારથી પણ નાખુશ છે.

સરકારી પગારથી ખુશ નથી કંગના રનૌત

એક ઇન્ટરવ્યુ દરમિયાન, કંગનાએ તેના સરકારી પગાર વિશે વાત કરી. અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગનાએ કહ્યું, "હું હંમેશા કહું છું કે રાજકારણ એક ખૂબ જ મોંઘો શોખ છે." જ્યારે તેણે "શોખ" શબ્દના ઉપયોગ અંગે સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેણે જવાબ આપ્યો, "દેખીતી રીતે જો તમે સાંસદ છો, તો તમે તેને વ્યવસાય તરીકે ન લઈ શકો કારણ કે તમને નોકરીની જરૂર છે, શરત એ કે તમે એક પ્રામાણિક વ્યક્તિ હોવ."

કંગનાએ આગળ કહ્યું, "મને લાગે છે કે તમને અહીં પોતાના રસોઈયા અને ડ્રાઈવર રાખવા માટે જે પણ પગાર મળે છે, તેમાંથી તમારી પાસે ફક્ત 50 હજારથી 60 હજાર રૂપિયા બચે છે, આ એક સાંસદ તરીકેનો તમારો પગાર છે." જણાવી દઈએ કે ભારતમાં એક સાંસદનો પગાર લગભગ 1.24 લાખ રૂપિયા હોય છે.

Kangana-R

ખિસ્સામાંથી લાખો ખર્ચ થાય છે

કંગનાએ વધુમાં કહ્યું કે જો તેને તેના મતવિસ્તારના કોઈપણ ભાગમાં કેટલાક સ્ટાફ સાથે જવું હોય અને તેમની સાથે કારમાં મુસાફરી કરવી હોય, તો "ખર્ચ લાખોમાં થાય છે કારણ કે દરેક જગ્યા ઓછામાં ઓછી 300-400 કિમી દૂર હોય છે. તમારે સમજવું જોઈએ કે આ ખૂબ જ મોંઘો શોખ છે. તમારે નોકરી જોઈએ. ઘણા સાંસદોનો વ્યવસાય છે, તેઓ વકીલ તરીકે કામ કરી રહ્યા છે."

તેમણે વધુમાં કહ્યું કે "જે લોકો મારી પહેલા આવ્યા છે, જેમ કે જાવેદ અખ્તરજી, તેઓ પોતાનું કામ કરતા રહ્યા, તમારે કામ કરવાનું છે." જણાવી દઈએ કે જાવેદ અખ્તર 2010 થી 2016 સુધી રાજ્યસભાના સાંસદ હતા. તેમને તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા કલાના ક્ષેત્રમાં નામાંકિત કરવામાં આવ્યા હતા.

Vtv App Promotion 1

અગાઉ, કંગનાએ એમ પણ કહ્યું હતું કે તેને રાજકારણમાં મજા આવી રહી નથી. તેમણે કહ્યું હતું કે લોકો તેમની પાસે તૂટેલી ગટર અને રસ્તાઓની સમસ્યા લઈને આવે છે. કંગનાએ કહ્યું હતું કે સોશિયલ વર્ક તેમનું બેકગ્રાઉન્ડ નથી.

આ પણ વાંચો: જનરેશન ગેપ, મોડર્ન પેરેન્ટિંગની ઈમોશનલ ડ્રામા જર્ની એટલે 'વ્હાલી' ફિલ્મ, એક ક્લિકમાં જાણો Review

કંગના રનૌતના વર્ક ફ્રન્ટ

કંગના રનૌતના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ઇમરજન્સી હતી. અભિનેત્રીની આગામી ફિલ્મોમાં તનુ વેડ્સ મનુ 3, ઇમલી અને ભારત ભાગ્ય વિધાતા સહિત ઘણા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment News Kangana Ranaut Bollywood

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ