બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / VTV વિશેષ / મૂવી સમીક્ષા / જનરેશન ગેપ, મોડર્ન પેરેન્ટિંગની ઈમોશનલ ડ્રામા જર્ની એટલે 'વ્હાલી' ફિલ્મ, એક ક્લિકમાં જાણો Review

ફિલ્મ રીવ્યુ / જનરેશન ગેપ, મોડર્ન પેરેન્ટિંગની ઈમોશનલ ડ્રામા જર્ની એટલે 'વ્હાલી' ફિલ્મ, એક ક્લિકમાં જાણો Review

Published By: Priyankka Triveddi

Last Updated: 03:24 PM, 11 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'વ્હાલી' આ નામની ગુજરાતી ફિલ્માં શુક્રવારે રીલીઝ થઇ છે. અને અમે ગુરુવારે જોયેલી આ ફિલ્મનો તરોતાજા રીવ્યુ ખાસ તમારા માટે. જો આ શનિ-રવિ ની રજાઓમાં આ ફિલ્મ જોવા જવું કે નહિ તે નક્કી કરતા પહેલા આ રીવ્યુ એક વાર વાંચી લે જો.

Gujarati Film Review: શુક્રવાર હોય એટલે કોઈ એક ગુજરાતી ફિલ્મે થીયેટરમાં દસ્તક આપી જ હોય. આ શુક્રવારે રીલીઝ થઇ છે ફિલ્મ વ્હાલી. અને હું ફિલ્મ પ્રેમી ગુરુવારે પ્રીમિયરમાં જઈને ફિલ્મ જોઈ આવી જેથી તમારે આ ફિલ્મ જોવા જવું કે નહિ તે વિશે જણાવી શકું. તો ચાલો જાણીએ કે ફિલ્મની વાર્તા શું છે? સ્ટાર્સ કોણ છે? એક્ટિંગ અને મ્યુઝીક કેવું છે તે વિશે વિગતે ચર્ચા કરીશું આ આર્ટીકલમાં.

ફિલ્મની વન લાઈનર

ફિલ્મની વન લાઈનર ખુબ simple છે. એક અબજોપતિ દંપતી પરિમલ અને મમતા અજમેરાની આજની જનરેશનની દીકરી એટલે એમને જાનથી વ્હાલી 'પ્રિયા'. પેરેન્ટ્સ અને બાળકો વચ્ચેનો જનરેશન ગેપ અને આડા પાટે ચડેલા બાળકોને સાચો રસ્તો બતાવતા માતા-પિતા.

ફિલ્મની વાર્તા

ફિલ્મની વાર્તા ગૌરવ નાયકે લખી છે. EVENTUS INDIA ENTERTAINMENT એ produce અને direct કરી છે. તો હવે તમે વિચારશો કે તો ફિલ્મની વાર્તા શું છે? ફિલ્મની વાર્તા એવી છે કે પ્રિયા એ આજના જમાનાની આધુનિક છોકરી છે. જેને તેના મમ્મીની શિખામણ બોજ અને પપ્પાની વ્યસ્તતા વચ્ચે પોતાના જ પેરેન્ટ્સ દુશમન હોય એવું લાગે છે. અમ સીધી સરળ પ્રિયા પોતાની ફેમીલીથી છુપાવીને એક દિવસ એક ડાન્સ કોમ્પીટીશનમાં ગોઆ જાય છે અને ત્યાં પ્રેમ થઇ જાય છે. ઘરે પાછી આવે છે ત્યારે તેના પિતાને તેના પ્રેમી વિશે જાણ થાય છે અને પોતાની દીકરીએ એક ખોટા પાત્રની પસંદગી કરી છે. અને તેના માટે તેઓ પણ જવાબદાર છે તે ભૂલ સમજીને દીકરીને તે ખોટી વ્યક્તિના સકંજામાંથી કેવી રીતે છોડાવીને તેને તેના પેરેન્ટ્સનું મુલ્ય સમજાવે છે તે વાર્તા છે.

વેલ, ફિલ્મનો ફર્સ્ટ હાફ મને સર્વ કરવામાં આવેલા પોપકોર્ન અને પેપ્સીની જેમ સડસડાટ રીતે આગળ વધે છે. ફિલ્મમાં ડ્રામા છે, ઈમોશન્સ છે. પણ સેકન્ડ હાફમાં ફિલ્મ ખુબ drag થાય છે. સ્વાભાવિક છે કે ફિલ્મનો ડીરેક્ટર તેની ફિલ્મના પ્રેમમાં હોય પણ અમુક સીનને crisp કરી શકાય તેમ હતું, થોડું editing સેકન્ડ હાફને થોડું બોર થતા બચાવી શક્યું હોત. ખેર, સેકન્ડ હાફ એટલો લાંબો હતો કે મને એમ હતું કે કદાચ ફરી પોપકોર્ન ને પેપ્સી આવશે. પણ ખેર મારે પોપકોર્ન વગર જ second half માં ચલાવી લેવું પડ્યું. જો કે interval સુધીની ફિલ્મે મને પૂરી ફિલ્મ જોવા માટે સીટ પર જકડી તો રાખી હતી.

એક્ટર્સ

આ ફિલ્મમાં પ્રિયાના કેરેક્ટરમાં નાજુકડી Mazel દરેકને ગમી જાય તેવી છે. હિન્દી ફિલ્મોનું જાણીતું નામ છે mazel. તો તેની સાથે ઓન સ્ક્રીન રોમાન્સ કરતો જોવા મળે છે ભાવિન ભાનુશાળી. જે છેલ્લે 'જલસો' નામની ગુજરાતી ફિલ્મમાં પુજા જોશી સાથે જોવા મળ્યો હતો. પ્રિયાના પાપાના રોલમાં એટલે કે પરિમલ અજમેરાના રોલમાં છે Sachin Parikh, Arpita Sethia પ્રિયાની મમ્મી મમતાના રોલમાં છે. મમતાના રોલમાં અર્પિતા સેઠિયા ખુબ જ જચે છે. તેમણે ખુબ બખૂબી પોતાના પાત્રને નિભાવ્યું છે. તો સચિન પરીખ પણ પિતાના રોલમાં એક ઊંડી છાપ છોડે છે. આ સિવાય આ ફિલ્મમાં ગુજરાતી સીરીયલ અને નાટકોના જાણીતા કલાકારો Gayatri Rawal, Krunal Pandit, Bhoomi Shukla, Shefali Mahida અને Vishal Solanki છે. પ્રિયાની માસીના રોલમાં ગાયત્રી રાવલ amazing છે.

મ્યુઝીક - લોકેશન

ફિલ્મનું સંગીત પાર્થ ઠક્કરે આપ્યું છે. ફિલ્મમાં મને કુલ 4 ગીતો હોવાનું યાદ છે. જેમાંથી એક રોમેન્ટિક સોંગ છે, એક કૃષ્ણ ભજન છે અને એક ડાન્સ પરફોર્મન્સનું. ફિલ્મ મોટા ભાગે મુંબઈમાં શૂટ થઇ છે. અને હા ફિલ્મમાં ગોઆનો બીચ અને ridesની મજા પણ છે.

તો ફિલ્મ જોવી કે નહિ?

વેલ, ફિલ્મની વાર્તા દરેક દીકરી અને તેના માતા-પિતાને ક્યાંક ને ક્યાંક સ્પર્શે તેવી છે. teen age એક એવી અવસ્થા છે જયારે બાળકો ભૂલ કરી બેસે છે અને આ સમયે માતા પિતાએ બાળકો સાથે કેવી રીતે વર્તવું જોઈએ તે આ ફિલ્મનો સાર છે.

આ પણ વાંચો: ઇન્ફ્લુએન્સર બેબી ડૉલ અર્ચિતા ફરી ચર્ચામાં, સામે આવ્યું વેશ્યાવૃત્તિ કનેક્શન, કહ્યું '25,00,000માં...'

1200 x 628 આખા દિવસની મહત્વની ઘટનાઓ એક ક્લિકમાં જાણવા માટે -

ખાસ વાત, ફિલ્મમાં એક ડાન્સ સિક્વન્સ છે જેમાં એક પિતા અને પુત્રી સાથે ડાન્સ કરે છે, એ સીન જોઇને ખરેખર આંખો ભરાઈ આવશે. તો એક સીનમાં પિતા તેની દીકરીને બચાવવા પહોચી જાય છે. તો જો ફિલ્મ જોવા જાવને તો એક હાથ રૂમાલ સાથે લઈને જવાનું ભૂલતાં નહિ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati Film Review Vahali Film Gujarati Cinema

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ