બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Enrollment in private schools fell by 5 lakhs in 3 years In Gujarat

કેન્દ્રનો જવાબ / ગુજરાતમાં વધ્યો સરકારી સ્કૂલોનો ક્રેઝ: છેલ્લા 3 વર્ષમાં ખાનગી શાળામાં ઘટ્યો આટલાં લાખ બાળકોનો પ્રવેશ

Dhruv

Last Updated: 11:30 AM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ ગુજરાતમાં હવે ધીરે-ધીરે સરકારી શાળાઓમાં બાળકોને ભણાવવાનો ક્રેઝ વધી રહ્યો છે તો બીજી બાજુ રાજ્યમાં સરકારી શાળાઓમાં હજુ 14767 શિક્ષકોની જગ્યા ખાલી છે.

  • ગુજરાતમાં વધ્યો સરકારી શાળામાં બાળકોને ભણાવવાનો ક્રેઝ
  • છેલ્લા 4 વર્ષમાં રાજ્યમાં ખુલી 453 નવી સરકારી શાળાઓ
  • ગુજરાતમાં 3 વર્ષમાં ખાનગી શાળામાં પ્રવેશ 5 લાખ ઘટ્યો

ગુજરાતમાં હવે ખાનગી શાળાઓના બદલે ધીરે-ધીરે સરકારી શાળાઓમાં બાળકોને ભણાવવાનો ક્રેઝ વધતો જઇ રહ્યો છે. તાજેતરમાં જ લોકસભામાં કેન્દ્ર સરકારે રજૂ કરેલા આંકડાઓ મુજબ, છેલ્લાં ત્રણ વર્ષમાં ખાનગી શાળાઓમાં બાળકોના પ્રવેશમાં ઘટાડો થયો છે જ્યારે સરકારી શાળાઓમાં એનરોલમેન્ટમાં વધારો દેખાયો છે.

છેલ્લાં 4 વર્ષમાં 453 નવી સરકારી શાળાઓ ખુલી
ગુજરાતમાં છેલ્લાં 4 વર્ષમાં 453 નવી સરકારી શાળાઓ ખુલી છે. રાજ્યમાં 3 વર્ષની અંદર ખાનગી શાળામાં પ્રવેશ 5 લાખ ઘટ્યો છે. જ્યારે સરકારી શાળાઓમાં 3 લાખ વિધાર્થીઓનો વધારો થયો છે. રાજ્યમાં સરકારી શાળાઓમાં હાલમાં 14,767 શિક્ષકોની જગ્યા ખાલી છે.

સરકારી શાળાઓમાં છેલ્લાં 3 વર્ષમાં ત્રણ લાખનો વધારો
વધુમાં જણાવી દઇએ કે, 2019-20માં 47 લાખ ખાનગી શાળાઓમાં એનરોલમેન્ટ થયું છે. જેની સામે 2021-22માં 41.55 લાખ ખાનગી શાળાઓમાં એનરોલમેન્ટ થયું હતું. 3 વર્ષમાં ખાનગી શાળાઓમાં એનરોલમેન્ટમાં 5.50 લાખ બાળકોનો ઘટાડો નોંધાયો છે. જેની સામે સરકારી શાળાઓમાં છેલ્લાં 3 વર્ષમાં ત્રણ લાખનો વધારો થયો છે.

છેલ્લા 4 વર્ષમાં દેશમાં કુલ 7600 નવી સરકારી શાળાઓ ખુલી
2021-22માં માત્ર 42 જ નવી શાળાઓ ખોલવામાં આવી છે. છેલ્લા 4 વર્ષમાં દેશમાં કુલ 7600 નવી સરકારી શાળાઓ ખુલી છે જેમાં બિહારમાં 2827 શાળાઓ નવી ખુલી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ