બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની ચોથી અને છેલ્લી ટેસ્ટ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. મેચનો આજે ત્રીજો દિવસ હતો. ટોસ જીતીને પહેલા બેટીંગ કરતા ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 205 રન બનાવ્યા જેનાં જવાબમાં ભારતે પહેલી ઈનિંગમાં 365 રન બનાવ્યા. જેથી ભારતે ઈંગ્લેન્ડ પર 160 રનની લીડ પ્રાપ્ત કરી હતી. જેમાં રિષભ પંતે 101 જ્યારે વોશિંગ્ટન સુંદરે 96 રનની નોટઆઉટ ઈનિંગ રમી હતી. પણ ઈંગ્લેન્ડનાં ખેલાડીઓ ભારતે આપેલી 160ની લીડને પણ પૂરી ના કરી શક્યા અને 135નાં સ્કોર પર ઓલ આઉટ થઈ ગયા હતા. જેથી ભારતે મેચ ઈનિંગ અને 25 રને વિજય પ્રાપ્ત કર્યો છે.
#TeamIndia complete an innings & 2⃣5⃣-run win as @ashwinravi99 picks up his 3⃣0⃣th five-wicket haul in Tests. 👏👏
— BCCI (@BCCI) March 6, 2021
India bag the series 3-1 & march into the ICC World Test Championship Final. 👍🙌@Paytm #INDvENG
Scorecard 👉 https://t.co/9KnAXjaKfb pic.twitter.com/ucvQxZPLUQ
ADVERTISEMENT
ઈંગ્લેન્ડ સામે ભારતનો ઈનિંગ અને 25 રન સાથે ભવ્ય વિજય
ADVERTISEMENT
ઈંગ્લેન્ડને ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારતે 3-1થી હરાવી દીધી છે. અશ્વિને ભારતને જ્યારે 2 વિકેટની જરુર હતી ત્યારે ઈંગ્લેન્ડનાં પૂછડિયા ખેલાડીઓને આઉટ કરીને 135 રનમાં સમેટીને ભારતે ચોથી ટેસ્ટ અને સિરીઝ પોતાના નામે કરી લીધી છે.
4th Test. It's all over! India won by an innings and 25 runs https://t.co/9KnAXjslDL #INDvENG @Paytm
— BCCI (@BCCI) March 6, 2021
ADVERTISEMENT
અક્ષરનો ઈંગ્લેન્ડ પર ફરી પાછો પંજો, અંગ્રેજો ફરી આવ્યા ઘૂંટણીયે
ADVERTISEMENT
અક્ષર પટેલે ફરીથી ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટ ઝડપી, ઈંગ્લેન્ડનો સ્કોર 111 રન પર 8 વિકેટ છે. અક્ષર પટેલે ડોમ બેસને 2 રને પેવિલિયન ભેગો કર્યો. ભારત ટેસ્ટ મેચ જીતવા પર ફક્ત 2 વિકેટ દૂર.
Another Test, another five-wicket haul 👏👏@akshar2026 scalps his 5th wicket of the innings as England lose their 8⃣th wicket. 👌👌@Paytm #INDvENG #TeamIndia
— BCCI (@BCCI) March 6, 2021
Follow the match 👉 https://t.co/9KnAXjaKfb pic.twitter.com/z8aGWHLPvj
ADVERTISEMENT
અક્ષરે લીધી ચોથી વિકેટ
ઈંગ્લેન્ડનાં બેન ફોક્સને અક્ષર પટેલે 13 રને આઉટ કરી દીધો છે તેની સાથે અક્ષરની ઈનિંગમાં ચાર વિકેટ થઈ ગઈ છે. હાલ ઈંગ્લેન્ડનો સ્કોર 109 રન પર 7 વિકેટ છે.
Another one bites the dust!
— BCCI (@BCCI) March 6, 2021
Axar has 4⃣ as Ben Foakes is dismissed courtesy a brilliant catch in the slips by Ajinkya Rahane 👌👌
England 7⃣ down now.@Paytm #INDvENG #TeamIndia
Follow the match 👉 https://t.co/9KnAXjaKfb pic.twitter.com/ziO4ij12o0
ઈંગ્લેન્ડને છઠ્ઠો ઝટકો
ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રુટની વિકેટ રવિચંદ્રન અશ્વિને ખરવી દીધી છે. જો રુટ તેની બેટીંગથી ક્રિઝ પર થોડો સેટ થઈ રહ્યો હોય તેમ જણાઈ રહ્યું હતું પણ અશ્વિનની ફિરકીમાં તે ફસાઈ ગયો અને 30 રન બનાવીને પેવિલિય ભેગો થઈ ગયો. ત્યારે ઈંગ્લેન્ડનો સ્કોર 71 રન પર 6 વિકેટ હતો.
England 6⃣ down!
— BCCI (@BCCI) March 6, 2021
The tag team work between @akshar2026 & @ashwinravi99 continues! 🤝🤝@Paytm #INDvENG #TeamIndia
Follow the match 👉 https://t.co/9KnAXjaKfb pic.twitter.com/d9cB85PseI
ઈંગ્લેન્ડે પાંચમી વિકેટ ગુમાવી
ઈંગ્લેન્ડનાં ખેલાડીઓ હજુ પણ અમદાવાદની પીચને સમજી નથી શક્યા દરેક પ્લેયરને ક્રિઝ પર ટકી રહેવામાં પડી રહી છે મુશ્કેલીઓ. ઈંગ્લેન્ડની પાંચમી વિકેટ પણ પડી ગઈ છે. ઓલી પોપ 15 રન બનાવીને અક્ષર પટેલની ઓવરમાં વિકેટ કીપર રિષભ પંતને કેચ થમાવી બેઠો છે.
4th Test. 24.5: WICKET! O Pope (15) is out, st Rishabh Pant b Axar Patel, 65/5 https://t.co/9KnAXjslDL #INDvENG @Paytm
— BCCI (@BCCI) March 6, 2021
119 રન પાછળ
41 રન પર 4 વિકેટ ગુમાવનાર ઈંગ્લેન્ડની ટીમને જો હારથી બચવુ હશે તો. કેપ્ટન જો રુટે કપ્તાની ઇનિંગ રમવી પડશે અને ઈંગ્લેન્ડ ભારતથી હજુ 119 રન પાછળ છે તે જેટલુ લાંબુ તે ક્રિઝ પર ટકશે તેટલો ઈંગ્લેન્ડને ફાયદો મળી શકે છે.
2⃣nd wicket of the innings
— BCCI (@BCCI) March 6, 2021
6⃣th wicket in the match @akshar2026 strikes as Ben Stokes departs. 👌👌
England 4⃣ down. @Paytm #INDvENG #TeamIndia
Follow the match 👉 https://t.co/9KnAXjaKfb pic.twitter.com/e3G3jVB66n
30નાં સ્કોર પર ઈંગ્લેન્ડને ચોથી વિકેટ પણ ગુમાવી
ઈંગ્લેન્ડનાં ખેલાડીઓ સ્પીનને રમવામાં સદંતર નાકામયાબ રહ્યાં હતા. અનુભવી બેન સ્ટોક્સ પણ સ્પિન બોલિંગમાં સસ્તામાં આઉટ થઈ ગયો હતો. તેણે ફક્ત 1 રન બનાવ્યો અને કોહલીને કેચ આપી બેઠો. જેથી 30નાં સ્કોર પર ઈંગ્લેન્ડને ચોથી વિકેટ પણ ગુમાવી પડી હતી. અક્ષર પટેલે આ ઈનિંગમાં બીજી વિકેટ પોતાના નામે કરી હતી. આ સિરીઝમાં તેણે 24 વિકેટ લીધી છે.
4th Test. 13.1: WICKET! B Stokes (2) is out, c Virat Kohli b Axar Patel, 30/4 https://t.co/9KnAXjslDL #INDvENG @Paytm
— BCCI (@BCCI) March 6, 2021
ઈંગ્લેન્ડની બેટીંગ નબળી જ રહી
બીજી ઈનિંગમાં પણ ઈંગ્લેન્ડની બેટીંગ નબળી જ રહી તેણે 20 રનનાં સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. સિબ્લીનાં રુપમાં ઈંગ્લેન્ડે ત્રીજી વિકેટ ગુમાવી જેને અક્ષર પટેલે આઉટ કર્યો હતો. તે 3 રન બનાવીને આઉટ થયો ત્યારે ઈંગ્લેન્ડ ભારતથી 140 રન પાછળ હતુ.
4th Test. 10.5: R Ashwin to J Root (16), 4 runs, 28/3 https://t.co/9KnAXjslDL #INDvENG @Paytm
— BCCI (@BCCI) March 6, 2021
ત્રીજા બોલ પર અશ્વિન વિકેટ ના લઈ શક્યો
ભારતને 365 રન સુધી સિમીત કર્યા બાદ ઈંગ્લેન્ડે તેની બીજી ઈનિંગની શરુઆત કરી હતી. બીજી ઈનિંગની શરુઆતમાં પણ ઈંગ્લેન્ડનાં ખેલાડીઓ લડખડાતા જોવા મળ્યા હતા. જેમાં લંચ બ્રેક સુધીતો ઈંગ્લેન્ડનો સ્કોર 6 રનનો હતો અને લંચ બાદ અશ્વિનની કમાલની બોલિંગમાં અગ્રંજ બેટ્સમેન ફસાયા હતા. અશ્વિને ઓપનર જેક ક્રાઇલી અને જોની બેરસ્ટોને સસ્તામાં એક પછી એક બે બોલમાં આઉટ કરી દીધા. જેથી તે હેટ્રીક બોલ પર પણ હતો પણ ત્રીજા બોલ પર અશ્વિન વિકેટ ના લઈ શક્યો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.