બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ending speculations of Bhikhaji Thakor going from one post to Congress

લોકસભા ચૂંટણી 2024 / 'હું ભાજપ છોડી...', ભીખાજી ઠાકોરની એક પોસ્ટથી કોંગ્રેસમાં જવાની અટકળોનો અંત, જાણો સમગ્ર મામલો

Vishal Khamar

Last Updated: 11:55 AM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠા ભાજપના પૂર્વ ઉમેદવારનો કોંગ્રેસમાં જોડાવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વાયરલ પોસ્ટને લઈ ભાજપનાં પૂર્વ ઉમેદવાર દ્વારા સ્પષ્ટતા કરી હતી કે કોંગ્રેસમાં જોડાવવાની વાત માત્ર અફવા છે.

છેલ્લા ત્રણ દિવસથી સાબરકાંઠાનાં ભાજપનાં ઉમેદવારનો ટિકીટ પરત કરવાનો મામલો ચર્ચામાં છે. ત્યારે ભાજપનાં લોકસભાના ઉમેદવારની કોંગ્રેસમાં જોડાવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ફરી સાબરકાંઠાનાં રાજકારણમાં ચહલપહલ વધી જવા પામી હતી. જે બાબતે તેઓ દ્વારા સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. 

ભીખાજીએ પોસ્ટ મુકતા કોંગ્રેસમાં જોડવાની અટકળોનો અંત
સાબરકાંઠાનાં ભાજપનાં પૂર્વ ઉમેદવાર ભીખાજીનો મેસેજ વાયરલ થતા ભાજપનાં નેતાઓ ફરી દોડતા થઈ જવા પામ્યા હતા. ત્યારે ભીખાજી કોંગ્રેસમાં જોડાવવા જઈ રહ્યા હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જે પોસ્ટને લઈ ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી. કે હું ભાજપ છોડીને કોઈપણ અન્ય પક્ષમાં જોડાવાનો નથી. કોંગ્રેસમાં જોડાવવાની વાત માત્ર અફવા છે. ભીખાજીએ પોસ્ટ મુકતા કોંગ્રેસમાં જોડવાની અટકળોનો અંત આવ્યો હતો. 

સોશિયલ મીડિયામાં વિરોધ થયો

ભાજપ દ્વારા મહિલાને લોકસભાની ટીકીટ આપવામાં આવતા ભીખાજીનાં સમર્થકો દ્વારા  સોશિયલ મીડિયામાં યુથ ઓફ બીજેપી, એસકે ગ્રુપ, ભીખાજી ઠાકોર ફેન ક્લબ ગ્રુપમાં વિરોધ કર્યો હતો.બીજેપી અરવલ્લી ડિસ્ટ્રીક્ટર ગ્રુપમાં વિરોધ થયો હતો. પ્રાંતિજ યુવા મોરચા ગ્રુપમાં પણ વિરોધ થયો હતો. તલોદ તાલુકાનાં ભાજપનાં સંગઠનમાં ઉપપ્રમુખનો ઓડિયો વાયરલ થયો હતો. કોંગ્રેસમાંથી આવેલાને લોકસભા લડાવવા નીકળ્યા છો. જો મહિલાને ટિકીટ આપવી હોય તો રેખાબા ઝાલાને ટીકીટ આપો.  શોભનાબેનનો વિરોધ છે.  જીલ્લા કે તાલુકામાં શોભનાબેનનું ક્યાંય નામ નથી. અન્ય કાર્યકરોએ પણ ઓડિયો મેસેજ મુકી આક્રોશ ઠાલવ્યો હતો. 

વધુ વાંચોઃ આજે કમલમ ખાતે મહત્વની બેઠક: તમામ MLAs સહિત મંત્રીઓને ઉપસ્થિત રહેવા આદેશ, ચર્ચાશે વિવિધ મુદ્દા

સમગ્ર કાંડમાં અરવલ્લી જીલ્લા ભાજપ પ્રમુખે મુખ્ય ભૂમિકા ભજવી હોવાની ચર્ચા

સાબરકાંઠામાં લોકસભા ભાજપ ઉમેદવારના અટક કાંડને લઇ ચાલી રહેલ વિવાદે ભીખાજીની ટીકીટ હાથમાંથી ગયાની જિલ્લા ભાજપમાં ચર્ચાઓ વહેતી થઇ છે..ભાજપે ભીખાજીની ટિકિટ પરત ખેંચી હોવાની ચર્ચાઓ જિલ્લામાં ચર્ચાઇ રહી છે. ભીખાજીએ ગઇકાલે પોતે ચૂંટણી નહી લડેની જાહેરાત કરી છે ત્યારે ભીખાજીની ચૂંટણી ન લડવાના કેટલાક કારણો સામે આવી રહ્યા છે. જેને લઇ જિલ્લા ભાજપમાં ચર્ચાઓ થઇ રહી છે..જોકે સૂત્રો તરફથી મળતી માહીતી મુજબ સમગ્ર કાંડમાં અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલે મુખ્ય ભૂમીકા ભજવી હોવાની ચર્ચા ચાલી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ