બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / A meeting will be held in Kamalam at the presiding office of the state president regarding the Lok Sabha elections

લોકસભા ચૂંટણી 2024 / આજે કમલમ ખાતે મહત્વની બેઠક: તમામ MLAs સહિત મંત્રીઓને ઉપસ્થિત રહેવા આદેશ, ચર્ચાશે વિવિધ મુદ્દા

Vishal Khamar

Last Updated: 12:59 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણીને લઈ આજે કમલમ ખાતે મહત્વની બેઠક પ્રદેશ ભાજપ પ્રમુખનાં અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. ભાજપ તમામ ધારાસભ્યો, જીલ્લા પ્રમુખો, પ્રભારી સહિત રાજ્ય સરકારનાં મંત્રીઓ પણ બેઠકમાં હાજર રહેશે.

ભાજપ પક્ષ દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપના તમામ ઘારાસભ્યો, જીલ્લાના પ્રમુખો અને પ્રભારીઓની બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ છે. ક્મલમ ખાતે 12ઃ30 કલાકે મળનારી બેઠકમાં રાજ્ય સરકારના મંત્રીઓ પણ હાજર રહેશે, મહત્વની વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીમાં 5 લાખની લિડનો ટાર્ગેટ સાથે તમામ બેઠકો જીતવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. ત્યારે ભાજપના ઘારાસભ્યો સાથે વિઘાનસભા 2022ની ચૂંટણીનો વોટ શેરીંગની વિગતો માંગવામાં આવશે અને નબળા બુથોને મજબુત કઇ રીતે કરવુ તે રીતનુ આજની બેઠકમાં આયોજન કરવામાં આવશે.

લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્ટિવઃ ગુજરાતની 26 બેઠકો કબજે કરવા ઘડાયો નવો  પ્લાન!, અન્ય રાજ્યોના નેતાઓને સોંપાઈ જવાબદારી | Gujarat BJP Active for 2024  Lok ...

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ પક્ષ દ્વારા 25 એપ્રીલ સુઘીના અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા.તેમજ છેલ્લા 10 દિવસથી કમલમ ખાતે અનેક મોચરાની બેઠકો યોજીને કાર્યકર્તાએ જન જન સુઘઈ પહોંચવાની ચૂંચનાઓ આપવામાં આવી છે. ત્યારે વિઘાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે જ્યાં ઓછી લિડથી જીત મેળવી છે અને જ્યાં જ્યાં કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોની જીત થઇ છે તેવી બેઠકો પર ભાજપ વધુને વધુ મત મેળવીને પાંચ લાખની સરસાઇ મેળવવા મથી રહી છે. 
 

2019 લોકસભામાં ભાજપની બેઠકવાર લીડ

બેઠક લીડ
કચ્છ 3.05 લાખ
બનાસકાંઠા 3.68 લાખ
પાટણ 1.93 લાખ
મહેસાણા 2.81 લાખ
સાબરકાંઠા 2.68 લાખ
ગાંધીનગર 5.57 લાખ
અમદાવાદ પૂર્વ 4.34 લાખ
અમદાવાદ પશ્ચિમ 3.21 લાખ
સુરેન્દ્રનગર 2.77 લાખ
રાજકોટ 3.68 લાખ
પોરબંદર 2.29 લાખ
જામનગર 2.36 લાખ
જૂનાગઢ 1.50 લાખ
અમરેલી 2.01 લાખ
ભાવનગર 3.29 લાખ
આણંદ 1.97 લાખ
ખેડા 3.67 લાખ
પંચમહાલ 4.28 લાખ
દાહોદ 1.27 લાખ
વડોદરા 5.89 લાખ
છોટાઉદેપુર 3.77 લાખ
ભરૂચ 3.34 લાખ
બારડોલી 2.15 લાખ
સુરત 5.48 લાખ
નવસારી 6.89 લાખ
વલસાડ 3.53 લાખ

વધુ વાંચોઃ ગુજરાત ભાજપમાં ટાંટિયાખેંચનું વધતું ચલણ, બે કિસ્સાએ દિલ્હી દરબારને ચોંકાવ્યા, ધરખમ ફેરફારના એંધાણ

વર્ષ 2019ની લોકસભાની વાત કરવામાં આવે તો 26 બેઠકો માંથી ફક્ત ગાંઘીનગર, બરોડા, સુરત અને નવસારી બેઠકો પર 5 લાખથી વધારાની લિડ મળી હતી પરંતુ 21 બેઠકો એવી છે જેમાં ફક્ત 4.50 લાખની લીડ પ્રાપ્ત થઇ હતી. જ્યારે 10 બેઠકો પર પર તો 1 લાખથી 3 લાખ સુઘીનુ લિડ હતી. ત્યારે હવે લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પાંચ લાખની સરસાઇથી જીતવા માટે ભાજપે એડી ચૈટીનુ જોર લગાવવુ પડશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ