બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / વિશ્વ / Elon Musk sold 4.4 million shares of Tesla

સ્પષ્ટતા / Twitter ખરીદવાના પૈસા ભેગા કરવા એલન મસ્કે કર્યુ આ કામ, કહ્યું હવે ક્યારેય આવું નહીં કરું

Dhruv

Last Updated: 12:23 PM, 29 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે TESLA ના 44 લાખ શેર વેચી માર્યા. જેના લીધે તેઓએ ટ્વિટ કરીને કહેવું પડ્યું કે, 'ફરી વાર આવું નહીં કરું.'

  • એલન મસ્કે TESLA ના 44 લાખ શેર વેચી માર્યા
  • શેર વેચ્યાના સમાચાર ચર્ચામાં આવતાની સાથે જ કર્યું ટ્વિટ
  • આજ પછી ટેસ્લાના શેર વેચવાની કોઈ યોજના નહીં : મસ્ક

એલન માસ્ક હાલમાં માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Twitter નો કરાર પૂર્ણ કરવા માટે ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયામાં છે. આ અંતર્ગત તેઓએ એકવાર ફરી પોતાની કંપની ટેસ્લાના 44 લાખ શેર વેચી માર્યા છે. આ માહિતી અમેરિકી સિક્યોરિટીઝ ફાઇલિંગ દ્વારા સામે આવી છે. જો કે, આ અંગે મસ્કે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, 'આજ પછી આગળ ટેસ્લાના શેરનું વેચાણ કરવાનું કોઇ આયોજન નથી.'

મસ્કે ટ્વિટ કરીને કહી દીધી આ મોટી વાત

શેર વેચવાના સમાચાર સામે આવતાની સાથે જ એલન મસ્ક દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું. જેમાં તેઓએ ટેસ્લાના શેરના તાજેતરના જ વેચાણ અંગેની પુષ્ટિ કરી હતી અને ભવિષ્યમાં આવું ન કરવાનું પણ કહ્યું છે. વિશ્વના સૌથી મોટા અબજોપતિ અને ટેસ્લાના સીઈઓએ પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, 'આજ પછી ટેસ્લાના શેર વેચવાની કોઈ યોજના નથી.'

30 હજાર કરોડથી પણ વધુમાં શેર વેચ્યા

અમેરિકી સિક્યોરિટીઝ ફાઇલિંગમાં કહેવામાં આવ્યું કે, એલન મસ્કે ટેસ્લા ઇન્કના 44 લાખ શેર વેચી માર્યા છે અને તેનું વેચાણ 3.99 અબજ ડોલર એટલે કે 30 હજાર કરોડ રૂપિયાથી વધુમાં કરવામાં આવ્યું છે. અહીં નોંધપાત્ર બાબત તો એ છે કે, મસ્ક આ પહેલાં પણ અનેક વખત ટેસ્લાના શેર વેચી ચૂક્યા છે. મળતી માહિતી મુજબ આ શેર મંગળવાર અને બુધવારે વેચવામાં આવ્યા છે. રિપોર્ટમાં આને એલન મસ્કની ટ્વિટર ડીલ માટે ફંડ એકત્ર કરવાની કવાયત તરીકે ઓળખવામાં આવી છે.

44 બિલિયન ડૉલરમાં થઇ છે ટ્વિટર ડીલ

ઉલ્લેખનીય છે કે, એલન મસ્કે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર સાથે કરાર કર્યો છે. ભૂતકાળમાં, તેઓએ ટ્વિટરમાં 9.2 ટકા હિસ્સો ખરીદ્યો હતો અને થોડા દિવસો બાદ તેઓએ આખું ટ્વિટર ખરીદી લીધું. આ ડીલ 44 બિલિયન ડૉલર (રૂ. 3.37 લાખ કરોડ) માં કરવામાં આવી. એવું માનવામાં આવે છે કે, તેઓએ ટ્વિટરની ખરીદીના નાણાં ચૂકવવા માટે પોતાની કંપનીના શેર વેચ્યા છે.

તજજ્ઞોએ આપ્યું આ અનુમાન

ટેસ્લાના 44 લાખ શેરોના વેચાણની ચર્ચા સામે આવતાની સાથે જ આ અંગે જાણકારોનું એમ માનવું છે કે, એલન મસ્કને 44 બિલિયન ડૉલરની ટ્વિટર ડીલના 21 બિલિયન ડૉલરને કવર કરવા માટે ટ્વિટરમાં પોતાના હોલ્ડિંગ સાથે પણ વ્યવહાર કરવો પડી શકે છે. મસ્કે અંગત રીતે પણ આ ગેરંટી આપી હતી. આ સાથે તમને જણાવી દઈએ કે ટેસ્લાના શેરમાં મોટા ઘટાડાના કારણે એવાં સમાચાર પણ ચર્ચામાં આવી રહ્યાં છે કે આ ડીલ કેન્સલ પણ થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ