બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / બિઝનેસ / elon musk is coming to india know schedule

બિઝનેસ / શું છે એલન મસ્કનો ભારત આવવાનો મુખ્ય ઉદ્દેશ? આખરે ટેસ્લાની એન્ટ્રી થતા દેશને શું ફાયદો થશે? જાણો

Arohi

Last Updated: 09:28 AM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Elon Muck Coming To India: ટેસ્લા, એક્સ અને સ્પેસએક્સ સહિત ઘણી કંપનીઓના CEO અને દુનિયાના ત્રીજા સૌથી ધનીક વ્યક્તિ એલન મસ્ક ભારત આવી રહ્યા છે. મસ્કની ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ભારતમાં મોટા રોકાણની તૈયારીમાં છે.

ટેક ટાઈકૂન એકલન મસ્ક 21 અને 22 એપ્રિલે ભારત પ્રવાસ પર આવવાના છે. જાણકારી અનુસાર તે અમુક મોટા ઈન્વેસ્ટમેન્ટની જાહેરાત કરશે. કારણ કે તેમની આ યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેનાથી ભારતમાં શું બદલાશે આવો જાણીએ. 

શું છે એલન મસ્કની યાત્રાનો હેતું? 
એલન મસ્ક પહેલી ભારત યાત્રા પર આવી રહ્યા છે. તે પીએમ મોદીને પણ મળશે. તે પોતાની બે કંપનીઓ ઈલેક્ટ્રિક કાર બનાવતી ટેસ્લા અને સેટેલાઈટ ઈન્ટરનેટ કંપની સ્ટારલિંકનું કામ ભારતમાં શરૂ કરવા માંગે છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે ભારતમાં 2થી 3 બિલિયન ડોલરના ઈન્વેસ્ટમેન્ટની વાત કરી શકે છે. 

નવી EV પોલિસી
ભારતમાં EV પર ઈન્પોર્ટ ટેક્સ 100 ટકા હતો. મસ્ક તેમાં છૂટછાટ મેળવવા માંગતા હતા. ભારત સરકારે EV પોલિસીને મંજૂર આપી. ટેક્સ 100થી ઘટાડીને 15 ટકા કરી દીધો પરંતુ શરત એ હતી કે કંપની ભારતમાં ઓછામાં ઓછા 500 મિલિયન ડોલર ઈન્વેસ્ટ કરે અને મેન્યૂફેક્ચરિંગ યુનિટ લગાવે. તેનાથી મસ્કનો રસ્તો સ્પષ્ટ થયો. હવે દેશના ઘણા રાજ્ય મસ્કની યુનિટ માટે રાહ જોઈ રહ્યા છે. 

ટેસ્લા આવવાથી ભારતમાં શું બદલાશે? 
ભારતમાં ટાટા, એમજી મોટર્સ, મહિંન્દ્રા મુખ્ય રીતે EV કાર કંપનીઓ છે. પેસેન્જર્સ વીકલ સેલમાં બે ટકા જ EVનું સેગ્મેન્ટ છે. ભારત પોતાના મેન્યૂફેક્ચરિંગ માર્કેટને મજબૂત કરવા માંગે છે. ટેસ્લા યુનિEટ લગાવે તો મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટને ચારચાંદ લાગી શકે છે. 

ટેસ્લાએ ટાટા ઈલેક્ટ્રોનિક્સ સાથે ડીલ કરી છે કે તે તેનાથી પોતાના દુનિયાભરના ઓપરેશન માટે સેમિકંડક્ટર ચિપ લેશે એટલે ટેસ્લા ભારતમાં સપ્લાય ચેનની પણ ઈચ્છા ધરાવે છે. ટેસ્લા ભારતમાં મોડલ 2ની કારો બનાવવામાં આવશે. તેની કિંમત 25 લાખ રૂપિયાની આસપાસ હશે. ભારતમાં પહેલાથી ઈ-કારો બનાવી રહેલી કંપનીઓ માટે કોમ્પિટીશન વધાશે. લોકોને વધારે ઓપ્શન મળશે. 

ટેસ્લાને ભારત આવવાના શું ફાયદા થશે? 
ટેસ્લાના સેલમાં ઘટાડો નોંધાયો છે. વાર્ષિક કમાણી પણ પાછલા બે વર્ષથી ઘટી છે. તેનું કારણ એ છે કે તેને ચીની અને યુરોપિયન કંપનીઓથી મોટી ટક્કર મળી રહી છે. ટેસ્લા ભારત આવે તો તેને નવા કંઝ્યુમર બેસ મળશે. 

સ્ટારલિંક માટે કઈ કઈ સમસ્યાઓ હતી? 
સ્ટારલિંક પણ ભારતીય SATCom માર્કેટમાં આવવાનું સપનું 2022થી જોઈ રહી છે પરંતુ કાયદાકીય અડચણો સામે આવી રહી છે. 2023માં ટેલિકોમ એક્ટ પાસ કરી ભારત સરકારે અમુક અડચણો દૂર કરી છે. હવે સરકારે કહ્યું છે કે સ્ટારલિંકને લાઈસન્સ આપવાનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. બસ ગૃહ મંત્રાલયની મંજૂરી બાકી છે. ભારતમાં સ્ટારલિંકની એન્ટ્રી લગભગ નક્કી છે. તેનાથી લોકોને સેટેલાઈટ આધારિત ઈન્ટરનેટ મળશે.

વધુ વાંચો: ટેસ્લામાં લાગશે Tataની ચીપ, ભારત આવતા પહેલા એલન મસ્કે કર્યો મોટો સોદો, જાણો વિગત

સ્પેસ X માટે શું સંભાવનાઓ હોઈ શકે છે? 
સ્પેસ X સસ્તા ભાવે સ્પેસમાં સેટેલાઈટ મોકલવાનું કામ કરે છે. 2023માં ઈન્ડિયન સ્પેસ પોલિસી આવી. સરકારે આ સેક્ટરમાં FDI નિયમોને પણ સરળ બનાવ્યા છે. એવામાં ભારતમાં સ્પેસ એક્સની એન્ટ્રીના રસ્તામાં પણ કોઈ મોટી અડચણ નથી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ