બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Edible oil prices have come down in Gujarat

ગુડ ન્યૂઝ / ગૃહિણીઓ માટે ખુશખબર આવી, સીંગતેલના ભાવમાં ધાર્યા કરતાં પણ મોટો ઘટાડો, એક ડબ્બો હવે આટલામાં પડશે

Malay

Last Updated: 09:47 AM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Edible oil prices fell: જીવન જરૂરિયાતની વસ્તુને લઈને જનતા મોંઘવારીના મારમાં પિસાઈ રહી છે. ત્યારે હવે રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છે. જે એક સારા સમાચાર છે.

 

  • રાજ્યમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર
  • રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં નોંધાયો ઘટાડો
  • સીંગતેલ, કપાસિયા તેલ અને પામોલિનના ઘટ્યા ભાવ

રાજ્યમાં કુદકેને ભૂસકે વધી રહેલ કાળઝાળ મોંઘવારી વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલનાં ભાવ આસમાને આંબી રહ્યા છે, જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું હતું. ત્યારે રાજ્યમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સીંગતેલ, કપાસિયા તેલ, પામોલિન તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 

સીંગતેલના ભાવમાં ફરી ભડકો: 10 દિવસમાં જ ડબ્બે ઝીંકાયો આટલાનો વધારો, ફરીવાર  ગૃહિણીઓનું બજેટ ડગમગ્યું | Coconut oil prices flare up again: this much  increase in just 10 days

ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો
સીંગતેલની લેવાલી ઘટતા ભાવમાં રાહત થઈ છે. સીંગતેલમાં છેલ્લા 17 દિવસમાં 15 કિલોના ડબ્બે રૂપિયા 130નો ઘટાડો થયો છે. જે બાદ ડબ્બાનો ભાવ 2810થી 2860 રૂપિયા થયો છે. આ જ સીંગતેલ 17 દિવસ પહેલા તા. 8 એપ્રિલે રેકોર્ડ રૂ. 2940- 2990ના ભાવે પહોંચ્યું હતું. 

કપાસિયા તેલ અને પામોલિન તેલના પણ ઘટ્યા ભાવ
સીંગતેલની સાથે કપાસિયા તેલના ભાવ પણ ઘટ્યા છે. કપાસિયા તેલમાં ડબ્બે 90 રૂપિયાનો ઘટાડો થયો છે. જે બાદ કપાસિયા તેલનો ભાવ 1750 રૂપિયા થયો છે. આ સાથે જ પામોલિન તેલમાં રૂ.50ના ઘટાડા સાથે ડબ્બાનો ભાવ 1505થી 1510 રૂપિયા થયો છે. 

ખાદ્ય તેલ સસ્તું થતા ગુજરાતની ગૃહિણીઓને મોટી રાહત, જાણો ભાવમાં કેટલાનો થયો  ઘટાડો | A big relief for the housewives of Gujarat as edible oil becomes  cheaper

સીંગતેલના ભાવ 2940-2990 સુધી પહોંચ્યા હતા
આપને જણાવી દઈએ કે, 17 દિવસ પહેલા રાજ્યમાં સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2940-2990 સુધી પહોંચ્યા હતા. જેથી કેટલાક લોકોએ ઘરેલુ વપરાશમાં કપાસિયાનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. સીંગતેલની લેવાલી નહીં હોવા છતાં તેના ભાવ આશ્ચર્યજનક રીતે વધતા જતા હતા. ત્યારે હવે ભાવમાં ઘટાડો થયા લોકોને થોડી રાહત થઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ