બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / E20 પેટ્રોલથી કારને નુકસાન થાય તો મળશે ઈન્શ્યોરન્સ ક્લેમ? જાણો નિયમો

તમારા કામનું / E20 પેટ્રોલથી કારને નુકસાન થાય તો મળશે ઈન્શ્યોરન્સ ક્લેમ? જાણો નિયમો

Jinal Chauhan

Last Updated: 02:17 PM, 15 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવ અને ઇંધણના ભાવમાં વધારો વચ્ચે E20 પેટ્રોલ ફરી ચર્ચામાં આવ્યું છે. પરંતુ દરેક કાર E20 ફ્યુઅલ માટે યોગ્ય નથી તેથી વાહન માલિકોએ સાવચેત રહેવાની જરૂર છે.

E20 પેટ્રોલ એટલે 20 ટકા ઇથેનોલ અને 80 ટકા પેટ્રોલનું મિશ્રણ. સરકાર અને ઓટોમોબાઈલ ક્ષેત્ર દ્વારા તેને પર્યાવરણ માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે. જોકે, તમામ વાહનો ખાસ કરીને જૂની કારો E20 ફ્યુઅલ પર ચલાવવા માટે બનાવવામાં આવી નથી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, E20 માટે અનુકૂળ ન હોય તેવી કારમાં આ ફ્યુઅલનો સતત ઉપયોગ એન્જિન અને ફ્યુઅલ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં ઈન્શ્યોરન્સ ક્લેમ મળશે કે નહીં તે પણ મહત્વનો પ્રશ્ન બની ગયો છે.

E20 કમ્પેટિબલ એન્જિન કેમ અલગ હોય છે?

E20 ફ્યુઅલ માટે બનાવાયેલા વાહનોમાં ખાસ પ્રકારની ફ્યુઅલ લાઈન, ગાસ્કેટ અને સુધારેલી ફ્યુઅલ મેપિંગ સિસ્ટમ હોય છે. ઉપરાંત, આ વાહનોમાં વધુ કમ્પ્રેશન રેશિયો હોય છે જેથી ઇથેનોલવાળા ઇંધણનો યોગ્ય ઉપયોગ થઈ શકે. ઇથેનોલના દહનના ગુણધર્મો સામાન્ય પેટ્રોલ કરતાં અલગ હોવાથી સામાન્ય એન્જિન પર તેની અસર પડી શકે છે.

જૂની કાર ધરાવતા લોકો શું ધ્યાન રાખે?

જો તમારી કાર જૂની છે તો E20 ફ્યુઅલ ભરાવતા પહેલાં તે E20 માટે યોગ્ય છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી છે. ઉત્પાદક કંપનીની માર્ગદર્શિકા અથવા સર્વિસ સેન્ટર પાસેથી માહિતી મેળવી શકાય છે.

ઈન્શ્યોરન્સ ક્લેમ પર શું અસર પડી શકે?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી માહિતી અનુસાર, જો કોઈ જૂની અને E20 માટે અનુકૂળ ન હોય તેવી કારમાં E20 ફ્યુઅલના ઉપયોગથી નુકસાન થાય અને ઈન્શ્યોરન્સ કંપની તેને ખોટો ઉપયોગ અથવા બેદરકારી માને, તો ક્લેમ નકારી શકાય છે.

vtv hiring

આ પણ વાંચોઃ પાણીમાં ડૂબવા પર પણ ફોન નહીં થાય ખરાબ, મળી ગઈ સિક્રેટ ટ્રિક

નવી કાર માટે ચિંતા ઓછી

જો વાહન E20-કમ્પેટિબલ હોય અને તેમાં E20 ફ્યુઅલનો ઉપયોગ કરવામાં આવે, તો સામાન્ય રીતે ઈન્શ્યોરન્સ કવરેજ પર કોઈ અસર પડતી નથી. પરંતુ જૂના વાહનોના માલિકોએ ફ્યુઅલ પસંદ કરતી વખતે ખાસ સાવચેતી રાખવી જોઈએ જેથી એન્જિનને નુકસાન અને ક્લેમ સંબંધિત સમસ્યાઓથી બચી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Engine Damage E20 Fuel Car Insurance Claim
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ