બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Dunki shah rukh khan receives ovation from censor board rajkumar hirani films

મનોરંજન / શું વાત છે! શાહરુખ ખાનની ફિલ્મને તો સેન્સર બોર્ડે આપ્યું સ્ટેન્ડિંગ ઓવેશન, જાણૉ શું છે ડંકી ફિલ્મની કહાની

Arohi

Last Updated: 02:12 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું વાત છે! શાહરુખ ખાનની ફિલ્મને તો સેન્સર બોર્ડે આપ્યું સ્ટેન્ડિંગ ઓવેશન, જાણૉ શું છે ડંકી ફિલ્મની કહાની | Dunki shah rukh khan receives ovation from censor board rajkumar hirani films

  • Dunkiને સેન્સર બોર્ડે આપી સ્ટેડિંગ ઓવેશન 
  • જાણો શું છે ફિલ્મની સ્ટોરી 
  • 21 ડિસેમ્બરે રિલીઝ થશે ફિલ્મ 

શાહરૂખ ખાન અને રાજકુમાર હિરાની ફિલ્મ ડંકી 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. એડવાન્સ બુકિંગની વાત કરીએ તો શાહરૂખ ખાનની આવનારી ફિલ્મનો ક્રેઝ દર્શકોની વચ્ચે દિવસેને દિવસે વધી રહ્યો છે. રિપોર્ટ અનુસાર 21 ડિસેમ્બરે ફિલ્મના શરૂઆતી દિવસો માટે 6394 શો માટે લગભગ 1,44,186 ટિકિટ પહેલા જ વેચાઈ ચુકી છે. જે ભારતમાં પહેલા દિવસે કમસે કમ 4.45 કરોડના કલેક્શનની પુષ્ટિ કરી રહ્યું છે. 

કિંગ ખાનની ફિલ્મ ડંકીને રિલીઝ પહેલા જ યુએઈના બોક્સ સિનેમામાં આયોજીત સેન્સર બોર્ડ સ્ક્રીનિંગ વખતે સ્ટેન્ડિંગ ઓવેશન મળી છે. તેની સાથે જ ફિલ્મને લઈને ફેંસની ઉત્સુકતા વધારે વધી ગઈ છે. 

શાહરૂખ ખાને ડંકીને લઈને કહી આ વાત 
શાહરૂખ ખાન હાલમાં જ પોતાની આવનાર ફિલ્મ ડંકીના પ્રમોશન માટે દુબઈ ગયા હતા. દુબઈમાં પ્રમોશનલ ઈવેન્ટમાં અભિનેતાએ પોતાની ફિલ્મ ડંકીને અત્યાર સુધીની બેસ્ટ ફિલ્મોમાંથી એક ગણાવી છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

પોતાની છેલ્લી ફિલ્મો, જવાન અને પઠાણ વિશે જણાવતા શાહરૂખ ખાને કહ્યું, "માટે જ્યારે મેં જવાન બનાવી તો મેં વિચાર્યું કે હું યુવકો અને યુવતીઓ માટે ફિલ્મ બનાવી છે. પરંતુ મેં પોતાના માટે કંઈ નથી બનાવ્યું પછી મેં ડંકી બનાવી.... તો આ મારી ફિલ્મ છે. આ ફિલ્મ મારા દિલના ખૂબ જ નજીક છે. 

શાહરૂખ ખાને આગળ કહ્યું, "જ્યારે હું પઠાણ કરી રહ્યો હતો તો ઘણા લોકો જે ફિલ્મ વિશે લખતા હતા તે ફિલ્મ નિર્માતાઓથી વધારે જાણતા જ હતા. તે કહી રહ્યા હતા કે હું કયા પ્રકારની ભુમિકાઓ કરી રહ્યો છું. માટે મને હકીકતમાં લાગ્યું કે મને આવી ફિલ્મો કરવી જોઈએ જે મારા દિલની નજીક હોય અને આ તેમાં શામેલ છે."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

શાહરૂખે કહ્યું, "મેં વર્ષની શરૂઆત પઠાણથી કરી જે હંમેશા લેડીઝ ફર્સ્ટ હતી અને હું વર્ષનો અંત પોતાના માટેની એક ફિલ્મથી કરવા માંગું છે. તો કૃપા 21 ડિસેમ્બરે ડંકી જુઓ. ફિલ્મમાં દરેકને કંઈક એવું મળશે જે તમારા દિલને સ્પર્શી જશે. ફિલ્મ તમને હસાવશે પણ ખરી."

શું છે ફિલ્મની સ્ટોરી? 
શાહરૂખ ખાને ડંકીનો મતલબ પણ સમજાવ્યો અને કહ્યું, "ડંકી એક ગેરકાયદેસર યાત્રા છે. જે ઘણા લોકો પોતાના દેશથી બહાર દુનિયાભરની સીમાઓના પાર જવા માટે કરે છે. તેને ડંકી જર્ની કહેવામાં આવે છે. તો આ ફિલ્મ બહાર જવા અને પોતાના માટે ભવિષ્યની તલાશ વિશે છે. પરંતુ પોતાના ઘરથી સૌથી વધારે પ્રેમ કરવા વિશે પણ છે. આ ઘર વાપસી વિશે છે. તમે દુનિયામાં ક્યાંય પણ રહી શકો છો પરંતુ તમે ફક્ત પોતાના દેશની ધરતી પર જ આરામ કરી શકો છો. તો ફિલ્મ તેના વિશે છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ