બ્રેકિંગ ન્યુઝ
મલાઈકા અરોડા અને અરબાઝ ખાનના દિકરા અરહાન ખાન હાલ પોતાના વોડકાસ્ટ ડંબ બિરયાનીના કારણે સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ તે પોતાના શોમાં પોતાના પિતા અને કાકા સોહેલ ખાન સાથે વાત કરતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
હવે આવનાર એપિસોડમાં તે પોતાની મા મલાઈકા સાથે મસાલેદાર ચર્ચા કરતા જોવા મળવાના છે. આ એપિસોડમાં અભિનેત્રી સોશિયલ મીડિયા અને લગ્ન વિશે પોતાના દિકરા સાથે વાત કરતી જોવા મળશે. લેટેસ્ટ એપિસોડની ઝલક સામે આવી ચુકી છે. જેને લઈને મા-દિકરો ચર્ચામાં આવી ગયા છે.
ADVERTISEMENT
પ્રોમો વીડિયો કર્યો શેર
બોડકાસ્ટના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરેલા પ્રોમો વીડિયોમાં જોઈ શકાય છે કે મલાઈકાએ અરહાન સાથે શારીરિક સંબંધ પર સવાલ કર્યો. ક્લિપમાં મલાઈકા પોતાના દિકરાને પુછતી જોવા મળી રહી છે કે તમારૂ કૌમાર્ય ક્યારે ભંગ થયું હતું? આ પ્રશ્ન પર અરહાન ચોંકી ઉઠે છે. ત્યાં જ વીડિયોમાં આગળ અરહાન પોતાની મમ્મીને પ્રશ્ન કરતા જોવા મળી રહ્યા છે કે તે લગ્ન ક્યારે કરવાના છે?
ADVERTISEMENT
વાયરલ થઈ રહ્યો છે પ્રોમો
સોશિયલ મીડિયા પર આ પ્રોમો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપના સામે આવ્યા બાદ હવે લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. મોટાભાગના લોકોને આ પ્રકારની વાતો બિલકુલ પસંદ નથી આવી. મા-દિકરાની વચ્ચે થઈ રહેલી આ પ્રકારની વાતચીતને લઈને તેમને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
વધુ વાંચો: એક્શન-થ્રીલરથી ભરપૂર છે આ વેબ સિરીઝ, જોશો તો મિર્ઝાપુરને પણ ભૂલી જશો, રેટિંગ છે 8.3
ADVERTISEMENT
એક યુઝરે લખ્યું, "દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ ભગવાન, કિતના બદલ ગયા ઈંસાન". એક અન્ય યુઝરે લખ્યું, "મલાઈકા અરોડાને અનફોલો કરવા જઈ રહ્યો છું." એક અન્ય શખ્સે લખ્યું, "એક માતા પોતાના બાળકને આવો પ્રશ્ન કઈ રીતે કરી શકે?"
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.