બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Due to the visit of PM Modi, these roads of Gandhinagar will be closed till 12 noon tomorrow

જાહેરનામું / PM મોદીના પ્રવાસને લઇ ગાંધીનગરના આ રસ્તાઓ આવતીકાલ 12 વાગ્યા સુધી રહેશે બંધ, આજ સાંજથી જ જાહેરનામું લાગુ

Malay

Last Updated: 10:36 AM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજભવન ખાતે રાત્રિ રોકાણ અને જાસપુર ખાતેના કાર્યક્રમને લઈને ગાંધીનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું

  • PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે 
  • અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું 
  • સેક્ટર 30 સર્કલથી ઇન્દ્રોડા પાર્ક સુધીનો માર્ગ બંધ 

Gandhinagar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના મહેમાન બનવાના છે. તેઓ આજે સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન કરશે. જે બાદ તેઓ ગાંધીનગર રાજભવન જવા રવાના થશે. PM મોદી 26 અને 27 સપ્ટેમ્બરના રોજ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરવાના હોવાથી અને જાસપુર ખાતેના કાર્યક્રમમાં હાજરી આપવા જવાના હોવાથી ગાંધીનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં આજે સાંજે 4 વાગ્યાથી આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી કયા કયા રસ્તાઓ બંધ રહેશે તે અંગે માહિતી આપવામાં આવી છે. 

VTV Gujarati News and Beyond on X: "PM Modi Gujarat Visit Breaking | 17  એપ્રિલના રોજ PM મોદી આવશે ગુજરાત પ્રવાસે: લોકસભા 2024ની ચૂંટણી પહેલા PM મોદી  કરશે સોમનાથ દાદાના દર્શન ...

જાણો કયા કયા રસ્તાઓ કરાયા બંધ
ગાંધીનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરત જોશી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવ્યા અનુસાર, ગાંધીનગરના સેક્ટર 30 સર્કલથી ઇન્દ્રોડા પાર્ક સુધીના માર્ગ પર વાહનવ્યવહાર આજે સાંજે 4 વાગ્યાથી આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી બંધ રહેશે. આ ઉપરાંત ઇન્દ્રોડા પાર્કના રસ્તા પરથી પસાર થતા વાહનોને ડાયવર્ટ કરાશે. આ રોડ તરફ જતા વાહનોને ઘ રોડ તરફ ડાયવર્ટ કરાશે. જ્યારે ચિલોડા તરફથી આવતા વાહનોને રોડ નંબર 7 પર ડાયવર્ટ કરાશે.

ઇન્દિરા બ્રિજથી ચિલોડા સર્કલ 'નો પાર્કિંગ ઝોન' જાહેર
PM મોદીના જાસપુર ઉમિયા ધામના કાર્યક્રમ હાજરી આપશે. જેથી ઇન્દિરા બ્રિજથી ચિલોડા સર્કલ સુધીના રોડ પર 50 મીટર સુધીનો વિસ્તાર 'નો પાર્કિંગ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. તો ઇન્દ્રોડા સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના રોડ પર 50 મીટર સુધીનો વિસ્તાર 'નો પાર્કિંગ ઝોન' જાહેર કરાયો છે. 

આજે PM મોદી ત્રીજો રોડ-શૉ કરે તેવી શક્યતા: ઈન્દિરા બ્રિજથી-SP સ્ટેડિયમ સુધી  ભવ્ય સ્વાગતની તૈયારી | pm modi may do third road show in stadium
ફાઈલ તસવીર

રાજભવનમાં યોજાઈ શકે છે બેઠક
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રી રોકાણ ગાંધીનગર રાજભવન ખાતે કરશે. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજભવન ખાતે પીએમ મોદી કેટલાક મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ સાથે મુલાકાત કરી શકે છે. તો રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ આજે બેઠક યોજાઈ શકે છે. 

જાણો પીએમ મોદીનો સમગ્ર કાર્યક્રમ 
- PM મોદી આવતીકાલથી 2 દિવસ ગુજરાત પ્રવાસે
- 26 સપ્ટેમ્બર સાંજે PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોચશે
- અમદાવાદ એરપોર્ટ પર PM મોદીનું અભિવાદન કરાશે
- સંસદમાં મહિલા અનામત બિલ પાસ થતા મહિલાઓ દ્વારા અભિવાદન કરાશે
- 27 સપ્ટેમ્બરે અમદાવાદ સાયન્સ સિટીમાં કાર્યક્રમમાં હાજરી આપશે
- વાયબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપશે
- છોટાઉદેપુરમાં 5206 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે
- મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂ.4505 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ
- રૂ.1426 કરોડના કામોનું લોકાર્પણ, રૂ.3079 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે
- 9088 નવા વર્ગખંડો, 50300 સ્માર્ટ ક્લાસરૂમ અપગ્રેડેશનનું ખાતમુહૂર્ત
- 19600 કોમ્પ્યુટર લેબ્સ, 12,622 વર્ગખંડોનું અપગ્રેડેશનનું ખાતમુહૂર્ત
- 7500 ગામોમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાપર્ણ
- દાહોદ ખાતે 23 કરોડના ખર્ચે આકાર પામેલી નવોદય વિદ્યાલયનું લોકાપર્ણ
- દાહોદમાં 10 કરોડના ખર્ચે બનાવેલા FM રેડિયો સ્ટુડિયોનું કરશે લોકાર્પણ
- વડોદરા ખાતેના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આપશે હાજરી
- વડોદરાના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ PM દિલ્હી જવા રવાના થશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ