બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / dry basil also has miraculous benefits prosperity in the house sookhi tulsi upay

ઉપાય / સૂકાયેલી તુલસી પણ તમને કરી દેશે માલામાલ, બસ કરો આ કામ, ઘરમાં બની રહેશે સુખ-સમૃદ્ધિ

Manisha Jogi

Last Updated: 08:42 AM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મમાં વાસ્તુનું વિશેષ મહત્ત્વ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલાક છોડ લગાવવા તે શુભ માનવામાં આવે છે. આવો જાણીએ સુકી તુલસીના ઉપાય.

  • હિંદુ ધર્મમાં વાસ્તુનું વિશેષ મહત્ત્વ
  • તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ આવે છે
  • આવો જાણીએ સુકી તુલસીના ઉપાય

હિંદુ ધર્મમાં વાસ્તુનું વિશેષ મહત્ત્વ છે. ઘર બનાવવાથી લઈને ઘરની સજાવટ પણ વાસ્તુ અનુસાર કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલાક છોડ લગાવવા તે શુભ માનવામાં આવે છે. આ પ્રકારે તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ આવે છે, પરંતુ તુલસી સુકાવી ના જોઈએ. સુકી તુલસી અને તેના પાનનું ખાસ મહત્ત્વ છે, જેનો યોગ્ય ઉપયોગ કરવાથી માઁ લક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘરમાં ધનવર્ષા થાય છે. આવો જાણીએ સુકી તુલસીના ઉપાય. 

લાલ કપડામાં બાંધીને તિજોરી પાસે રાખો- હિંદુ ધર્મ અનુસાર તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે. નિયમિતરૂપે આ છોડની પૂજા કરવાથી માઁ લક્ષ્મી પ્રસન્ન થાય છે. સુકી તુલસીના પાનનું વિશેષ મહત્ત્વ હોય છે. સુકી તુલસીના પાન લાલ કપડામાં બાંધીને તિજોરી પાસે મુકી દો, જેથી માઁ લક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તે પાનની સુગંધથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. 

બાળ ગોપાળને નવડાવો- તમારા ઘરમાં બાળ ગોપાળ છે, તો તમે નિયમિતરૂપે બાળ ગોપાળને તુલસીના પાનથી નવડાવી શકો છો. જે માટે પાણીમાં સુકા પાન નાખો અને તે પાનથી બાળ ગોપાળને સ્નાન કરાવો, જે શુભ માનવામાં આવે છે. 

ભગવાન કૃષ્ણને ભોગ લગાવો- ભગવાન કૃષ્ણને તુલસી ખૂબ જ પ્રિય છે. તમે કોઈ મિઠાઈમાં સુકા પાન મિશ્ર કરીને ભગવાન કૃષ્ણને તે ભોગ ધરાવી શકો છો. જેથી કૃષ્ણ ભગવાન ખુશ થાય છે. નિયમિતરૂપે આ ઉપાય કરવાથી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેમની અપાર કૃપા પ્રાપ્ત થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ