બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Drugs racket in Saurashtra! ,isam selling drugs through teddy bear in foreign passport office

કાર્યવાહી / સૌરાષ્ટ્રમાં ડ્રગ્સ રેકેટ! ઓનલાઈન ગેમિંગમાં રમત નહીં, સફેદ નશાનો ખેલ: ટેડીબિયરનો પણ ખાસ રોલ

Priyakant

Last Updated: 02:19 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saurashtra Drugs Racket Latest News: ફોરેન પાસપોર્ટ ઓફિસમાં ટેડી બિયર મારફતે ડ્રગ્સનું વેચાણ કરતો ઈસમ ઝડપાયો, ભાવનગર, રાજકોટ, બગોદરા અને બોટાદના અલગ અલગ સરનામે ડ્રગ્સના પાર્સલ મંગાવ્યા હોવાનો ઘટસ્ફોટ

  • વિદેશથી ડ્રગ્સ મંગાવવાનો પર્દાફાશ થયો
  • સાયબર ક્રાઇમે વધુ એક આરોપીની કરી ધરપકડ
  • ટેડી બિયરની આડમાં પોસ્ટ મારફતે ડ્રગ્સ મંગાવતો
  • ડ્રગ્સ મંગાવીને વેચાણ કરતા હોવાનો ખુલાસો

Saurashtra Drugs Racket : અમેરિકાથી પાર્સલમાં ડ્રગ્સ મંગાવવાના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં વધુ એક આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછરપછામાં આરોપી સૌરાષ્ટ્રના અલગ-અલગ એડ્રેસ પર ડ્રગ્સ મંગાવતો હતો અને બાદમાં કલકત્તા ખાતે તેની ડીલેવરી મેળવી કલકત્તામાં હાઇબ્રીડ ડ્રગ્સ નું વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે. મહત્વનું છે કે હત્યાના ગુનામાં જેલમાં ગયેલો આરોપી ડ્રગ્સ પેડલર બનીને બહાર આવ્યો હતો. જોકે પૂછપરછમાં સૌરાષ્ટ્રમાં ડ્રગ્સ રેકેટનો પણ ખુલાસો થયો છે. 

અમદાવાદની ફોરેન પાસપોર્ટ ઓફિસ ખાતે ત્રણ મહિના પહેલા બુક તથા ટેડીબિયરમાં સપ્લાય થતાં હાઇબ્રીડ ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો સાઇબર ક્રાઇમે પર્દાફાશ કર્યો હતો. આ તરફ તપાસમાં વધુ એક આરોપી કાર્તિક રાજબંસીની ધરપકડ કરવામાં આવી છે. સાઇબર ક્રાઈમે કબજે કરેલા 20 પાર્સલમાંથી ચાર પાર્સલ આરોપી કાર્તિકને મળવાના હતા. જોકે પોલીસ તપાસમાં તેની વિગત મળી આવતા સાયબર ક્રાઇમે તેની કલકત્તાથી ધરપકડ કરી છે. આ સાથે જ 2020થી તે ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું પણ સામે આવ્યું છે. તપાસમાં અત્યાર સુધીમાં ડ્રગ્સ ના દસથી વધુ પાર્સલ તેણે મેળવ્યા હોવાની કબુલાત કરી રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાર્શ 
આ તરફ કાર્તિકની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે, તેણે ભાવનગર, રાજકોટ, બગોદરા અને બોટાદના અલગ અલગ સરનામે ડ્રગ્સ ના પાર્સલ મંગાવ્યા હતા જેની તપાસ કરતા પોલીસ તેના સુધી પહોંચી છે. કાર્તિકે ઓનલાઇન ગેમ રમતા રમતા ગુજરાતના યુવકોનો સંપર્ક કરી અલગ અલગ એડ્રેસ મેળવ્યા હતા. જે એડ્રેસ પર દવાના નામે ડ્રગ્સના પાર્સલ મંગાવતો અને પાર્સલ સપ્લાય કરનારને 5000 રૂપિયા આપી તે કલકત્તા પાર્સલ મંગાવી લેતો હતો. આ સાથે પોલીસ તપાસમાં સામે આવ્યું કે, 2009માં હત્યાના ગુનામાં કાર્તિક જેલમાં ગયો હતો, જ્યાં NDPSના આરોપીઓ સાથે તેની મુલાકાત થતા તે ડ્રગ્સ પેડલર બન્યો હતો અને 2020થી જેલમાંથી છૂટ્યા બાદ ઓનલાઇન ડ્રગ્સ મંગાવી કલકત્તામાં વેચાણ કરી રહ્યો હતો. 

વાંચો વધુ: સાદા ડ્રેસમાં આરોપીને પકડીને લાવતા PSI પર ટોળાનો હુમલો; બે કોન્સ્ટેબલ પણ ઘાયલ: જાલમસિંહ ઝાલા ફરાર

50 થી 60 હજાર રૂપિયા ની કમાણી કરતો કાર્તિક 
કાર્તિક કલકત્તા ખાતે પાર્સલ મેળવ્યા બાદ સ્થાનિક વિસ્તારમાં તેનું વેચાણ કરતો હતો અને દરેક પાર્સલમાં 50થી 60 હજાર રૂપિયા ની કમાણી કરતો હતો. આ સાથે જ છેલ્લા ત્રણ વર્ષમાં તેણે 10 થી વધુ પાર્સલ મંગાવી તેનું વેચાણ કર્યું હોવાનું કબુલાત કરતાં પોલીસ વધુ તપાસ કરી રહી છે. મહત્વનું છે કે આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કમાં રશિયન ડ્રગ્સ સપ્લાયરની પણ ધરપકડ કરવામાં આવી હતી. જે મામલે પણ સાયબર ક્રાઇમ હજી તપાસ કરી રહી છે. 

ડ્રગ્સ રેકેટ કેવી રીતે ચલાવતો કાર્તિક?

  • ટેડી બિયરની આડમાં પોસ્ટ ઓફિસ મારફતે વિદેશથી ડ્રગ્સ મગાવતા
  • ફોરેન પાસપોર્ટ ઓફિસમાં ટેડી બિયર મારફતે ડ્રગ્સનું વેચાણ કરતો
  • ઓનલાઇન ગેમ રમતા-રમતા ગુજરાતના યુવકોનો સંપર્ક કરતો
  • આરોપી કાર્તિક એડ્રેસ પર દવાના નામે ડ્રગ્સના પાર્સલ મંગાવતો 
  • ભાવનગર, રાજકોટ,બગોદરા, બોટાદના સરનામે ડ્રગ્સના પાર્સલ મંગાવતો હતો
  • પાર્સલ સપ્લાય કરનારને 5 હજાર આપી તે કોલકત્તા પાર્સલ મંગાવી લેતો હતો
  • કોલકત્તાથી સૌરાષ્ટ્રમાં અલગ-અલગ વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતો
  • 20 પાર્સલમાંથી ચાર પાર્સલ ઝડપાયેલા આરોપી કાર્તિકને મળવાના હતા
  • આરોપી કાર્તિક 2020થી ડ્રગ્સ સપ્લાય કરતો હતો
  • આંતરરાષ્ટીય ડ્રગ્સ રેકેટમાં રશિયન શખ્સની પણ ધરપકડ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ