બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mob attack on PSI arresting accused in plain dress, two constables also injured

સુરેન્દ્રનગર / સાદા ડ્રેસમાં આરોપીને પકડીને લાવતા PSI પર ટોળાનો હુમલો; બે કોન્સ્ટેબલ પણ ઘાયલ: જાલમસિંહ ઝાલા ફરાર

Priyakant

Last Updated: 10:38 AM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Attack On Police In Surendranagar Latest News: પોલીસ ગામમાં પહોંચી ત્યારે 25 થી 30 લોકોનું ટોળું ઊભું હતું, ઇસમોએ કાર આવતાની સાથે જ પોલીસ પર હુમલો કરી દીધો અને PSI કે.વી.ડાંગરને છરીના ઘા ઝીંકી દીધા અને પછી.....

  • ઝીંઝુવાડા PSI સહિત બે પોલીસ જવાન પર આરોપી સહીત ટોળાનો જીવલેણ હુમલો 
  • ઇસમોએ PSI કે.વી.ડાંગરને છરીના ઘા ઝીંકી દીધા, 2 કર્મચારી પણ ઇજાગ્રસ્ત 
  • હુમલા બાદ આરોપી તકનો લાભ લઈ નાસી છૂટ્યો, PSIને અમદાવાદ ખસેડાયા 

Attack On Police In Surendranagar : રાજ્યમાં ફરી એકવાર પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા PSI સહિત બે પોલીસ જવાન પર આરોપી સહીત ટોળાએ જીવલેણ હુમલો કર્યાનું સામે આવ્યું છે. આ તરફ ગંભીર રીતે ઇજાગ્રસ્ત PSIને પ્રથમ સ્થાનિક હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર અર્થે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ તરફ સમગ્ર ઘટનાને લઈ ઝીંઝુવાડા ગામ પોલીસ છાવણીમા ફેરવાઈ ગયું છે. પ્રાથમિક વિગતો મુજબ PSI ઉપર હુમલો કરી ઇસમો આરોપીને છોડાવી ગયા હતા. 

સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા PSI કે.વી.ડાંગર અને બે કર્મચારીઓ આરોપીને પકડવા ગયા ત્યારે આ ઘટના બની હોવાનું સામે આવી છે. વિગતો મુજબ જે તે સમયે પાટણ જિલ્લાના સમી પોલીસ મથકના પ્રોહીબિશન કેસમાં જાલમસિંહ ઝાલા આરોપી બન્યો હતો. જેથી અગાઉ પણ સમી પોલીસ આ ઈસમને દબોચી લેવા પહોંચી હતી જોકે તેનો કોઈ પત્તો ન લાગતા સમી પોલીસ પરત ગઇ હતી. જોકે સમી પોલીસે ઝીંઝુવાડા પોલીસને આરોપી ઉપર નજર રાખવા માટે કહ્યું હતું. 

બાતમી મળી અને PSI પહોંચ્યા જૈનાબાદ
આ દરમિયાન ઝીંઝુવાડા PSI કે.વી.ડાંગરને ચોક્કસ બાતમી મળી હતી કે, સમી પોલીસ મથકના પ્રોહીબિશન કેસમાં જાલમસિંહ ઝાલા હાલ મિત્રો સાથે જૈનાબાદમાં ક્રિકેટ રમી રહ્યો છે. જેથી PSI કે.વી.ડાંગર પોલીસ સ્ટેશનના 2 કર્મચારીઓ સાથે સાદા ડ્રેસમાં આરોપીને પકડવા જૈનાબાદ પહોંચ્યા હતા. જોકે અહીં PSIએ આરોપી જાલમસિંહને તેની જ ગાડીમાં ઉઠાવી દીધો હતો. જે બાદમાં તેઓ આરોપીની કારમાં જ પોલીસ મથક જવા રવાના થયા હતા. જોકે આરોપીના મિત્રોએ પોલીસ જાલમસિંહને પકડીને લઇ જતી હોવાના સમાચાર ગામમાં આપી દીધા હતા. 

વધુ વાંચો: જમીન માટે ગુજરાતનાં પૂર્વ કૃષિમંત્રી પર દીકરા અને પૌત્રોએ જ કર્યો હુમલો: ટ્રેક્ટર ચઢાવી દેવાની આપી હતી ધમકી 

પોલીસ ગામમાં પહોંચી અને થયો હુમલો 
આ દરમિયાન જ્યારે પોલીસ ગામમાં પહોંચી ત્યારે 25 થી 30 લોકોનું ટોળું ઊભું હતું. જે બાદમાં ઇસમોએ કાર આવતાની સાથે જ પોલીસ પર હુમલો કરી દીધો હતો. આ સાથે ઇસમોએ PSI કે.વી.ડાંગરને છરીના ઘા ઝીંકી દીધા હતા. આ તરફ PSIની સાથે રહેલા 2 પોલીસ કર્મીઓ પણ ટોળાના મારથી ઘાયલ થયા હતા. આ બધાની વચ્ચે આરોપી ઈસમ તકનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.આ તરફ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ પોલીસ કર્મીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા તો PSIને ગંભીર ઇજાઓ પહોંચતા તેમણે વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. 

26થી વધુ લોકો સામે ગુનો દાખલ
આ તરફ હવે પોલીસ ઉપર હુમલો અને બુટલેગરને ભગાડી જવા મામલે ઝીંઝુવાડાના 26થી વધુ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાને લઈ ડીવાયએસપી જે.ડી.પુરોહિતે જણાવ્યું હતું કે, આરોપી જાલમસિંહ ઝાલા અગાઉ ઝીંઝુવાડાના ઘણા ગુનાઓમાં પકડાયેલો છે અને ખુબ માથાભારે શખ્સ છે. એની વિરૂધ્ધમાં રાયોટિંગ અને ધાડ જેવા ગુન્હાઓ પણ દાખલ થયેલા છે. સમીના દારૂના કેસમાં તેને પકડવા જતા આ હુમલાની ઘટના બની છે. આરોપીને પકડવા માટે પોલીસ ટીમે રવાના કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ