બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The son and grandson attacked the former agriculture minister of Gujarat for land

ઘોર કળિયુગ / જમીન માટે ગુજરાતનાં પૂર્વ કૃષિમંત્રી પર દીકરા અને પૌત્રોએ જ કર્યો હુમલો: ટ્રેક્ટર ચઢાવી દેવાની આપી હતી ધમકી

Priyakant

Last Updated: 10:08 AM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kadi Crime Latest News: પૂર્વ કૃષિ મંત્રી ઉપર જમીન વહેંચણી બાબતે દીકરા અને પૌત્રોએ હુમલો કર્યાની ફરિયાદ, ટ્રેકટર ચઢાવી જાનથી મારી નાખવાની આપી ધમકી

  • પૂર્વ કૃષિમંત્રી કરશનજી ઠાકોર ઉપર હુમલો કર્યાની ફરિયાદ
  • જમીન વહેંચણી નહી કરી આપતા દીકરા અને પૌત્રોએ કર્યો હતો હુમલો
  • ટ્રેકટર ચઢાવી જાનથી મારી નાખવાની આપી હતી ધમકી 
  • પોતાના દીકરા અને પૌત્રો સહિત 6 શખ્સો સામે પૂર્વ મંત્રીએ બાવલું પોલીસમાં નોંધાવી ફરિયાદ 
  • કરશનજી ઠાકોર વર્ષ 1980 થી 1990 સુધી હતા કડીના ધારાસભ્ય
  • વર્ષ 1985 થી 1990 સુધી કૃષિમંત્રી પણ રહી ચુક્યા છે

Kadi Crime News : આપણે ગુજરાતમાં એક કહેવત છે કે, જર, જમીન ને જોરુ એ ત્રણે કજિયાનાં છોરું. આ કહેવત મુજબની જ ઘટના મહેસાણા જિલ્લાના કડીથી સામે આવી છે. જોકે અહીં ચોંકાવનારી વાત તો એ છે કે, આ ઘટનાનો શિકાર ખુદ રાજ્યના પૂર્વ કૃષિમંત્રી બન્યા છે. આ સાથે એથી પણ ચોંકાવનારી વાત તો એ છે કે, ખુદ તેમના જ પુત્રોએ અન્ય ઇસમો સાથે મળી તેમની પર જમીન બાબતે હુમલો કર્યો છે. આ તરફ હવે ઘટનાને લઈ પૂર્વ કૃષિમંત્રીએ તેમના પુત્રો સહિત કુલ 6 ઇસમો સામે બાવલું પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 

મહેસાણા જિલ્લામાં કડી તાલુકાના ચંદ્રાસણ ગામથી જમીન મામલે હુમલાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ  ચંદ્રાસણ ગામના વતની અને વર્ષો પહેલા ગુજરાત રાજ્ય સરકારમાં મંત્રી તરીકે રહેલા કરસનજી મગનજી ઠાકોર અત્યારે નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. પૂર્વ કૃષિ મંત્રીની ચંદ્રાસણ ગામની સીમમાં સર્વે નંબર 1048, 1063 અને 1064 વાડી જમીન આવેલી છે અને અલગ અલગ પ્રકારના વાવેતર કરવામાં આવેલા છે. આ સાથે વિગતો મુજબ કરસનજી મગનજી ઠાકોરે જમીનની વહેંચણી કરેલી નથી તેમજ કબજા ભોગવટો પણ તેમનો જ છે. 

જાણો શું છે સમગ્ર ઘટના ? 
ગુરુવારના દિવસે પૂર્વ કૃષિમંત્રી કરસનજી મગનજી ઠાકોર પોતાના ઘરે જ હાજર હતા. આ દરમિયાન તેમણે જાણવા મળેલ કે, તેમની જમીનમાં કુલદીપ રાજેન્દ્ર ઠાકોર ટ્રેક્ટર લઈને આવ્યો છે અને જમીન ખેડી રહ્યો છે. જેથી કરસનજી ઠાકોર અને તેમનો પૌત્ર વિજય બાઈક લઈને પોતાની જમીને પહોંચ્યા હતા. જ્યાં તેમના જ એક બીજા દીકરા સહિતના છ ઇસમોએ ધોકા લાકડીઓ લઈને આવી પહોંચ્યા હતા અને ધાક ધમકીઓ પોતાના પિતાને જ ધક્કો મારી જાનથી મારી નાખીશું જેવી ધમકીઓ આપી હતી.

વાંચો વધુ: ગુજરાત ટુ ફ્રાંસ અને કબૂતરબાજી: યુવક ઝડપાયો, ગામના 50થી વધુ લોકોનું ભેદી મૌન... VTVના ગ્રાઉન્ડ રિપોર્ટમાં મોટો ખુલાસો

ગાળો બોલવાની ના પાડતા ઇસમો ઉશ્કેરાયા 
આ દરમિયાન કરસનજીએ ગાળો બોલવાની ના પાડતા કુલદીપનું ઉપરાણું લઈને તેમના પુત્ર ગણપતજી, દશરથજી, તેમજ તેમના પૌત્રો હાથમાં ધોકા અને લાકડીઓ લઈને આવી પહોંચ્યા હતા અને જાનથી મારી નાખીશું જેવી ધમકીઓ આપવા લાગ્યા હતા. આ સાથે જમીનમાં ભાગ પાડી વહેંચણી કરી આપો નહીં તો આ ટ્રેક્ટર ચડાવી તમને જાનથી મારી નાખીશું જેવી ધમકીઓ આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. 

અંતે નોંધાઈ પોલીસ ફરિયાદ 
આ તરફ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી પણ તેમના પુત્ર, પૌત્રો સહિતના છ ઇસમોએ હુમલો કરી દેતા પંથકમાં પણ હડકંપ મચી ગયો છે. નોંધનિય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પૂર્વ મંત્રી કરસનજી મગનજી ઠાકોરના પરિવારમાં જમીનની વહેંચણી બાબતે પારિવારિક તેમજ પોતાના જ પુત્રો સાથે વિવાદ ચાલી રહ્યો હતો. સમગ્ર બાબતે કરસનજી ઠાકોરે તેમના અન્ય એક પુત્રને જાણ કરીને બાવલું પોલીસ મથકમાં આવી પહોંચ્યા હતા અને 6 વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. નોંધનિય છે કે, ઠાકોર કરશનજી વર્ષ 1980થી 1990 સુધી કડીના ધારાસભ્ય હતા અને  1985થી 90 સુધી કૃષિ મંત્રી તરીકે રહ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ