બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 02:13 PM, 30 March 2022
ADVERTISEMENT
જો તમે પણ ઉનાળામાં ઠંડુ પાણી પીવો ચો તો આ ખબર તમારા માટે છે. હાલમાં જ કરવામાં આવેલા એક અભ્યાસના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ગરમીમાં વધારે ઠંડુ પાણી અથવા બરફ વાળુ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ભારે પડી શકે છે. ખાસ કરીને તકડામાંથી આવીને સીધું ઠંડુ પાણી પીવું વધારે હાનિકારક હોય છે. ગરમીઓમાં ઠંડુ પાણી પીવાથી આ 4 મોટા નુકસાન થઈ શકે છે. જાણો તેના વિશે...
ADVERTISEMENT
ડાયજેસ્ટિવ સિસ્ટમ ખરાબ થઈ શકે છે
વધારે પડતુ ઠંડુ પાણી પીવાના કારણે પાચન તંત્ર સારી રીતે કામ નથી કરી શકતું. હકીકતે ઠંડા પાણીના કારણે નસો સંકોચાઈ જાય છે. તેના કારણે લોહીના ભ્રમણ પર પ્રભાવ પડે છે.
પોષક તત્વ ઓછા કરે છે
શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે અને ઠંડુ પાણી પીવાથી તમારી બોડીનું તાપમાન કંટ્રોલ કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. જેનાથી ઉર્જાનો ઉપયોગ ભોજન પચાવવા અને પોષક તત્વોને અવશોષિત કરવા માટે કરવામાં આવે છે. એવામાં શરીરમાં પોષક તત્વોની કમી પણ આવી શકે છે.
ગળામાં ખિચખિચનો ખતરો
ઠંડુ પાણી પીવાથી ગળું પણ ખરાબ થઈ શકે છે. હકીકતે ઠંડુ પાણી પીવાથી રેસ્પરટરી મ્યુકોસનું નિર્માણ થઈ શકે છે. જે રેસ્પરટરી ટ્રેકની સુરક્ષાત્મક પરત છે. જ્યાંરે આ પરત પ્રભાવિત થાય છે તો રેસ્પરટરી ટ્રેક પણ પ્રભાવિત થાય છે અને તેનાથી વિવિધ ઈન્ફેક્શન અને ગળાની ખિચખિચનો ખતરો થાય છે.
હાર્ટ રેટ ઓછા થઈ શકે છે
હાલમાં જ એક સ્ટડીના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઠંડુ પાણી પીવાથી વૈગસ તંત્રિકા ઉત્તેજિત થાય છે તેના કારણે હાર્ટ રેટ ઘટી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.