બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / DPS East Schools Accreditation Application Canceled, know why

અમદાવાદ / નિત્યાનંદની સાંઠગાંઠવાળી DPS સ્કૂલ સામે મોટી કાર્યવાહી, 400 વિદ્યાર્થીઓનું ટૅન્શન વધ્યું

Kavan

Last Updated: 10:08 PM, 18 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેલોરેક્સ ગ્રુપનાં ચેરમેન અને એમ.ડી. મંજુલા પૂજા શ્રોફ અને બની બેઠેલા ભગવાન નિત્યાનંદની સાંઠગાંઠવાળી હાથીજણ દિલ્હી પબ્લિક સ્કૂલની કાયમી માન્યતા અંતે પ્રાથમિક નિયામક કચેરીએ રદ કરી દીધી છે.

  • હાથીજણ DPS સ્કુલની માન્યતા અરજી રદ્દ
  • પ્રાથમિક વિભાગ શરૂ કરવા માટે DPSએ કરી હતી અરજી
  • પ્રાથમિક શિક્ષણ નિયમકે અરજીને ફગાવી 

સ્કૂલ સંચાલકોની બદદાનતને કારણે હાલ તો 400 વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકાયું છે. પ્રાથમિક વિભાગ શરૂ કરવા માટે DPSએ અરજી કરી હતી. આ અરજીને  પ્રાથમિક શિક્ષણ નિયામકે ફગાવી દીધી છે. DPSને રૂપિયા 1 લાખનો દંડ ફટાકરવામાં આવ્યો છે. વાલીઓને અંધારામાં રાખી DPSએ એડમિશન આપ્યા હતાં. 

ઉલ્લેખનીય છે કે, આ વિદ્યાર્થીઓને DPS બોપલમાં શિફ્ટ કરવાની વાલીઓએ માંગ કરી હતી. વાલી મંડળે સ્કૂલના ટ્રસ્ટી ઉપરાંત આગેવાનો વિરુદ્ધ બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવા બદલ કોર્ટમાં જવાની ચિમકી ઉચ્ચારી હતી. નવેમ્બર 2019માં અમદાવાદના હાથીજણ વિસ્તારમાં નિત્યાનંદ મંજુલા શ્રોફ તેમજ DPS - દિલ્હી પબ્લિક સ્કૂલ કેમ્પસમાં ભાડે જમીન લઇને પોતાનો આશ્રમ ચલાવી રહ્યો હતો. 

Swami nityanand ashram case ahmedabad dps school Validation canceled cbse board

શું છે સમગ્ર મામલો ? 

બેંગલુરૂના એક દંપત્તિએ અમદાવાદ આવીને નિત્યાનંદ વિરૂદ્ધ તેમના બાળકોને અપહરણ કરવાની ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારબાદ ભાંડો ફૂટ્યો હતો. નિત્યાનંદ આશ્રમમાં બાળકોને બંધક બનાવીને રાખતો હતો. બાળકોને ત્યા મા-બાપને મળવાની પરવાનગી પણ નહતી. બાળકોને ડરાવવામાં આવતા હતા કે મા-બાપને મળવા પર ગુરૂ શ્રાપ લાગશે. પોલીસે આશ્રમમાં રેડ કરી બંધક બાળકોને છોડાવ્યા હતા.

નવેમ્બર 2019માં વિવાદમાં આવી હતી સંસ્થા 

અગાઉ નવેમ્બર 2019માં શિક્ષણ વિભાગ DPS સ્કૂલમાં કથિત ભગવાન નિત્યાનંદે આચરેલા કૂકર્મોને શિક્ષણ વિભાગ અને ડીઇઓ રૂરલ અમદાવાદ ઘોળીને પી ગયું હતું. કૌભાંડની તપાસ કરતા જિલ્લા શિક્ષણ અધિકારીએ મામલાને રફે-દફે કરવા માટેનું તરકટ રચ્યુ હતુ. શાળામાં ચાલતા આશ્રમ અને બાળકોને ગોંધી રાખવા માટેની તપાસને ભરમાવવા માટે જમીનની NA જેવી બાબતમાં મંજૂલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆ વિરૂદ્ધ અમદાવાદ રૂરલમાં ફરિયાદ દાખલ કરાવીને મામલાને બધી જ રીતે પતાવી દેવાનો કારસો રચવામાં આવ્યો હતો. 

શિક્ષણ વિભાગ પાસેથી NOC જ નહોંતુ લીધું

મંજૂલા શ્રોફને સહ આરોપી બનાવી દીધા હતા. અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપી નંબર એક તરીકે DPSની પ્રિન્સિપાલ અનિતા દુઆ, બીજા નંબરે વસંત ટ્રાન્સપોર્ટના હિતેન વસંત અને ત્રીજા નંબરે મંજૂલા શ્રોફને રાખવામાં આવ્યા હતા. જોકે તે કેસમાં આરોપીઓને જામીન મળી ગયા હતા. ગુજરાતમાં CBSEની સ્કૂલ શરૂ કર્યાં પહેલા કોઈ પણ શૈક્ષણિક સંસ્થા કે ટ્રસ્ટને ગુજરાત સરકારની મંજૂરી લઈને શિક્ષણ વિભાગ પાસેથી NOC લેવાનું હોય છે. જો કે CBSE અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તપાસ કરતા સ્કૂલ પાસે NOC જ ન હોવાનું સામે આવ્યુ હતુ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ