બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Double murder in Ghatlodia, Ahmedabad, robbery, murder of an elderly couple

ડબલ મર્ડર / વૃદ્ધોને એકલા ઘરે મુકીને બહાર જતા પહેલા જાણી લો આ સમાચાર, અમદાવાદમાં ધનતેરસના દિવસે બની હચમચાવી દેનારી ઘટના

Vishnu

Last Updated: 11:02 PM, 2 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રન્નાપાર્ક વિસ્તારના પારસમણી ફલેટના K બ્લોકના 11નંબરમાં રહેતા વૃદ્ધ દંપતીની હત્યાથી હડકંપ, મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે

  • અમદાવાદના ઘાટલોડિયામાં ડબલ મર્ડર
  • લૂંટના ઇરાદે દંપતીની હત્યા 
  • હત્યા કરાયેલી હાલતમાં સિનિયર સિટીઝનના મૃતદેહ મળ્યા

અમદાવાદ હવે અસલામત થઈ ગયું છે. અમદાવાદ હવે લુંટ હત્યા અને ચોરીની ઘટનાનું જાણે હબ બની ગયું છે.અમદાવાદના ઘાટલોડિયામાં ડબલ મર્ડર થતાં ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી મુજબ વૃદ્ધ દંપતીની હત્યા લૂંટના ઇરાદે કરાઇ છે. 

અમદાવાદનો ઘાટલોડિયા વિસ્તારનો પણ જાણીતો વિસ્તાર એટલે રન્નાપાર્ક.અને આ એરિયાની પોશ સોસાયટી એટલે પારસમણી ફલેટ. દિવાળીના સમયનો લાભ લઈ પૌત્રી સાથે રહેતા વૃદ્ધ દંપતીની હત્યા કરી દેવાતા હડકંપ મચ્યો છે. દયાનંદ અને વિજયાલક્ષ્મી નામના દંપતી પારસમણી ફલેટમાં K બ્લોકના 11નંબરમાં રહેતા હતા. મૃતક દંપતીનો દીકરો અડાલજમાં રહે છે અને પૌત્રી  દિવાળીને લઇને ખરીદી કરવા ગયા હતા તે સમયનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સો લુંટ ઈરાદે આવે છે. અને રાત્રિના અંધકારનો લાભ લઈ દયાનંદ અને વિજયાલક્ષ્મીની હત્યા કરી લુંટ કરી છૂમંતર થઈ જાય છે.

પોલીસ કાફલો ઘટના સ્થળે

હત્યા કરાયેલી હાલતમાં સિનિયર સિટીઝનના મૃતદેહ મળતા સોસાયટી સહિત સમગ્ર વિસ્તારમાં હાલ ડર જોવા મળી રહ્યો છે. મૃતક દયાનંદ ઉંમર 90 વર્ષ અને વિજયાલક્ષ્મીની ઉંમર 80 વર્ષ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મર્ડર અને લુંટની ઘટના રેકી કરી થઈ હોવાનું અનુમાન છે. કારણ કે એકલતાનો લાભ લઈ વૃદ્ધ દંપતીનું ઢીમ ઢાળી દેવાયું છે એ પણ સોસાયટીની વચ્ચોવચ આવેલા ફ્લેટમાં. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા મોટી સંખ્યામાં અધિકારીઑ સહિતનો કાફલો સોસાયટી દોડી આવ્યો હતો. મૃતદેહોને ફોરેનસિક તપાસ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી  જે માટે FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી  હતી. આસપાસના લોકોની પોલીસ સધન પૂછપરછ કરી રહી છે. સોસાયટીની બહાર અને અંદર કઈ કઈ જગ્યાએ સીસીટીવી છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તિજોરી-કબાટમાં લૂંટ કરી જે બાદ દંપતીની હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક તપાસમાં દેખાઈ રહ્યું છે. હાલ તો પોલીસે હત્યાની ફરિયાદ લઈ આરોપીઑને પકડવાની દિશામાં કવાયત હાથ ધરી છે.

કોણ છે વૃદ્ધ દંપતી

  • દયાનંદ અને વિજયાલક્ષ્મી નામના દંપતીની હત્યા
  • મૃતક દંપતી તેમના પૌત્રી સાથે રહેતા હતા
  • મૃતક દંપતીનો દીકરો અડાલજમાં રહે છે 
  • પૌત્રી દિવાળીને લઇને ખરીદી કરવા ગયા હતા તે સમયે બની ઘટના
  • પારસમણી ફલેટમાં K બ્લોકના 11નંબરમાં રહેતા હતા
  • રન્નાપાર્ક પાસેની પારસમણી ફ્લેટમાં ડબલ મર્ડર 
  • મૃતક દયાનંદ ઉંમર 90 વર્ષ અને વિજયાલક્ષ્મીની ઉંમર 80 વર્ષ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ