બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / Don't give up the other Tapandas Gupta of Vadodara! Candidature registered for the sixth time, know who the person is
Last Updated: 12:59 PM, 26 April 2024
વડોદરા લોકસભા બેઠક પર 14 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.. પરંતુ આ 14માં સૌથી અનોખા ઉમેદવાર છે તપનદાસ ગુપ્તા. આજે તેમની ચર્ચા એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે, તપનદાસ ગુપ્તા અગાઉ પાંચ વખત લોકસભાની અને એક વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. તમામ ચૂંટણીમાં તેમની કારમી હાર પણ થઈ છે. છતાં તેઓ વારંવાર ચૂંટણી લડે છે.. અને હારે છે..
ADVERTISEMENT
દર વખતે તેમની ડિપોઝિટ જપ્ત થઇ જાય છે
તપનદાસ કોમ્યુનિસ્ટ પક્ષના ઉમેદવાર છે.. અને દર વખતે તેમની ડિપોઝિટ જપ્ત પણ થાય છે.. 2004થી તેમણે ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી.. આજે જ્યારે અમે તેમની મુલાકાતે પહોંચ્યા ત્યારે તેઓ શહેરના નાગરવડા વિસ્તારમાં આવેલ શાક માર્કેટમાં પ્રચાર કરતાં જોવા પણ જોવા મળ્યા.. જ્યાં તેઓ શાકભાજી વેચતા વિક્રેતાઓ અને ગ્રાહકોને પોતે તૈયાર કરેલું પેમ્પલેટ આપીને મત માંગતા જોવા મળ્યા.
ADVERTISEMENT
તપનદાસ ગુપ્તા ખુબ ગરીબ પરિવારમાંથી આવે છે.. અને પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે.. સાથે જ તેઓ શિક્ષિત નેતા હોવાનો દાવો કરે છે.. ત્યારે જોવાનું એ રહેશે કે, છઠ્ઠીવારના પ્રયાસમાં તપનદાસની ડિપોઝીટ ફરી જપ્ત થાય છે કે, જનતા આ વખતે ડિપોઝીટ બચાવી લે છે..
ADVERTISEMENT
3 સમર્થકો સાથે તેઓ શહેરમાં ફરી ફરીને પ્રચાર કરી રહ્યાં છે
તપનદાસ ગુપ્તાનું નિશાન ટોર્ચ ( બેટરી) છે. માત્ર 3 સમર્થકો સાથે તેઓ શહેરમાં ફરી ફરીને પ્રચાર કરી રહ્યાં છે. પ્રચાર માટે તેઓ કારનો ઉપયોગ કરી રહ્યા છે.. તેમણે પોતાની કારને અનોખી રીતે સજાવી છે.. તેમાં બેનર, લાઉડ સ્પીકર અને ચૂંટણીનું નિશાન જોવા મળે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.