બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દાહોદમાં વિદ્યાર્થીનીને ગણિતમાં 200માંથી 212 માર્ક્સ, માર્કશીટની તસવીરો થઇ વાયરલ
Last Updated: 11:49 AM, 7 May 2024
ગુજરાતના દાહોદમાં શાળાની માર્કશીટ વાયરલ થઇ છે. આ માર્કશીટ જોઇએ તો વિદ્યાર્થીને ગણિતમાં 200 માર્કમાંતી 212 માર્કસ આપવામાં આવ્યા છે. શાળાની ભૂલને લઇ વિવાદ જોવા મળી રહ્યો છે. ગુજરાતીમાં પણ આવી જ ભૂલ જોવા મળી છે.
ADVERTISEMENT
ગુજરાતની એક શાળામાં અભ્યાસ કરતી છોકરીની માર્કશીટ વાયરલ થઈ રહી છે કારણ કે છોકરીએ ગણિત વિષયની પરીક્ષામાં 200માંથી 212 અને ગુજરાતી વિષયની પરીક્ષામાં 200માંથી 211 માર્ક્સ મેળવ્યા છે. જોકે, ભૂલ ધ્યાને આવતાં શાળા દ્વારા માર્કશીટમાં સુધારો કરવામાં આવ્યો છે. ગુજરાતના દાહોદ જિલ્લાની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીને જ્યારે તેનું પરિણામ કાર્ડ મળ્યું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. ચોથા ધોરણના વિદ્યાર્થીને બે વિષયમાં મહત્તમ માર્ક્સ આપવામાં આવ્યા હતા. શાળાની આ ભૂલથી શિક્ષણ વ્યવસ્થાને લઈને નવો વિવાદ સર્જાયો છે.
પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની પરિક્ષા શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવી છે એટલુ જ નહી રિઝલ્ટ પણ વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યુ છે પરંતુ ગુજરાતનું શિક્ષણ વિભાગ હંમેશા પોતાના છબરડાઓની લઇને ચર્ચામાં આવે છે. ત્યારે આ વખતે દાહોદ જિલ્લામાં શિક્ષણ વિભાગનો છબરડો સામે આવ્યો છે.
ADVERTISEMENT
વર્ગ 4- બ ની વિદ્યાર્થીની વંશીબેન મનીષભાઈએ તેનું પરિણામ પત્રક મેળવ્યું અને તેને બે વિષયમાં મેળવેલ માર્કસ જોઈને આશ્ચર્ય થયું હતું. જ્યારે તેણીએ ગુજરાતીમાં 200 માંથી 211 ગુણ મેળવ્યા હતા જે સૌને દંક કરી દીધા છે. એટલુ જ નહી જ્યારે ગણિતની વાત કરીએ તો 200 માંથી 212 ગુણ મેળવ્યાનું દર્શાવે છે. માર્કસ જોઈને શિક્ષકોથી લઈને બાળકો સુધી ચોકી ગયા છે. વિદ્યાર્થિની સૌપ્રથમ ઘરે પરત ફરી હતી.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં મતદારોનો કેવો મૂડ, વહેલી સવારથી લાગી લાઈનો, જાણો બેઠકનો ઈતિહાસ
આ મામલે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે પરિણામ સંકલન દરમિયાન ભૂલ થઈ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ સુધારેલ પરિણામ પત્રક બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતીમાં 200 માંથી 191 માર્કસ અને ગણિતમાં 200 માંથી 190 માર્કસ સુધારવામાં આવ્યા હતા, બાકીના વિષયોના માર્કસ યથાવત રહ્યા હતા. નવા પરિણામમાં વંશીબેનને 1000માંથી 934 માર્કસ આવ્યા છે. જ્યારે વંશીબેને ગર્વથી તેના પરિણામો તેમના પરિવાર સાથે શેર કર્યા છે. શિક્ષણ વિભાગના છબરડાને લઇને અનેક સવાલો ઉભા થયા છે પરંતુ આ છબરડા માટે જવાબદારો સામે કાર્યવાહીની પણ માંગ ઉઠી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT