બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / લાઈવ વેબકાસ્ટિંગથી રાજ્યના 24 હજાર મતદાન મથકો પર છે બાજ નજર, ફરિયાદો મળતા ચૂંટણી પંચ એક્શનમાં

લોકસભા ચૂંટણી 2024 / લાઈવ વેબકાસ્ટિંગથી રાજ્યના 24 હજાર મતદાન મથકો પર છે બાજ નજર, ફરિયાદો મળતા ચૂંટણી પંચ એક્શનમાં

Last Updated: 11:14 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : જૂનાગઢમાં મતદાન કરી વ્યક્તિએ ફોટો વાયરલ કરતાં ફરિયાદ મળતા વ્યક્તિ સામે ગુપ્તતા ભંગની ફરિયાદ નોંધાઇ, રાજ્યના 50માંથી 25 હજાર બૂથ પર થઈ રહ્યું છે વેબકાસ્ટિંગ

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતની 25 લોકસભા સીટ ઉપર થઈ રહેલા મતદાનને લઈ રાજ્યના મતદાન મથકો પર વેબકાસ્ટિંગ થઇ રહ્યું છે. ગુજરાતના 24 હજાર મતદાન મથકો પર વેબકાસ્ટિંગથી નજર રખાઇ રહી છે. રાજ્યના 50માંથી 25 હજાર બૂથ પર વેબકાસ્ટિંગ થઈ રહ્યું છે. મહત્વનું છે કે, મતદાન મથક પર ભીડ કે અવ્યવસ્થા થાય તો ફરિયાદ કરાય છે. વિગતો મુજબ ફરિયાદ શાખામાં હજી સુધી 18 ફરિયાદો મળી છે. જૂનાગઢમાં મતદાન કરી વ્યક્તિએ ફોટો વાયરલ કરતાં ફરિયાદ મળતા વ્યક્તિ સામે ગુપ્તતા ભંગની ફરિયાદ નોંધાઇ છે. આ સાથે ફરિયાદોને લઇ ચૂંટણીપંચે તપાસ શરૂ કરી છે. આ તરફ રાજ્ય કક્ષાની જેમ જિલ્લા કક્ષાએ મોનિટરિંગ થઇ રહ્યું છે.

લોકસભા ચૂંટણીને લઈ રાજ્યના 24 હજાર 893 મતદાન મથકો પર વેબકાસ્ટિંગ થઇ રહ્યું છે. ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર વેબકાસ્ટિંગ દ્વારા મતદાન મથકોની સમીક્ષા કરાઇ રહી છે. અધિક મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા વેબકાસ્ટિંગ સેન્ટરની મુલાકાત લેવામાં આવી છે. મહત્વનું છે કે, ચૂંટણી પંચની સૂચના મુજબ ગુજરાતનાં 50 હજાર બૂથ પૈકી 25 હજાર બૂથ પર વેબ કાસ્ટિંગ થઈ રહ્યું છે. મતદાન પ્રક્રિયા ન્યાયી અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ગુજરાતનું ચૂંટણીતંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. ભારતના ચૂંટણી પંચની સૂચના પ્રમાણે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યકક્ષાએ મોનિટરીંગ રૂમ ઉપરાંત તમામ જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાનો એક મોનિટરિંગ રૂમ કાર્યરત છે.

જૂનાગઢમાં નોંધાઈ સિક્રસી ભંગની ફરિયાદ

વેબકાસ્ટિંગ દ્વારા મતદાન મથકો પર બહુ ભીડ થાય કે અવ્યવસ્થા થાય તો તેને રીપોર્ટ કરવામાં આવે છે. ફરિયાદ શાખામાં 18 ફરિયાદો મળી છે. આ સાથે નાની-મોટી EVM ખોટકાવાની અને નામ નહી હોવાની ફરિયાદ થઈ છે. આ તરફ કોઈ વ્યક્તિએ જૂનાગઢમાં મતદાન કરી ફોટો વાયરલ કરે છે જેની ફરિયાદ મળતા જૂનાગઢમાં સિક્રસી ભંગની ફરિયાદ નોંધાઈ છે. ઉમેદવારને મત આપતા ફોટો વાયરલ કરવામાં આવ્યો છે. મતદાન કેન્દ્ર પર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છતાં ફોટો વાયરલ થતા ફરિયાદ થઈ છે. આ તરફ હવે ફરિયાદ ને લઈ ચૂંટણી પંચે તપાસ શરૂ કરી છે.

ગુજરાતનું ચૂંટણીતંત્ર સંપૂર્ણ સુસજ્જ

ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50% થી વધુ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબકાસ્ટિંગ કરી રહ્યું છે. રાજ્યના કુલ 50,788 મતદાન મથકો પૈકી 25 હજારથી વધુ મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ થઈ રહ્યું છે. મતદાન પ્રક્રિયા ન્યાયી અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ગુજરાતનું ચૂંટણીતંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. ભારતના ચૂંટણી પંચની સૂચના પ્રમાણે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યકક્ષાએ મોનિટરીંગ રૂમ ઉપરાંત તમામ જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાનો એક મોનિટરિંગ રૂમ કાર્યરત છે. જે તે જિલ્લાના મતદાન મથકોના લાઈવ વેબકાસ્ટિંગનું આ જિલ્લા કક્ષાના મોનિટરીંગ રૂમમાં નિરીક્ષણ થતું રહેશે. જિલ્લા અને રાજ્યકક્ષા ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ વેબ કાસ્ટિંગનું મોનિટરીંગ કરવામાં આવશે.

વધુ વાંચો : LIVE: વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-19, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યાંથી તમામ 25 હજારથી વધુ મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ મોનિટરિંગ રૂમમાં આશરે 90 જેટલા કર્મચારીઓ/અધિકારીઓ તા. 7 મે ના રોજ સવારે 5.30 વાગ્યાથી શરૂ કરી મતદાન પ્રક્રિયા સંપન્ન થાય ત્યાં સુધી મતદાન મથકોના વેબકાસ્ટિંગ પર સતત નજર રાખશે. સાત જેટલા ઉચ્ચ અધિકારીઓ રાજ્ય કક્ષાના આ મોનિટરિંગ રૂમમાંથી વેબકાસ્ટિંગ દ્વારા મતદાન પ્રક્રિયા પર દેખરેખ રાખશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ