બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Don't fight the election! Interesting events in the history of Gujarat BJP, what is behind the mask of personal reasons

મહામંથન / ચૂંટણી નથી લડવી! ગુજરાત ભાજપના ઈતિહાસમાં રસપ્રદ ઘટનાક્રમ, અંગત કારણના મુખોટા પાછળ શું?

Dinesh

Last Updated: 09:32 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: અમદાવાદ પૂર્વ બેઠક પર છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસમાંથી ટિકિટ માગતા એક નેતાને તો ટિકિટ મળી, પછી ના પાડી કે મારે ચૂંટણી નથી લડવી, એટલું જ નહી પક્ષમાંથી પણ રાજીનામુ આપી દીધું

2024ની ચૂંટણી ગુજરાતમાં ખૂબ નવી વાતો લઈને આવી છે. 10 વર્ષની સાંસદી ભોગવીને ફરી પાંચ વર્ષ માટે ચૂંટાવું કોને ન ગમે? તમે શારીરિક રીતે કોઈ મુશ્કેલીમાં નથી, જનતા નામ અને કામથી મત આપવાની છે અને છતાં કોઈ નેતાને એમ થાય કે મારે ચૂંટણી નથી લડવી, તો આ નવી વાત છે. ગુજરાતમાં એક પછી એક નેતાઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકીને કહી રહ્યાં છે કે મારે ચૂંટણી નથી લડવી. કારણો આપી રહ્યાં છે. પણ જનતાને આ વાત ગળે ઉતરતી નથી, કે કોઈ નેતા ચૂંટણી લડવા માટે કેવી રીતે ના પાડે. નેતાઓ ટિકિટ માટે કેવા કેવા પ્રયત્નો કરે છે એ જનતા જાણે છે. રંજનબેન વડોદરાથી કહી ચૂક્યા કે મારે ચૂંટણી લડવી નથી, બહુ થઈ ગ્યું. એના એક જ કલાકમાં સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર આવ્યા કે મારે ચૂંટણી નથી લડવી. અમદાવાદ પૂર્વ બેઠક પર છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસમાંથી ટિકિટ માગતા એક નેતાને તો ટિકિટ મળી, પછી ના પાડી કે મારે ચૂંટણી નથી લડવી, એટલું જ નહી પક્ષમાંથી પણ રાજીનામુ આપી દીધું. તો, મારે ચૂંટણી નથી લડવી, પણ કેમ નથી લડવી એનું કારણ મને અને તમને ખબર પડવાની નથી. 

શા માટે રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર?
રંજનબેન ભટ્ટને ત્રીજી ટર્મ માટે રિપિટ કરાતા જ્યોતિબેન પંડ્યાએ વિરોધ કર્યો હતો. વડોદરા શહેરમાં ખુલ્લો વિરોધ કરીને ભાજપની નેતાગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. વડોદરા શહેરના વિકાસ બાબતે સવાલો ઉઠાવી હૈયાવરાળ ઠાલવી હતી. રંજનબેન ભટ્ટને ટિકિટ આપવા મુદ્દે શહેરમાં પોસ્ટર વોર શરૂ થયુ હતુ.  વડોદરા પોલીસે પોસ્ટર લગાવવા મામલે કેટલાક શખ્સોની અટકાયત કરી હતી. વડોદરા ભાજપના કેટલાક અગ્રણીઓએ સાંસદની ઉમેદવારી મુદ્દે વિરોધ કર્યો હતો. વડોદરા ભાજપમાં સાંસદની ઉમેદવારીને લઈ ભાજપમાં જૂથવાદ બહાર આવ્યો હતો.  

વાંચવા જેવું: ગુજરાતમાં હિટવેવની આગાહીને જોતાં શિક્ષણ વિભાગે શાળાઓને કર્યા આદેશ, આ સુવિધાઓ આપવા સૂચના

રંજનબેન ભટ્ટે શુ કહ્યું ?
વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને ભાજપે આ વખતે સતત ત્રીજી વાર લોકસભાની ટિકિટ આપી હતી. જોકે રંજનબેન ઉમેદવાર તરીકે જાહેર થતાં જ ભારે વિવાદ થયો છે. જે બાદમાં હવે આજે તેમણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, મારા લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે, PM મોદીએ મને 10 વર્ષ લોકોની સેવા કરવાનો મોકો આપ્યો છે. આ સાથે હાલમાં ચાલતા વિવાદોને લઈ તેમણે કહ્યું કે, મારા વિશે જે ચલાવવામાં આવ્યું તે ખોટું છે. તેમણે કહ્યું કે, વિવાદ ચાલું રહે તેના કરતા ચૂંટણી ન લડવી સારી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ