બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ભારત / Do you know? Even in elections you get a chance to save TAX

ફાયદાની વાત / શું તમે જાણો છો? ચૂંટણીમાં પણ તમને મળે છે TAX બચાવવાનો મોકો, એ કઇ રીતે, જાણો વિગત

Priyakant

Last Updated: 09:18 AM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: આગામી કેટલાક મહિનામાં ફરીથી લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આવી સ્થિતિમાં તમારી પાસે ફરી એકવાર પૈસા બચાવવાનો મોકો મળશે

  • ચૂંટણીમાં સામાન્ય માણસને પણ મળે છે પૈસા બચાવવાનો મોકો
  • ચૂંટણી પહેલા સરકાર બહાર પાડે છે ઈલેક્ટોરલ બોન્ડ 
  • તમે તમારા રાજકીય પક્ષને જે પણ દાન આપો છો તેના બદલામાં તમને રસીદ આપવામાં આવશે
  • તમે બોન્ડ ખરીદો છો ત્યારે તમને એક રસીદ મળે છે જે આવકવેરામાં છૂટ આપે છે

Lok Sabha Election 2024 : દરેક વ્યક્તિ આવકવેરો બચાવવાનો પ્રયાસ કરે છે. જો તમે પણ આવી તક શોધી રહ્યા છો, તો આવનારી ચૂંટણી તમારા માટે મોટી તક સાબિત થઈ શકે છે. સરકાર ઈલેક્ટોરલ બોન્ડ જાહેર કરે છે, જેમાં નાણાંનું રોકાણ કરીને તમે કર મુક્તિ મેળવી શકો છો. દરેક વ્યક્તિ પૈસા કમાવવા અને બચાવવામાં વ્યસ્ત છે. તે કોઈ પણ તક ગુમાવવા માંગતો નથી જ્યાં તેને પૈસા કમાવવા અથવા બચાવવાનો વિકલ્પ મળે. આવો જ એક પ્રસંગ ચૂંટણી છે. લોકસભાની ચૂંટણી હોય કે રાજ્યની ચૂંટણી સામાન્ય માણસને પણ પૈસા બચાવવાનો મોકો મળે છે. આગામી કેટલાક મહિનામાં ફરીથી લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આવી સ્થિતિમાં તમારી પાસે ફરી એકવાર પૈસા બચાવવાનો મોકો મળશે.

ચૂંટણીમાં પણ તમને મળે છે TAX બચાવવાનો મોકો
વાત જાણે એમ છે કે, ચૂંટણી પહેલા સરકાર ઈલેક્ટોરલ બોન્ડ બહાર પાડે છે. તેનો હેતુ ચૂંટણી માટે ભંડોળ એકત્ર કરવાનો છે. તેની શરૂઆત વર્ષ 2018માં કરવામાં આવી હતી. એવો અંદાજ છે કે, લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ફરી એકવાર ઈલેક્ટોરલ બોન્ડ જાહેર કરશે, જેના દ્વારા તમે તમારા મનપસંદ રાજકીય પક્ષને દાન અથવા ફંડ આપી શકો છો.

શું તમને આ બોન્ડ પર વળતર મળશે?
જો તમે વિચારી રહ્યા છો કે તમને આ બોન્ડ પર વ્યાજ ચૂકવવામાં આવશે અથવા તમને વળતર આપવામાં આવશે તો તમે ખોટા છો. આ એક પ્રકારની અનુદાનની રસીદ છે. મતલબ કે તમે તમારા રાજકીય પક્ષને જે પણ દાન આપો છો તેના બદલામાં તમને રસીદ આપવામાં આવશે. એકવાર તમે તેને ખરીદી લો પછી તમે તેને પાછું લઈ શકશો નહીં કે તમને કોઈ વ્યાજ પણ મળશે નહીં.

તમને શું ફાયદો થશે?
જોકે હવે તમે સમજી જ ગયા હશો કે તમે તમારી પસંદની પાર્ટીને બોન્ડ દ્વારા દાન કરી શકો છો, પરંતુ આનાથી તમને શું ફાયદો થશે. વાસ્તવમાં જ્યારે તમે બોન્ડ ખરીદો છો ત્યારે તમને એક રસીદ મળે છે જે આવકવેરામાં છૂટ આપે છે. જેઓ ચૂંટણી બોન્ડ ખરીદે છે તેમને આવકવેરાની કલમ 80GGC અને 80GGB હેઠળ કર મુક્તિ મળે છે. ખાસ વાત એ છે કે તમે આ બોન્ડમાં જે પણ પૈસા રોકો છો, તમને તે સંપૂર્ણ રકમ પર રિબેટ મળે છે.

વધુ વાંચો: શિંદે જૂથના નેતા પર ભાજપના MLAનું ફાયરિંગ, પોલીસ સ્ટેશનમાં જ 4 ગોળીઓ ધરબી દીધી, જાણો શું હતો વિવાદ

યાદ રાખો આ વાત
જો તમે પણ ઈલેક્ટોરલ બોન્ડ ખરીદીને ટેક્સ બચાવવાનું વિચારી રહ્યા છો તો તમારા KYCની ચકાસણી કરાવવી મહત્વપૂર્ણ છે. KYCની ચકાસણી કર્યા વિના બોન્ડ ખરીદી શકાતા નથી. બોન્ડ ખરીદનારનું નામ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમે કયા ચૂંટણી પક્ષને પૈસા મોકલ્યા છે તે કોઈને ખબર નહીં પડે. ચૂંટણી બોન્ડનો હેતુ પક્ષોને ગુપ્ત દાન આપવાનો પણ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ