બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Do you also experience vomiting or nausea during travel? So don't panic, adopt these 7 home remedies from today

હેલ્થ ટિપ્સ / શું તમને પણ મુસાફરી દરમ્યાન આવે છે ઉલટી કે ઉબકા? તો ગભરાશો નહીં, આજથી અપનાવો આ 7 ઘરગથ્થું ઉપાય

Megha

Last Updated: 12:50 PM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમને પણ સફર દરમ્યાન ઉલ્ટીઓ થવા લાગે છે? તો મુસાફરી માટે નીકળો ત્યારે ઉલ્ટી થવાથી બચવા માટે અપનાવો આ 7 ઘરગથ્થું ઉપાય.

  • શું તમને પણ સફર દરમ્યાન ઉલ્ટીઓ થવા લાગે છે?
  • અપનાવો આ 7 ઘરગથ્થું ઉપાય
  • ઈલાયચીવાળી ચા પીને તમે મુસાફરી માટે નીકળો 

vomiting during travel: શું તમને પણ સફર દરમ્યાન ઉલ્ટીઓ થવા લાગે છે, આ કારણે તમે સફર કરવાથી ડરો છો તો હવે તમે બેફિક્ર થઈ જાઓ, કેમકે અમે તમને આ આર્ટિકલ દ્વારા ૭ એવા ઘરગથ્થું ઉપાય વિશે જાણાવીએે છીએ. જેને અજમાવીને સફર દરમ્યાન ઉલ્ટીઓથી બચી શકાય છે. 

લીંબુ સુંઘો 
જ્યારે પણ કોઇ સફર માટે નીકળો, તમારી સાથે એક પાકેલું લીંબુ જરૂર રાખી લો. જરા પણ ખરાબ મન થાય તો, આ લીંબુને છોલીને સુંઘો, એવું કરવાથી તમને ઉલ્ટી થશે નહી.

લવિંગ પીસીને રાખો  
થોડા લવીંગને શેકીને, તેને પીસી લો અને એક ડબ્બામાં ભરીને રાખી લો. જ્યારે પણ મુસાફરી કરો કે ઉલ્ટી જેવું મન થાય તો તેને ફક્ત એક ચપટી માત્રામાં ખાંડ કે કાળા મીંઠાની સાથે મોંઢામાં રાખી લો. કેટલાક તુલસીના પત્તા પણ તમારી સાથે રાખો, તેને ખાવાથી પણ ઉલ્ટી નહી થાય.

કાળા મરી અને કાળું મીંઠુ 
લીંબુને કાપીને, તેના પર કાળા મરી અને કાળું મીંઠુ ભભરાવીને ચાટતા રહો. આ રીત પણ તમને ઉલ્ટી થવાથી બચાવી શકે છે.

ઈલાયચી 
લવીંગની જેમ ઈલાયચી ખાવાથી પણ જલ્દી આરામ મળે છે. તેના ઉપરાંત સફરમાં નીકળતા પહેલા પણ ઈલાયચીવાળી ચા પીને તમે મુસાફરી માટે નીકળી શકે છે.

લીંબુ અને ફુદીનાનો જ્યુસ 
તેના ઉપરાંત મુસાફરીમાં જતા સમયે એક બોટલમાં લીંબુ અને ફુદીનાનો રસ કાળું મીંઠુ નાંખીને રાખો અને સફરમાં તેને થોડું-થોડું પીતા રહો.

આદુવાળી ચા પીવો
આદુંવાળી ચામાં એન્ટી ઈમેટિકના તત્વ રહેલા છે. જેનાથી ઉલટી કે ઉબકા આવવાના બંધ થઈ જાય છે. આદુંથી પાચનક્રિયા સારી થાય છે. અને ઉલ્ટી થવાની સ્થિતી બંધ થઈ જાય છે.

જીરું પાવડર પીવો 
જીરા પાવડરને પાણીમાં મિક્સ કરીને ઘરેથી નીકળતા પહેલા પી લો. તેને પીવાથી ઉલ્ટી, ઉબકા જેવી સમસ્યાઓ મુસાફરી દરમ્યાન નહી થાય.
 

સંકળાયેલા મુદ્દાઓ

Vomiting Tips health tips vomiting during travel vomiting problem ઉલ્ટી ઘરગથ્થું ઉપાય Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ