બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / do not do these 5 things after waxing skin care tips

લાઇફસ્ટાઇલ / વેક્સિંગ બાદ ભૂલથી પણ ન કરતા આ 5 કાર્ય, નહીં તો ત્વચા કાળી પડી જશે

Arohi

Last Updated: 11:06 AM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Waxing Tips: દરેક યુવતીઓ પોતાના હાથ અને પગને સુંદર બનાવવા માટે વેક્સિંગ કરાવવાનું પસંદ કરે છે. વેક્સિંગ કરાવ્યા બાદ અણગમતા વાળ નિકળી જાય છે. પરંતુ વેક્સિંગ કરાવવામાં પેઈન પણ ખૂબ જ વધારે થાય છે પરંતુ તેના બાદ સ્કિન એક દમ સોફ્ટ થઈ જાય છે.

વેક્સિંગ કરાવવામાં પેઈન પણ ખૂબ જ વધારે થાય છે પરંતુ તેના બાદ સ્કિન એક દમ સોફ્ટ થઈ જાય છે. ઘણા લોકો એવા હોય છે વાળ રિમૂવ કર્યા બાદ તેમની સ્કિન ખૂબ વધારે કાળી પડી જાય છે. આજે અમે તમને જણાવીશું કે વેક્સિંગ બાદ તમારે શું ન કરવું જોઈએ. 

તાપમાં ન નિકળો 
વેક્સિંગ કરાવ્યા બાદ આપણી ત્વચા ખૂબ જ નાજુક થઈ જાય છે માટે તેની દેખરેખ કરવી ખૂબ જ જરૂરી છે. એવામાં તમારે વધારે તાપમાં આવવાથી બચવું જોઈએ. તાપ તમારા હાથ અને પગની સ્કીનને નુકસાન પહોંચાડી શકે છે અને પછી ત્યાંની ત્વચા તમારી વધારે કાળી દેખાઈ શકે છે. ટેનિંગની સાથે રેશિઝ પણ તમને થઈ શકે છે. 

બોડી સ્ક્રબ 
વેક્સિંગ કરાવ્યા બાદ ઘણા લોકો બોડી સ્ક્રબ કરાવે છે પરંતુ આમ ન કરાવવું જોઈએ. તે તમારી ત્વચાને ખરાબ કરી શકે છે. વેક્સિંગ કર્યાના તરત બાદ એટલે કે 3-4 દિવસ સુધી તમારે બોડીમાં કંઈ પણ ન કરાવવું જોઈએ. ક્રબની જગ્યા પર બેબી શોપનો ઉપયોગ કરી શકો છો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી તમારી સ્કિન ખરાબ પણ નહીં થાય. 

કેમિકલ 
ઘણા લોકો એવા હોય છે જે વેક્સિંગ કરાવે છે પરંતુ તેમની ત્વચા ખૂબ વધારે ખરાબ થવા લાગે છે. તમારે કોઈ કેમિકલ વાળી વસ્તુઓને તમારી ત્વચા પર ન લગાવવી જોઈએ. તેનાથી તમારી ત્વચા ખૂબ જ ખરાબ થઈ જાય છે. 

વધુ વાંચો : ક્રિતિ સેનન, રકુલ પ્રીતથી લઇને અનેક એક્ટ્રેસ ડ્રીંક કરે છે આ સ્પેશ્યલ કૉફી, રહેશો ફીટ અને હેલ્ધી

ખંજવાડ
જ્યારે પણ તમે વેક્સ કરાવો તો તમે તે જગ્યા પર બિલકુલ પણ ખંજવાડશો નહીં. આમ કરવાથી ખંજવાડ વધારે આવશે અને રેડનેસની સમસ્યા થઈ શકે છે. તમારે પોતાના પગ અને હાથને વધારે સ્પર્શ પણ ન કરવું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ