કોઈ પણ ઇન્ટરવ્યુમાં જતાં પહેલા એ ધ્યાન રાખો કે જોબ ઇન્ટરવ્યુમાં તમારી લાયકાત સાથે તમે કેવી રીતે રજૂઆત કરો છો અને કેવા રજૂ થાઓ છો તેના પર પણ નિર્ભર કરે છે.
- માટે ઇન્ટરવ્યુ માટે જાવ ત્યારે ઇસ્ત્રીવાળા કપડાં પહેરો. વાળને ઓળીને સરખા રાખો. તમારા પગરખાં ગંદા ના હોય તેનું પણ ધ્યાન રાખો. કહેવાય છે ને 'first impression is last impression'
- તમારું અપડેટેડ રીઝયુમ સાથે લઈને જાવ.
- કોઈપણ ઇન્ટરવ્યુમાં જતાં પહેલા એ કંપની વિશે તમામ જાણકારી મેળવી લો. ઇન્ટરવ્યુ માટે જતાં પહેલા કંપનીના મિશન, વેલ્યૂ અને સર્વિસ વિશે પણ અભ્યાસ કરીને જાઓ.
- ક્યારેય પણ નોકરી માટે તમે desperate છો તેવું ના દર્શાવશો. ઇન્ટરવ્યુ લેનારને કોન્ફિડન્ટ એટલે આત્મ વિશ્વાસ હોય તે ગમે છે પણ નોકરીની સખત જરૂર છે તેવું ના બતાવશો.

- ઇન્ટરવ્યુમાં ક્યારેય પણ તમે નોકરી કરી હોય તે છેલ્લી કંપની વિશે ખરાબ ના બોલશો. હંમેશા તમે તે કંપની માંથી શું શીખ્યા અને નવી કસોટી માટે તૈયાર છો તેમ બતાવો.
- યાદ રાખો કે તમે જ્યાં જોબ માટે જઈ રહ્યા છો ત્યાં વર્ક પ્લેસ પર અનુભવ ખૂબ જરૂરી હોય છે. પરંતુ જો તમે ફ્રેશર હોય તો એમ ના કહો કે તમને અનુભવ નથી. તેના બદલે તમે કેટલું જલ્દી કામ શીખી શકો છો તે ખાતરી આપો.
- ઇન્ટરવ્યુ દરમિયાન રીક્રુટરની દરેક વાત ધ્યાનથી સાંભળો. વાતચીતની વચ્ચે ક્યારેય પગારની વાત ના કાઢો.
- ઇન્ટરવ્યુ દરમિયાન વધુ પડતો આત્મ વિશ્વાસ ના બતાવો. એવું ક્યારેય ના કહો કે તમે તે જોબ માટે પરફેક્ટ છો. આ તે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ પર છોડી દો.
- વાતચીત દરમિયાન તમે પણ રસ લો અને પ્રશ્ન પૂછતાં રહો. સવાલ ન પૂછવાથી એવું લાગી શકે કે તમને નોકરી કે કંપનીમાં કોઈ રસ નથી.
વધુ વાંચો: રાત્રે ઓશીકું લઈને સૂવાની ટેવ આજથી જ સુધારી દેજો, જાણો તેનાથી થતા નુકસાન આ Videoમાં
જો આટલી વાત ધ્યાનમાં રાખશો તો તમને જોબ ઇન્ટરવ્યુમાં કોઈ રિજેક્ટ નહીં કરી શકે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ