બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Diwali 2023 remedies for diwali morning to attract maa lakshmi

Diwali 2023 / શુભ દિપાવલી: આજે સવાર સવારમાં જ કરી લો આ ખાસ ઉપાય, લક્ષ્મીજીની કૃપાથી પૈસાથી છલકાઈ જશે ઘરની તિજોરી

Arohi

Last Updated: 07:39 AM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diwali 2023: દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ગણેશ ભગવાનની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજાથી ઘરમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ આવે છે. તેની સાથે જ આ દિવસે અમુક કામ કરવાથી તેનો ખાસ લાભ મળે છે.

  • દિવાળીના દિવસે કરો આ કામ 
  • ઘરમાં આવશે સુખ-શાંતિ, સમૃદ્ધિ
  • લક્ષ્મીજીની કૃપાથી છલકાઈ જશે તિજોરી 

દિવાળીનો તહેવાર આ વખતે 12 નવેમ્બરે ઉજવવામાં આવી રહ્યો છે. હિંદૂ ધર્મમાં સૌથી મોટો તહેવાર દિવાળી છે. લોકો પ્રભુ શ્રીરામના 14 વર્ષના વનવાસના બાદ અયોધ્યા પરત ફરવાની ખુશીમાં આ તહેવાર ઉજવે છે. આ દિવસે દિવો કરીને લોકો ઘરને રોશન કરે છે. તેની સાથે જ અલગ અલગ પ્રકારના પકવાન બનાવવામાં આવે છે. 

દિવાળીના દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે તેમની પૂજાથી ઘરમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ બની રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે અમુક કામ કરવાથી માતા લક્ષ્મીનો ખાસ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 

દિવાળીના દિવસે સવારે કરો આ કામ 
દિવાળીના દિવસે સવારે ઉઠતા જ ઘરની સાફ-સફાઈ કરવી શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તેનાથી માતા લક્ષ્મી ઘરમાં સ્થાઈ નિવાસ કરે છે અને ધન-દોલતની કમી નથી થતી. દિવાળીના દિવસે તુલસીના છોડની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. 

કહેવાય છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. દિવાળીના દિવસે તુલસીની પૂજા કરવાની સાથે જળ ચડાવવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને ધનના ભંડાર ભરી દે છે. તેના ઉપરાંત દિવાળીના દિવસે તુલસીના સામે ઘીનો દિવો કરવો પણ શુભ માનવામાં આવે છે. 

દિવાળીના દિવસે સવારે ઉઠતા જ સ્નાન કરી તુલસીના છોડમાં જળ અર્પિત કરો અને થોડુ જળ બચાવી લો. તે જળનો આખા ઘરમાં છંટકાવ કરો. આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને સકારાત્મકતા આવે છે. 

દિવાળીના દિવસે ઘરની સાફ-સફાઈ બાદ ઘરના આંગળામાં રંગોળી બનાવી શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે માતા લક્ષ્મી તેનાથી ખૂબ પ્રસન્ન થાય છે અને એવામાં ઘરમાં તે જલ્દી પ્રવેશ કરે છે જેનાથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી નથી આવતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ