બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / 'Dirty talk' behind the scenes of a spa in a shopping mall in Surat's Peopleod; Police took 'Rangehaath' fast

દેહ વિક્રય / સુરતના પિપલોદમાં શોપિંગ મોલમાં સ્પાના પરદા પાછળ 'ગંદી બાત'; પોલીસે 'રંગેહાથ' ઝડપી લીધા

Mehul

Last Updated: 10:23 PM, 29 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત પોલીસ મિસિંગ સેલે પિપલોદનાં શોપિંગ મોલમાં દરોડા પાડી સ્પાની આડમાં દેહ વિક્રય કરતી પાંચ લલના સાથે બે ગ્રાહકને ઝડપી લીધા હતા. આ ઉપરાંત સ્પાના માલિકની પણ ધરપકડ કરી.

  • સુરતના પિપલોદ રોડ પર મોલમાં કૂટણખાનું 
  • સ્પાની આડમાં ચલાવાતો હતો  દેંહ વ્યાપાર 
  • કેટલાક તો રોજીંદા ગ્રાહકો; કુલ 8 ની ધરપકડ 

સુરતના અલગ-અલગ વિસ્તારોંમાં ચાલતા ગેર કાયદે કૂટણ ખાના મુદ્દે પોલીસે બાતમીદારોને સક્રિય કર્યા હોય તેમ પિપલોદ રોડ પર આવેલા ઇસ્કોન મોલમાં સુરત પોલીસ મિસિંગ સેલએ દરોડા પાડી સ્પાની આડમાં ચાલતા દેહવિક્રયના ધંધાનો પર્દાફાશ કર્યો હતો. આટલા મોટા મોલમાં સ્પા ચાલે અને એ પણ ધમધમતા શોપિંગ મોલમાં અને પોલીસને ખબર પણ ના પડે? સુરત પોલીસ મિસિંગ સેલે દરોડા પાડી પાંચ લલના સાથે બે ગ્રાહકને ઝડપી લીધા હતા. આ ઉપરાંત સ્પાના માલિકની પણ ધરપકડ કરી છે.

લલનાઓ ક્યાંની  ? અન્ય કોણ કોણ ? તપાસ  

પિપલોદનાં ભરચક વિસ્તારમાં આવેલા બ્રાન્ડેડ શો રૂમ ધરાવતા ઇસ્કોન મોલમાં સ્પાની આડમાં ગોરખ ધંધા ચાલતા હોવાની પોલીસને બાતમી મળી હતી. સ્પાની આડમાં દેહ વિક્રયનો વેપાર ફૂલ્યો-ફાલ્યો હતો, સને શોપિંગ મોલમાં આવતા યુવકોને રૂપ લલનાઓ પોતાના તરફ આકર્ષિત કરતી રહેતી હતી . કેટલાક તો એવા પણ ગ્રાહકો હતા જે નિયમિત આવતા હતા. પોલીસે બાતમીના આધારે છાપો મારી પાંચ રૂપ લલનાઓને ઝડપી લઇ પૂછ પરછ હાથ ધરી છે. યુવતીઓ ક્યા રાજ્યની છે ? કેટલા સમયથી અહીં કામ કરે છે ? અને તેના સાગરીતો કે અન્ય યુવતીઓ ક્યા વિસ્તારમાં શું કામ કરે છે તેની ઝીણવટભરી તપાસ પોલીસ ચલાવી રહી છે 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ