બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Didi is playing one game after another in Bengal. The water is flowing again on the BJP's hard work. See what happened today.

પક્ષપલટો / બંગાળમાં દીદી એક પછી એક એવી રમી રહ્યાં છે ચાલ કે ભાજપની મહેનત પર ફરી રહ્યું છે પાણી, જુઓ આજે શું બન્યું

Hiralal

Last Updated: 08:59 PM, 31 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બંગાળમાં ભાજપને સતત બીજા દિવસે મોટો ઝટકો લાગ્યો છે. બાગદાના ધારાસભ્ય વિશ્વજીત દાસ ટીએમસીમાં સામેલ થયા છે.

  • બંગાળમાં ભાજપને સતત બીજા દિવસે મોટો ઝટકો લાગ્યો
  • બાગદાના ધારાસભ્ય વિશ્વજીત દાસ ટીએમસીમાં સામેલ થયા
  • સોમવારે ધારાસભ્ય તન્મય ઘોષ પણ ભાજપ છોડીને ટીએમસીમાં આવ્યાં હતા
  • ભાજપની સભ્ય સંખ્યા 77 થી ઘટીને 72 થઈ 

હજુ એક દિવસ પહેલા એટલે કે સોમવારે વિષ્ણુપુર બેઠકના ધારાસભ્ય તન્મય ઘોષ પણ ભાજપ છોડીને ટીએમસીમાં જોડાયા હતા. 

ભાજપમાં બેચેની થઈ રહી હતી-ધારાસભ્ય વિશ્વજીત દાસ 

ભાજપ છોડીને ટીએમસીમાં સામેલ થયેલા ધારાસભ્ય વિશ્વજીત દાસે જણાવ્યું કે ભાજપમાં રહીને બેચેની થઈ રહી હતી. ભાજપમાં પાર્ટીની સંસ્કૃતિ નથી. આંતરિક ખેંચતાણ ઘણી છે. બીજી તરફ મમતા બેનરજી જે રીતે નેતાગીરી કરી રહ્યા છે અને જે રીતે મમતા બેનરજીનું નામ ઘેર ઘેર પહોંચી રહ્યું છે તેનાથી પ્રેરિત થઈને હું ફરી વાર ટીએમસીમાં પાછો આવ્યો છું. 

77 બેઠક જીતનાર ભાજપ પાસે હવે રહી 72 

બંગાળ ચૂંટણીમાં 77 બેઠક જીતનાર ભાજપની પાસે હવે 72 બેઠક રહી છે. સોમવારે તન્મય ઘોષ અને હવે વિશ્વજીત દાસે ભાજપ છોડી દીધું છે.

6 મહિનામાં ઉલટી ગંગા, ભાજપે જેવું કર્યું તેવું હવે ટીએમસી કરવા લાગી 
આ વર્ષે માર્ચ-એપ્રિલમાં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે TMC માં મોટી સેંધમારી કરી હતી અને પછી ટીએમસી નેતાઓના ભાજપમાં સામેલ થવાની સ્પર્ધા ચાલી હતી.  ચૂંટણીમાં ટીએમસીની જંગી જીત બાદ હવે વિપરીત પવન ફૂંકાઈ રહ્યો છે. 

બંગાળની ચૂંટણી પછી, ભાજપના 3 ધારાસભ્યો ભાજપમાં જોડાયા 
એક દિવસ પહેલા સોમવારે ભાજપ ધારાસભ્ય તન્મય ઘોષ ટીએમસીમાં પરત ફર્યા હતા. અગાઉ, જૂનમાં, ભાજપના ધારાસભ્ય અને પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોય ટીએમસીમાં ફરી જોડાયા હતા. રોય 4 વર્ષ પહેલા TMC છોડીને ભાજપમાં જોડાયા હતા. તન્મય ઘોષ એક દિવસ પહેલા જ TMC માં જોડાયા હતા. બંગાળ ચૂંટણી બાદ કુલ 4 ધારાસભ્યો ભાજપ છોડીને ટીએમસીમાં જોડાયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ