બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / diabetes symptoms 6 warning signs of diabetes visible in leg do not ignore symptoms of diabetes in gujarati

તમારા કામનું / ડાયાબિટીસ થવાનો હોય તેની પહેલા પગમાં દેખાવવા લાગે છે આ 6 ચેતવણીભર્યા સંકેત, ઈગનોર કરવાની ભૂલ ન કરતાં

Manisha Jogi

Last Updated: 07:04 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસ સંબંધિત પગની જટીલતાના ગંભીર લક્ષણો વિશે સમજવું ખૂબ જ જરૂરી છે. અહીંયા અમે તમને ડાયાબિટીસ માટે ચેતવણીરૂપ સંકેતો વિશે જાણકારી આપી રહ્યા છીએ.

  • ડાયાબિટીસ એક ગંભીર બિમારી
  • ડાયાબિટીસમાં શરીર ઈન્સ્યુલિનનું ઉત્પાદન કરી શકતું નથી
  • આવો જાણીએ ડાયાબિટીસ માટે ચેતવણીરૂપ સંકેતો

ડાયાબિટીસ એક ગંભીર બિમારી છે. આ બિમારીમાં બ્લડ શુગર ઉચ્ચ સ્તરે પહોંચી જાય છે અને શરીર ઈન્સ્યુલિનનું ઉત્પાદન કરી શકતું નથી અને યોગ્ય પ્રકારે તેનો ઉપયોગ કરી શકતું નથી. ડાયાબિટીસના કારણે પગ તથા શરીરના અન્ય અંગોને પ્રભાવિત કરતા વિભિન્ન લક્ષણો જોવા મળી શકે છે. ડાયાબિટીસ સંબંધિત પગની જટીલતાના ગંભીર લક્ષણો વિશે સમજવું ખૂબ જ જરૂરી છે. અહીંયા અમે તમને ડાયાબિટીસ માટે ચેતવણીરૂપ સંકેતો વિશે જાણકારી આપી રહ્યા છીએ. 

ઝણઝણાટી થવી
ડાયાબિટીસના કારણે નસ ડેમેજ થઈ શકે છે. જેના કારણે પગમાં પેરીપેરલ ન્યૂરોપેથી થઈ શકે છે. જેના કારણે ઝણઝણાટી, સુન્નતા, બળતરા અને સેન્સિટિવિટી શામેલ છે. દર્દીઓને પગમાં ઈજા થાય તો તેના વિશે જલ્દી ખબર પડી શકતી નથી, જેના કારણે ઈન્ફેક્શન થઈ શકે છે. 

અયોગ્ય સર્ક્યુલેસન
હાઈ બ્લડ શુગરના કારણે લોહીની ધમનીઓને નુકસાન થાય છે. જેના કારણે પગમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય પ્રકારે થઈ શકતું નથી. જેના કારણે પગમાં દુખાવો, નબળાઈ અને જલ્દીથી રૂઝ ના આવે તેવી ઈજાઓ શામેલ છે. આ ઈજાઓનો ઈલાજ કરવામાં ના આવે તો પીએડી જેવી ગંભીર મુશ્કેલી થઈ શકે છે. 

પગમાં છાલા
ન્યૂરોપેથી અને અયોગ્ય સર્ક્યુલેશનના કારણે પગમાં છાલા પડી શકે છે. આ ઈજાઓ ખુલ્લી હોય છે જેના કારણે આ ઈજા પર જલ્દી રૂઝ આવતા નથી અને ઈન્ફેક્શન થવાનું જોખમ રહે છે. જેના ગંભીર પરિણામ સ્વરૂપે સાવધાની રાખવી જરૂરી છે. 

લાલાશ પડતી ત્વચા અને સોજો
નબળા હાડકાં અને સાંધાઓ ડેમેજ થવાને કારણે પગમાં ફ્રેક્ચર અને ડિસલોકેશન થવાનું જોખમ રહે છે. જેના કારણે પગની ત્વતા લાલ પડી જાય છે અને સોજો આવે છે. 

ત્વચા બદલાઈ જવી
ડાયાબિટીસના કારણે ત્વચામાં પરિવર્તન થઈ શકે છે. જેમ કે, સ્કિન ડ્રાઈ થવી અને બેક્ટેરિયલ ઈન્ફેક્શન થવાનું જોખમ રહે છે. 

રેસ્ટલેસ લેગ સિંડ્રોમ
ડાયાબિટીસ અને રેસ્ટલેસ લેગ સિંડ્રોમ વચ્ચેનો સંબંધ યોગ્ય પ્રકારે જાણી શકાયો નથી. અનેક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, રેસ્ટલેસ લેગ સિંડ્રોમના દર્દીઓને પગમાં સેન્સેશન થાય છે. જેથી ચાલવાથી આ સમસ્યાથી રાહત મળે છે. ડાયાબિટીસના દર્દીઓએ નિયમિતરૂપે બ્લડ શુગર ચેક કરાવવું જોઈએ, હેલ્ધી ડાયટ લેવી, નિયમિતરૂપે શારીરિક કસરત કરવી અને ડોકટરે સૂચવેલ દવાઓ લેવી જરૂરી છે. 


(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ