બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 14 ટકા મોટો-30 વધારે ચમકતો દેખાશે આજે ચંદ્ર, થશે અવિસ્મરણીય અનુભવ

ખગોળીય ઘટના / 14 ટકા મોટો-30 વધારે ચમકતો દેખાશે આજે ચંદ્ર, થશે અવિસ્મરણીય અનુભવ

Ajitsinh Jadeja

Last Updated: 01:47 PM, 4 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supermoon 2025: આકાશમાં આજે વર્ષ 2025નું છેલ્લુ અને સૌથી અદભુત 'સુપરમૂન' દેખાશે.

Supermoon 2025: આકાશમાં આજે વર્ષ 2025નું છેલ્લુ અને સૌથી અદભુત 'સુપરમૂન' દેખાશે. આ એક અનલૌકિક મોકો છે જ્યારે ચંદ્ર તેના સામાન્ય પૂર્ણિમા કરતા ઘણો મોટો અને વધુ શાનદાર દેખાશે.

December Supermoon 2025: આજની રાત (4 ડિસેમ્બર, 2025) ખગોળ વિજ્ઞાનના રસ ધરાવનાર માટે ખૂબ ખાસ રાત બનવા જઈ રહી છે. 2025નો છેલ્લો અને સૌથી અદભુત 'સુપરમૂન' આજે આકાશમાં દેખાશે. આ એક અનોખો નજારો છે જ્યારે આપણો ચંદ્ર તેના સામાન્ય પૂર્ણિમા કરતા ઘણો મોટો અને વધુ શાનદાર દેખાશે. જો તમે આ વર્ષે ચંદ્રનો સૌથી સુંદર દેખાવ જોવા માંગતા હો તો આજે રાત્રે સૂર્યાસ્ત પછી આકાશ પર નજર કરવાનો ચુકતા નહી. આ અવકાશી ઘટનાને તમારી પોતાની આંખોથી જોવી એ એક અવિસ્મરણીય અનુભવ હોઈ શકે છે.

moon

સુપરમૂન શું છે?

સુપરમૂન ત્યારે થાય છે જ્યારે ચંદ્ર એક સાથે બે મહત્વપૂર્ણ સ્થિતિમાં હોય છે: જ્યારે ચંદ્ર સંપૂર્ણપણે ગોળ અને પ્રકાશિત હોય છે, અને જ્યારે ચંદ્ર તેની લંબગોળ ભ્રમણકક્ષામાં પૃથ્વીના સૌથી નજીકના બિંદુ પર પહોંચે છે.

જ્યારે પૂર્ણિમા અને ઉપભૂની સ્થિતિ એક સાથે આવે છે, ત્યારે ચંદ્ર સામાન્ય કરતા ઘણો મોટો અને તેજસ્વી દેખાય છે. વૈજ્ઞાનિકોના મતે આજની રાતનો સુપરમૂન સામાન્ય પૂર્ણિમા કરતા 14 ટકા મોટો અને 30 ટકા વધુ ચમકીલો દેખાઈ શકે છે.

આજે રાત્રે સુપરમૂન ક્યારે અને ક્યાં જોવો?

આ સુપરમૂન જોવાનો શ્રેષ્ઠ સમય એ છે કે જ્યારે ચંદ્ર ક્ષિતિજની ઉપર હોય. આ ભવ્ય દૃશ્ય જોવા માટે તમારે આજે સાંજે સૂર્યાસ્ત પછી પૂર્વ દિશામાં આકાશમાં આ જોવા મળશે. જ્યારે ચંદ્ર ક્ષિતિજની નજીક હોય છે, ત્યારે એક અદ્ભુત ઓપ્ટિકલ ઇલ્યૂજન ઉત્પન્ન થાય છે, જેનાથી તે વધુ મોટો દેખાય છે. 5 ડિસેમ્બરે સવારે 4:44 વાગ્યે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હશે.

vtv app promotion

આ ખાસ દૃશ્ય ક્યાં દેખાશે?

આ દૃશ્ય ભારતમાં લગભગ દરેક જગ્યાએ દેખાશે, જો કે આકાશ સ્વચ્છ હોવું જોઇએ. કેટલાક મોટા શહેરો અને તેની આસપાસના વિસ્તારોમાં તે ખાસ કરીને શાનદાર દેખાશે. મહાનગરોમાં રહેતા લોકો પણ સુપરમૂનનો આનંદ માણી શકે છે. શ્રેષ્ઠ દૃશ્ય માટે રાત્રિના પહેલા થોડા કલાકો દરમિયાન જ્યારે ચંદ્ર ઉગે છે ત્યારે આકાશને જરૂર જુઓ.

આ પણ વાંચોઃ 5 ડિસેમ્બરથી આ 4 જાતકોને ઘી-કેળાં, વક્રી ગુરુનું રાશિ પરિવર્તન રૂપિયામાં રમાડશે

કોઈ ખાસ ઉપકરણની જરૂર નથી

સુપરમૂન જોવા માટે કોઈ ખાસ સાધનોની જરૂર નથી, પરંતુ જો તમારી પાસે દૂરબીન અથવા નાનું ટેલિસ્કોપ હોય તો તમે ચંદ્રની સપાટીને નજીકથી જોઈ શકશો. વર્ષના છેલ્લા સુપરમૂન સાથે આજે રાત્રે આકાશમાં આ અદભુત "શો" જોવાનું ચૂકશો નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SuperMoon Margashirsha Purnima Moon Rise
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ