બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / devotees will go to Adi Kailash by vehicle 130 km route prepared on 20 thousand feet

SHORT & SIMPLE / ગુડ ન્યુઝ: હવેથી ભક્તો વાહનમાં બેસીને પણ જઇ શકશે આદિ કૈલાશ, 20 હજાર ફૂટની ઊંચાઇએ તૈયાર કરાયો 130 કિમીનો માર્ગ

Manisha Jogi

Last Updated: 09:07 AM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને 130 કિલોમીટર લાંબા રસ્તાનું કર્યું નિર્માણ. ભક્તો પ્રથમ વાર વાહનો મારફતે તવાઘાટથી આદિ કૈલાશ અને ઓમ પર્વત સુધી જઈ શકશે.

  • 4 મેથી આદિ કૈલાશ અને ઓમ પર્વતની યાત્રાની શરૂઆત.
  • વાહનો મારફતે જઈ શકાશે આદિ કૈલાશ અને ઓમ પર્વત.
  • 20 હજાર ફૂટની ઊંચાઇએ 130 કિમી લાંબા રોડનું નિર્માણ.
     

ઉત્તરાખંડના પિથોરાગઢમાં 4 મેથી આદિ કૈલાશ અને ઓમ પર્વતની યાત્રાની શરૂઆત થશે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુઝી ભક્તો તવાઘાટ પોઇન્ટથી ચાલતા જતા હતા, પરંતુ ભક્તો પ્રથમ વાર વાહનો મારફતે તવાઘાટથી આદિ કૈલાશ અને ઓમ પર્વત સુધી જઈ શકશે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)એ 20 હજાર ફૂટની ઊંચાઇ પર 130 કિલોમીટર લાંબા રસ્તાનું નિર્માણ કર્યું છે, જેના કારણે ભક્તોએ હવેથી ચાલતા નહીં જવું પડે. કુમાઉ મંડળ વિકાસ નિગમે (KMVN)એ શ્રદ્ધાળુઓને એક સ્પેશિયલ પેકેજ ઓફર કર્યું છે. શ્રદ્ધાળુઓ પેકેજ વગર પણ જવા માંગે તો તેઓ જઈ શકે છે, પરંતુ તે માટે ધારચૂલામાં SDM ઓફિસમાંથી ઈનરલાઈન પરમિશન લેવાની રહેશે. 

આદિ કૈલાશને ભારતનું કૈલાશ માનસરોવર તરીકે પણ ઓળખવામાં આવે છે. ચીને કબ્જો કરેલ તિબેટમાં આવેલ કૈલાશ પર્વતનો પડછાયો મનસરોવરમાં અને આદિ કૈલાશ પર્વતનો પડછાયો પાર્વતી કુંડમાં પડે છે. તમને જણાવી દઈએ કે, ઉત્તરાખંડ સીમા પર લિપુલેખ ખીણના રસ્તા પર હાલ પૂરતી કૈલાશ માનસરોવરની યાત્રા બંધ છે. 25 એપ્રિલથી કેદારનાથ ધામના કપાટ ખોલી દેવામાં આવશે. 22 એપ્રિલથી ઉત્તરાખંડની ચારધામ યાત્રાની શરૂઆત થઈ રહી છે. 22 એપ્રિલથી યમુનોત્રી અને ગંગોત્રાના કપાટ ખુલશે તથા 27 એપ્રિલથી બદ્રીનાથના કપાટ ખુલશે. અત્યાર સુધીમાં 9 લાખ 68 હજાર 951 લોકોએ યાત્રા માટે નોંધણી કરાવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ