ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ખેતરનો પાક પશુઓ અને પક્ષીઓથી બચાવવા માટે ખેતરમાં આપણે ચાડિયા જોયા છે. માણસ જેવા દેખાતા ચાડિયાને જોઇને પશુ અને પક્ષીઓ ખેતરમાં આવતા ડરે. પરંતુ દિવસ જાય તેમ હવે આ કામગીરીમાં પણ નવો જુગાડ સામે આવ્યો. ગામડામાં રહેતા લોકો જાણે છે કે ખેતરમાં ગાય,ભેંસ જેવા પ્રાણીઓ સહિત પક્ષીઓને કારણે પાક નિષ્ફળ જાય છે. વળી ખેતરની રખેવાળી કરવા ખેડૂતો આખો દિવસ ખેતરમાં ઉભો રહે તે પણ શક્ય નથી. ત્યારે પક્ષીઓને ખેતરોથી દૂર રાખવા માટે ખેડૂતે દેશી ઉપકરણનો ઉપયોગ કર્યો.
ખેતરના પાકને પક્ષીઓથી બચાવવાનો ઉપાય
ADVERTISEMENT
ખેતરમાં પક્ષીઓ પાકને બગાડે નહીં તે માટે ખેડૂતે અનોખા ઉપકરણનો ઉપયોગ કર્યો છે. આ ઉપકરણથી ખેતરમાં સતત અવાજ આવે છે, જેના કારણે પક્ષીઓ દૂર રહે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિએ ખેતરમાંથી પક્ષીઓને ભગાડવા માટે વાંસનો સરસ સેટઅપ બનાવ્યો છે. વાંસની જમણી બાજુએ લોખંડની ભારે પ્લેટ બાંધવામાં આવે છે, જ્યારે ડાબી બાજુથી વાંસમાં પાણી ભરાય છે. વાંસની ડાબી બાજુ પાણી ભરાઈ જતાં તે ખેતર તરફ પડે છે અને બીજી બાજુની લોખંડની વીંટી થાળી પર પડતાં ખૂબ જ જોરથી અવાજ આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
દેશી જુગાડથી ખેડૂતોને ફાયદો
અવાજ સાંભળીને ખેતરમાં આવતા પંખીઓ ઉડી જાય છે અને થોડીક સેકન્ડ પછી ફરી આવું નજારો જોવા મળે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. પાકને પક્ષીઓથી બચાવવા માટે ખેડૂતોએ આ અનોખી રીત અપનાવી છે. થાળીમાંથી આવતો જોરદાર અવાજ સાંભળીને નજીકમાં બેઠેલા પક્ષીઓ ઉડી જાય છે. માત્ર એક નાની યુક્તિથી, ખેડૂત અથવા તેના પરિવારના સભ્યને આખો દિવસ ખેતરમાં ઉભા રહેવાની જરૂર રહેશે નહીં. સોશિયલ મીડિયામાં આ વીડિયો સરળ રસ્તો...આવા કેપ્શન સાથે વીડિયો લોકો ઘણો પસંદ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ