બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Deputy Collector level 38 officers and 29 officials of the Mamlatdar level have been ordered to be transferred.

ગાંધીનગર / બદલીનો ઘાણવો, ડેપ્યુટી કલેક્ટર કક્ષાના 38 અને મામલતદાર કક્ષાના 29 અધિકારીઓની બદલી, જુઓ લિસ્ટ

Dinesh

Last Updated: 11:41 PM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhingar news: બોટાદ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર તરીકે ફરજ બજાવતા પરેશકુમાર ટી પ્રજાપતિની ડીસી-એનએ, અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે

  • ચૂંટણી પહેલા અનેક ખાતામાં બદલી
  • રાજ્યના વહીવટી તંત્ર ધરખમ ફેરફાર થયા 
  • ડેપ્યુટી કલેક્ટર કક્ષાના 38 અધિકારીઓની બદલી
  • મામલતદાર કક્ષાના 29 અધિકારીઓની બદલી


લોકસભાની ચૂંટણી પહેલા અનેક વિભાગમાં બદલીઓનો દૌર શરુ થઈ ગયો છે.  રાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર થયા છે. અત્રે જણાવીએ કે, ડેપ્યુટી કલેક્ટર કક્ષાના 38 અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે. જ્યારે મામલતદાર કક્ષાના 29 અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. 

38 અધિકારીઓને બદલીના આદેશ કરાયા
બોટાદ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર તરીકે ફરજ બજાવતા પરેશકુમાર ટી પ્રજાપતિની ડીસી-એનએ, અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે આણંદ જિલ્લાના બોરસદમા પ્રાંત ઓફિસર એચ.ઝેડ. ભાલિયાની બદલી આણંદ જિલ્લાના ઝાલોદમાં પ્રાંત ઓફિસર તરીકે કરવામાં આવી છે. મહિસાગર જિલ્લામાં ડેપ્યુટી ડીઇઓ તરીકે ફરજ બજાવતા કુંજલ કે શાહની ડીસી-એલઆર કલેક્ટર, અમદાવાદ ખાતે બદલી કરાઇ છે. 

જુઓ લિસ્ટ

મામલતદાર કક્ષાના 29 અધિકારીઓની બદલી, જુઓ લિસ્ટ

ગાંધીનગર જિલ્લાના 484 કોન્સ્ટેબલની બદલી
GAS કેડરના જૂનિયર સ્કેલના 12 પ્રોબેશનરી અધિકારીઓને મહેસૂલ વિભાગમાં ફળવાયા છે.  તો બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં પણ પોલીસની પણ આંતરિક બદલી કરાઈ છે. ગાંધીનગર જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલની આંતરિક બદલી કરાઈ છે.  484 કોન્સ્ટેબલને બદલીના આદેશ કરાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ