બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / ટેક અને ઓટો / Telegram યુઝર્સ સાવધાન! તમારી એક ભૂલ અને બેંક એકાઉન્ટ ખાલીખમ, જોઇ લેજો આ Video

યુઝર્સ સાવધાન / Telegram યુઝર્સ સાવધાન! તમારી એક ભૂલ અને બેંક એકાઉન્ટ ખાલીખમ, જોઇ લેજો આ Video

Last Updated: 08:51 AM, 26 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે ટેલિગ્રામ પર લોકોને અલગ-અલગ રીતે ફસાવવામાં આવી રહ્યા છે. જાણો શું છે આ નવું સ્કેમ અને સરકારે ટેલિગ્રામ યુઝર્સને શું ચેતવણી આપી?

લોકો પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ એપ્સ પર જ પસાર કરે છે. એવામાં છેતરપિંડી કરનારાઓ પણ આવી જ એપ્સ પર નજર રાખે છે. તેઓ થોડી જ સેકન્ડ માટે એપ્સ પર એક્ટિવ રહે છે લોકોના મહેનતના પૈસા લઈ લે છે. આવા જ કૌભાંડો હવે ટેલિગ્રામ પર પણ થઈ રહ્યા છે. આ વિશે સરકારે ચેતવણી પણ આપી દીધી છે.

ટેલિકોમ્યુનિકેશન વિભાગે એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં લોકોને ટેલિગ્રામ એપ દ્વારા કૌભાંડોથી બચવા માટે કહેવામાં આવ્યું છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, સ્કેમર્સ ટેલિગ્રામ પર લોકોને છેતરી રહ્યા છે. સ્કેમર્સ મોટી કંપનીઓના નામે ચેનલો અથવા ગ્રુપ બનાવે છે અને ઓનલાઇન પૈસા કમાવવાની લાલચ આપે છે. આવા તમામ ફ્રોડ ગ્રુપ અને ચેનલોથી દૂર રહેવાનો એક સંદેશ આપ્યો છે.

વધુ વાંચો: Instagram પર સસ્પેન્ડ કરેલા એકાઉન્ટને કરો આ રીતે રિકવર, જાણો ટિપ્સ


દેશમાં સાયબર ક્રાઇમની સંખ્યા સતત વધી રહી છે. છેતરપિંડી કરનારા લોકોને ઈમેલ અને ફોન કોલ કરીને ફસાવે છે. ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓ પણ હવે ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં વધુ સાવચેતી રાખવાની જરૂર છે. એવામાં એક નાનકળી ભૂલ પણ આપણને મોંઘી પડી શકે છે.

સાયબર ક્રાઈમથી કેવી રીતે બચી શકાય?

કોઈપણ શંકાસ્પદ લિંક, વેબસાઈટ, મેસેજ ખોલશો નહીં. ફોન પર કોઈની સાથે OTP અથવા અન્ય અંગત માહિતી શેર કરશો નહીં. હંમેશા ઓફિશિયલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી જ એપ્સ ડાઉનલોડ કરો. થર્ડ પાર્ટીથી ડાઉનલોડ કરેલ એપ્સ નુકસાન પહોંચાડી શકે છે. જો તમે સાયબર ક્રાઈમનો ભોગ બનશો તો તરત જ પોલીસને જાણ કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Telecommunication Online Scam Telegram
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ