બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Instagram પર સસ્પેન્ડ કરેલા એકાઉન્ટને કરો આ રીતે રિકવર, જાણો ટિપ્સ
Last Updated: 12:55 PM, 23 December 2024
કેટલીકવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ થઇ જાય છે અને આપણે વિચાર કરીએ છીએ કે, આવું કેમ થયું? તો ચાલો જાણીએ શું છે, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ રિકવર કરવાની પદ્ધતિ. જ્યારે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ થાય છે, ત્યારે તમારી સ્ક્રીન પર એક વેરિફિકેશન પ્રોસેસ થાય છે.
ADVERTISEMENT

આ પ્રોસેસમાં તમારે આઈડી પ્રૂફ અને એક ફોટો સબમિટ કરવાનો રહે છે. આના માટે તમારે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નાખવો પડશે. આ નંબર પર OTP આવશે, જે તમારે ભરી દેવાનો રેહશે અને સબમિટ કરવાનું રહેશે.
ADVERTISEMENT
વધુ વાંચો: WhatsApp લઇને આવ્યું વધુ એક ન્યૂ ફીચર, સ્ટેટસ અપડેટ પર મળશે આ શાનદાર વિકલ્પ
આ પ્રોસેસ પછી તમારા મોબાઈલ પર એક 'Mail' આવશે અને તેમાં એક ફોર્મ શેર કરેલું હશે. જો કે, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને રિકવર લારવા માટે તમારે 180 દિવસની અંદર અપીલ કરવી પડે છે. આ અપીલ કરવા માટે તમારે ઇન્સ્ટાગ્રામના 'હેલ્પ સેન્ટર' પર જવું પડશે. હેલ્પ સેન્ટરમાં 'My Account Suspended' પર ક્લિક કરવાનું રહેશે. હવે એક ફોર્મ ખુલશે અને તેમાં તમારૂ યુઝર નામ, તેમજ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ થવાનું મુખ્ય કારણ જે તમને લાગતું હોય. આ ફોર્મ ધ્યાનથી ભરવું, જેથી તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ રિકવર થઇ શકે.
ADVERTISEMENT

ફોર્મના અંતમાં ટર્મ્સ એન્ડ કંડીશનના વિકલ્પ પર ક્લિક કરવું. જો તમને લાગતું હોય કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભૂલથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, તો તમે ઇન્સ્ટાગ્રામ એપ થકી ફરીથી લોગ-ઈન આઈડી અને પાસવર્ડ નાખી શકો છો.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.