બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પેન્શનરો એલર્ટ! IT રિટર્ન ભરતા પહેલા આટલું જાણી લેજો, નહીંતર...!

તમારા કામનું / પેન્શનરો એલર્ટ! IT રિટર્ન ભરતા પહેલા આટલું જાણી લેજો, નહીંતર...!

Pravin Joshi

Last Updated: 10:07 PM, 4 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2026-27 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગની સીઝન શરૂ થઈ ચૂકી છે. વરિષ્ઠ નાગરિકો અને પેન્શનર્સ માટે યોગ્ય ITR ફોર્મ પસંદ કરવું અત્યંત મહત્વપૂર્ણ છે.

નાણાકીય વર્ષ પૂરું થતાં જ ટેક્સપેયર્સ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનો સમય આવી ગયો છે. જો તમે વરિષ્ઠ નાગરિક છો અને આકારણી વર્ષ 2026-27 માટે આઈટીઆર ભરવાની તૈયારી કરી રહ્યા છો, તો તમારા મનમાં એ સવાલ જરૂર ઉઠતો હશે કે તમારા માટે ITR-1, ITR-2, ITR-3 અને ITR-4 માંથી કયું ફોર્મ યોગ્ય રહેશે?

ઘણી વખત વરિષ્ઠ નાગરિકો ન જાણતા હોવાના કારણે ગમે તે ફોર્મ સબમિટ કરી દે છે, જેના કારણે તેમનું રિટર્ન ડિફેક્ટિવ ગણવામાં આવે છે અને પાછળથી કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કરવેરા નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે યોગ્ય ફોર્મની પસંદગી તમારી ઉંમર પર નહીં, પરંતુ તમારી કમાણીના સ્ત્રોત પર આધાર રાખે છે.

Income Tax Return

કયા વરિષ્ઠ નાગરિક માટે કયું ITR ફોર્મ લાગુ પડશે?

આવકવેરા વિભાગ દ્વારા અલગ-અલગ આવક જૂથ અને સ્ત્રોત માટે જુદા-જુદા ફોર્મ નક્કી કરવામાં આવ્યા છે:

ITR-1 (સહજ): આ ફોર્મ એવા નિવાસી વરિષ્ઠ નાગરિકો માટે છે જેમની કુલ વાર્ષિક આવક 50 લાખ રૂપિયા સુધીની છે. તેમની આવકનો સ્ત્રોત પેન્શન, સેલેરી, વધુમાં વધુ બે મકાન (હાઉસ પ્રોપર્ટી) અને બેંક વ્યાજ જેવી અન્ય આવક હોવી જોઈએ. આ ઉપરાંત, જો કોઈ વરિષ્ઠ નાગરિકને 5,000 રૂપિયા સુધીની કૃષિ આવક (એગ્રીકલ્ચર ઇન્કમ) હોય અથવા લિસ્ટેડ શેર્સ કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી 1.25 લાખ રૂપિયા સુધીનો લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) થયો હોય, તો તેઓ પણ આ ફોર્મ ભરી શકે છે.

Income Tax Return

ITR-2: જો વરિષ્ઠ નાગરિકની આવકમાં મ્યુચ્યુઅલ ફંડ કે શેર વેચાણમાંથી મળેલો કેપિટલ ગેઈન, બે કરતા વધુ મકાનની આવક, વિદેશી સંપત્તિ કે વિદેશી આવક, 5,000 રૂપિયાથી વધુની કૃષિ આવક અથવા તો તેઓ કોઈ કંપનીમાં ડાયરેક્ટર પદ ધરાવતા હોય કે અનલિસ્ટેડ શેર્સ ધરાવતા હોય, તો તેમણે ફરજિયાત ITR-2 ફોર્મ ભરવું પડશે.

ITR-3: નિવૃત્તિ પછી પણ જો કોઈ વરિષ્ઠ નાગરિક કન્સલ્ટન્સી, ફ્રીલાન્સિંગ, પ્રોફેશનલ પ્રેક્ટિસ અથવા પોતાના કોઈ વ્યવસાય-બિઝનેસમાંથી આવક મેળવી રહ્યા હોય, તો તેમના માટે ITR-3 ફોર્મ લાગુ પડશે.

ITR-4 (સુગમ): આ ફોર્મ એવા કરદાતાઓ માટે છે જેઓ સરકારની પ્રિઝમ્પટિવ ટેક્સેશન સ્કીમનો વિકલ્પ પસંદ કરે છે અને જેમની કુલ વાર્ષિક આવક 50 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં હોય છે.

INCOME-TAX-1-

વરિષ્ઠ નાગરિકો અવારનવાર કઈ ભૂલો કરે છે?

પ્રખ્યાત ટેક્સ એક્સપર્ટ સીએ ડો. સુરેશ સુરાનાના જણાવ્યા અનુસાર, મોટાભાગના વરિષ્ઠ નાગરિકો એવી ભૂલભરેલી ધારણા રાખે છે કે તેમને માત્ર પેન્શન જ મળતું હોવાથી તેમના પર હંમેશા ITR-1 જ લાગુ થશે. પરંતુ જો આ સમયગાળા દરમિયાન તેમણે પોતાના મ્યુચ્યુઅલ ફંડ કે શેર વેચ્યા હોય અને તેના પર કેપિટલ ગેઈન થયો હોય, તો તેઓ ITR-1 ભરી શકતા નથી.

આ ઉપરાંત, ઘણા નિવૃત્ત લોકો વિવિધ કંપનીઓમાં કન્સલ્ટન્ટ તરીકે સેવા આપીને પ્રોફેશનલ ફી મેળવે છે, તેમ છતાં તેઓ ભૂલથી ITR-1 કે ITR-2 ફાઇલ કરી દે છે. આવા કિસ્સાઓમાં તેમની કમાણી બિઝનેસ અને પ્રોફેશન હેઠળ આવતી હોવાથી ITR-3 કે ITR-4 જ યોગ્ય ગણાય છે.

INCOME TAX BILL 2

વિદેશી આવક અને સંપત્તિને નજરઅંદાજ ન કરો

જો કોઈ વરિષ્ઠ નાગરિકને વિદેશમાંથી પેન્શન મળતું હોય, વિદેશમાં કોઈ બેંક એકાઉન્ટ હોય અથવા ત્યાં કોઈ પ્રોપર્ટી હોય, તો તેમણે ખૂબ જ કાળજીપૂર્વક ITR-2 અથવા ITR-3 ફાઇલ કરવું પડે છે. આવા કિસ્સાઓમાં રિટર્ન ભરતી વખતે વધારાની વૈશ્વિક સંપત્તિની વિગતો જાહેર કરવી કાયદાકીય રીતે અનિવાર્ય છે.

Form 26AS, AIS અને TIS ની ચકાસણી સૌથી જરૂરી

કોઈપણ ટેક્સપેયરે પોતાનું રિટર્ન સબમિટ કરતાં પહેલાં પોતાના આવકવેરા પોર્ટલ પર જઈને Form 26AS, એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ અને ટેક્સપેયર ઇન્ફોર્મેશન સમરીની ઝીણવટપૂર્વક તપાસ કરવી જોઈએ. વરિષ્ઠ નાગરિકોએ ખાસ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમની પેન્શન આવક, બેંક એફડીનું વ્યાજ, સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમનું વ્યાજ, ડિવિડન્ડની કમાણી, શેર-મ્યુચ્યુઅલ ફંડના કેપિટલ ગેઈન અને કપાયેલા ટીડીએસના આંકડા આ તમામ સ્ટેટમેન્ટ સાથે બરાબર મેચ થાય છે કે નહીં.

આ પણ વાંચોઃ દિલ્હી અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી: હોટલ માલિક લવકેશ બજાજની ધરપકડ

નિષ્ણાતો વધુમાં સલાહ આપે છે કે માત્ર AIS માં દેખાતી વિગતો પર જ આંખ બંધ કરીને ભરોસો ન કરવો જોઈએ. યુઝર્સે પોતાના અસલી બેંક સ્ટેટમેન્ટ, Form 16 / 16A અને વાસ્તવિક આવકના આંકડાઓ સાથે તેનું ક્રોસ-વેરિફિકેશન કરવું જોઈએ, જેથી ભવિષ્યમાં ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ પણ પ્રકારની ડિફેક્ટિવ નોટિસ કે દંડની કાર્યવાહીથી બચી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ITR1 PensionersTaxGuide IncomeTaxAlert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ