બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કાર એક્સીડેન્ટ થાય તો પહેલા પતાવી લો આ કામ, સરળતાથી મળી જશે ઈન્શ્યોરન્સ ક્લેમ
Last Updated: 05:20 PM, 4 June 2026
કાર ચલાવતી વખતે અકસ્માત થવો એ એક ખરાબ સપના જેવું લાગે છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો ચિંતામાં આવી જાય છે અને કારને થયેલા નુકસાનને જોઈને ટેન્શન વધી જાય છે. પરંતુ ગભરાવાની જગ્યાએ એ સમય છે જ્યારે સમજદારીથી અને ઠંડા દિમાગથી કામ લેવું જોઈએ. તમારી એક નાની ભૂલ પણ ઈન્શ્યોરન્સ ક્લેમ મેળવવામાં મોટી મૂશ્કેલી ઉભી થઇ શકે છે, આ ઉપરાંત ક્લેમ રિજેક્ટ પણ થઈ શકે છે.
ADVERTISEMENT
હવે લગભગ બધી જ ઈન્શ્યોરન્સ કંપનીઓ ડિજિટલ ક્લેમ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે, જેમાં તમે આપેલા ફોટા અને વીડિયો જ ક્લેમ પાસ થવાનો મુખ્ય આધાર બને છે. જો તમે ઘટનાસ્થળે જ યોગ્ય રીતે ડિજિટલ પુરાવા (Photos & Videos) તૈયાર કરી લો, તો તમારો ક્લેમ કોઈપણ પ્રકારની ઝંઝટ વિના તરત જ પાસ થઈ શકે છે. આવો જાણીએ કે, અકસ્માત પછી મોબાઈલથી ફોટા-વિડિયો લેતી વખતે કયા જરૂરી નિયમોનું પાલન કરવું જોઈએ.
ADVERTISEMENT
વાઈડ એંગલ શોટથી શરૂઆત કરો: મોટાભાગના લોકો માત્ર એ જ ભાગનો ફોટો ક્લિક કરે છે જ્યાં ડેન્ટ કે સ્ક્રેચ આવ્યો હોય. આ સૌથી મોટી ભૂલ છે. સૌથી પહેલા કારથી થોડું દૂર ઊભા રહીને વાઈડ એંગલ ક્લિક કરો, જેમાં તમારી કાર, બીજી કાર (જો ટક્કર થઈ હોય) અને આસપાસનું વાતાવરણ સ્પષ્ટ દેખાય. આથી ઈન્શ્યોરન્સ સર્વેયરને સમજવામાં સરળતા રહે છે કે અકસ્માત કયા સ્થળે અને કઈ પરિસ્થિતિમાં થયો હતો.

ADVERTISEMENT
ક્લોઝ-અપ શોટ્સ: વાઈડ શોટ લીધા પછી, કારના નુકસાન થયેલા ભાગની નજીક જાઓ. જ્યાં ડેન્ટ, સ્ક્રેચ કે તૂટી ગયેલું હોય, એ જગ્યાની ક્લોઝ-અપ ફોટો લો. અલગ-અલગ એંગલથી ફોટા લો, જેથી નુકસાનની ગંભીરતા અને ઊંડાઈ સ્પષ્ટ થાય છે.
ચારેય ખૂણાના ફોટોઝઃ ઈન્શ્યોરન્સ કંપનીઓએ ખાતરી કરવા માંગે છે કે, કારમાં પહેલેથી કોઈ જૂનો ડેન્ટ તો નથી ને. એટલે તમારી કારના ચારેય ખૂણાની તસવીરો જરૂરથી લો. ભલે નુકસાન માત્ર આગળના બમ્પર પર થયું હોય, છતાં પાછળ અને સાઈડની તસવીરો ક્લેમ પ્રોસેસને સરળ બનાવે છે.
ADVERTISEMENT
વીડિયો બનાવતી વખતે ‘પેનિંગ’ ટેકનિકનો ઉપયોગ કરોઃ માત્ર ફોટા જ નહીં, પણ એક નાનો અને સ્પષ્ટ વીડિયો પણ ક્લેમ સરળતાથી પાસ કરવામાં મદદરૂપ થાય છે. વીડિયો રેકોર્ડ કરતી વખતે મોબાઈલને ઝડપથી ન ફેરવો. ધીમે-ધીમે કેમેરાને ફેરવતા (Panning) આખું સ્થળ અને કાર બતાવતા વીડિયો બનાવો. વીડિયોમાં કારની નંબર પ્લેટ અને ડેન્ટ થયેલો ભાગ એક જ ફ્રેમમાં સતત દેખાવા જોઈએ, જેથી સાબિત થાય કે વીડિયો એ જ કારનો છે.

ADVERTISEMENT
નંબર પ્લેટ અને લૅન્ડમાર્કને સમાવિષ્ટ કરો: ફોટા અને વીડિયોમાં તમારા કારની નંબર પ્લેટ સ્પષ્ટ દેખાવી જોઈએ. શક્ય હોય તો, બેકગ્રાઉન્ડમાં કોઈ મીલ સ્ટોન, સાઈનબોર્ડ, દુકાન કે રસ્તાનું નામ પણ કૅપ્ચર કરો. આથી અકસ્માતની જગ્યા ચકાસવામાં સરળતા રહે છે.
લાઈટિંગનું ખાસ ધ્યાન રાખો: જો અકસ્માત રાત્રે થયો હોય, તો મોબાઈલની ફ્લેશ લાઈટનો ઉપયોગ કરો અથવા કારની હેડલાઈટ/સ્ટ્રીટલાઈટની લાઈટમાં ફોટા લો. ધૂંધળી કે અંધારામાં લેવાયેલી તસવીરો ઈન્શ્યોરન્સ કંપનીઓ શંકાસ્પદ માનીને ક્લેમ અટકાવી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 300 રુપિયાથી સસ્તો મળી રહ્યો છે LPG cylinder, 10 કરોડથી વધારે લોકો લીધો લાભ
જરૂરી સલાહ: અકસ્માત થયા પછી કારને સ્થળ પરથી ત્યા સુધી ન હટાવો, જ્યાં સુધી તમે ફોટા અને વીડિયો ન લઈ લો. કારને ગેરેજ મોકલતા પહેલા ઈન્શ્યોરન્સ કંપનીના એપ પર કે કસ્ટમર કેર પર આ પુરાવા સાથે તરત જ ક્લેમ રજિસ્ટર કરો. આ ઉપરાંત જરૂર પડે તો FIR પણ નોંધાવો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.