બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચંડોળા બાદ અમદાવાદના વધુ એક તળાવ પર ચાલ્યું 'દાદા'નું બુલડોઝર, 150થી વધુ મકાનો નેસ્તનાબૂદ

કાર્યવાહી / ચંડોળા બાદ અમદાવાદના વધુ એક તળાવ પર ચાલ્યું 'દાદા'નું બુલડોઝર, 150થી વધુ મકાનો નેસ્તનાબૂદ

Vishal Khamar

Last Updated: 12:39 PM, 16 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં કમળ તળાવ પર થયેલા દબાણો પર બુલડોઝર ફર્યું છે. ગેરકાયદે બંધાયેલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે.

અમદાવાદના સરદારનગરમાં એએમસી દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કમલ તળાવ પર થયેલ દબાણો પર બુલડોઝર ફર્યું હતું. 150 થી વધુ મકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર બંધાયેલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.

અગાઉ અનેક વખત નોટિસ આપવામાં આવી હતી

અમદાવાદના સરદારનગરમાં ગેરકાયદેસ સોસાયટીઓ બનાવવામાં આવી હતી. જે બાબતે એએમસી દ્વારા અનેક વખત નોટિસ આપવામાં આવી હતી. સતત 21 દિવસથી કોર્પોરેશનની ટીમ દ્વારા અહીંયા વિઝિટ કરવામાં આવી રહી હતી. અનેક લોકો સ્વેચ્છાએ જગ્યા ખાલી કરી છે. પરંતું જે લોકોએ જગ્યા ખાલી કરી નથી. ત્યાંથી દબાણ હટાવવાની કામકાજ ચાલી રહ્યું છે. કાટમાળ હટાવ્યા પછી તળાવનું રિડેવલપમેન્ટ કરવામાં આવશે. દબાણ હટાવવા થી કુલ 15000 ચોરસ મીટર જગ્યા ખાલી કરવામાં આવશે.

થોડા સમય પહેલા અમદાવાદ: અમદાવાદમાં ઓપરેશન ક્લીન ચંડોળા 2.0 પૂર્ણ થઈ ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના સંયુક્ત અભિયાનમાં ચંડોળા તળાવ વિસ્તારમાં બીજા તબક્કાની ડિમોલિશનની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. આ અંગે મળતી માહિતી અનુસાર, AMC-પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 8 હજારથી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે. ફેઝ 2માં 2.50 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. ઓપરેશન ક્લીન ચંડોળા 2.0માં સૂર્યનગર પોલીસ મથકથી મીરા સિનેમા રોડ તરફના દબાણ દૂર કરવામાં આવ્યા છે.

8 હજારથી વધુ દબાણો હટાવાયા

માહિતી અનુસાર, એક દિવસ અગાઉ બીજા તબક્કાની ડિમોલિશનની કામગીરી પૂર્ણ થયા પછી હવે આજે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ચંડોળા તળાવ વિસ્તારમાંથી 2.50 લાખ ચો.મી. જમીન પરથી દબાણ હટાવીને જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. ચંડોળા તળાવ વિસ્તારમાંથી 8500 દબાણો હટાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે AMC દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં હતી. અત્યાર સુધીમાં 99% ગેરાકયેદસર બાંધકામ દૂર કરવામાં આવ્યા છે.

આગામી દિવસોમાં ચંડોળા તળવાને ઉંડું કરવામાં આવશે

AMC અને શહેર પોલીસની સંયુક્ત કામગીરીથી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. તળાવ આસપાસના દબાણ દૂર કર્યા બાદ ફરી દબાણ ન થાય તે માટે તળાવની ફરતે વોલ બનાવવામાં આવશે, તેમજ વોલ કર્યા બાદ અહીં એક SRPનો પોઇન્ટ પણ મૂકવામાં આવશે. આગામી સમયમાં ચંડોળા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. આગામી દિવસોમાં ચંડોળા તળાવને ઉંડું કરવામાં આવશે. ઉપરાંત કાંકરિયાની જેમ 7 ફેઝમાં તળાવનો વિકાસ કરવામાં આવશે.

vtv app promotion

ઉલ્લેખનીય છે કે ઓપરેશન ક્લીન ચંડોળા ફેઝ 1માં બાંગ્લાદેશી અને કુખ્યાત લોકોને ટાર્ગેટ કરી ડિમોલેશન કરાયું હતું. ત્યારે ફેઝ 2માં તળાવ પર રહેલા ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા છે. લલ્લા બિહારીથી લઈ તમામ બાંગ્લાદેશી ઘૂસણખોરોના દબાણ દૂર કરાયા છે. 2.50 લાખ ચોરસ મીટર તળાવની આસપાસની જગ્યા ખાલી કરવામાં આવી રહી છે. ડિમોલિશનની કામગીરી દરમિયાન ત્રણ હજાર પોલીસ કર્મચારી, SRPની 25 કંપનીઓ બંદોબસ્ત માટે તૈનાત રહી. ડિમોલિશનની કામગીરી માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો. અસરગ્રસ્તોને ખસેડવા માટે AMTSની બસો તથા મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: એવું શું થયું કે, રાજકોટમાં બે મહિલા ઇન્ફ્લુએન્સરો ફિનાઇલ ગટગટાવી ગઇ, કર્યો જીવન ટૂંકાવવાનો પ્રયાસ

201 બાંગ્લાદેશીને ડિપોર્ટ કરવામાં આવ્યા

આ કામગીરી માટે 3,000 પોલીસકર્મીઓનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો, જેમાં 25 SRPની કંપની પણ સામેલ છે. અગાઉ ફેઝ 1માં 1.5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી. આ અંતર્ગત 201 બાંગ્લાદેશી નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે કુલ 2 હજાર 1 લોકોને આ વિસ્તારમાંથી દૂર કરવામાં આવ્યા. ચંડોળા તળાવ વિસ્તાર ગુનાહિત પ્રવૃત્તિઓનું હબ બની ગયો હોવાના અહેવાલો બાદ AMCએ આ કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sardarnagar Demolition AMC Demolition Work Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ