બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દિલ્હી-NCRમાં પ્રદૂષણ ઘટતા જ સ્કૂલોને લઇ CAQMનો મહત્વનો નિર્ણય, જુઓ હવે કઇ રીતે ક્લાસ ચાલશે

રાજધાની / દિલ્હી-NCRમાં પ્રદૂષણ ઘટતા જ સ્કૂલોને લઇ CAQMનો મહત્વનો નિર્ણય, જુઓ હવે કઇ રીતે ક્લાસ ચાલશે

Last Updated: 07:37 AM, 26 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી NCRમાં પ્રદૂષણનું સ્તર ઘટતાની સાથે જ CAQMએ નિયમોમાં રાહત આપીને દિલ્હી-NCRમાં શાળાઓ ખોલવાની મંજૂરી આપી દીધી છે. જો કે, એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે સ્કૂલો ઓફલાઇનની સાથે ઓનલાઈન મોડ પણ ચાલશે.

દિલ્હી-NCRમાં પ્રદૂષણની સ્થિતિમાં સુધારો થતાં CAQMએ મોટો નિર્ણય લીધો છે. જેમાં દિલ્હી એનસીઆરમાં શાળાઓ ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે ઓનલાઈન મોડમાં પણ અભ્યાસ ચાલુ રહેશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કરીને એ વિદ્યાર્થીઓ કે આવી સ્થિતિમાં સ્કુલે ન જવા માંગતા હોય, તેમને સ્કુલે આવવાની ફરજ પાડી શકાય નહીં. આ આદેશ અનુસાર દિલ્હી એનસીઆરમાં શાળાઓ હવે ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં ચાલશે.

તાજેતરમાં દિલ્હી-NCRમાં AQI 460ને પાર કરી ગયો હતો. આ પછી સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવ્યું હતું. એવામાં CAQMએ દિલ્હી-NCRમાં 10મા ધોરણ સુધી શાળાઓ બંધ કરીને ઓનલાઈન અભ્યાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, છેલ્લા બે દિવસમાં સતત ઘટી રહેલા પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને, શાળાઓને સોમવારે મોડી સાંજે ઓફલાઇન મોડ પર ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

PROMOTIONAL 8

આખરી નિર્ણય સંબંધિત રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવશે

તાજેતરના આદેશ અનુસાર, GRAP ના તબક્કા-III ના ક્લોઝ 11, GRAP ના તબક્કા-4 ના ક્લોઝ 5 અને ક્લોઝ 8 હેઠળ છૂટ આપવામાં આવી છે. આ ક્લોઝમાં કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓને લગતી જોગવાઈઓ કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે દિલ્હી એનસીઆરમાં રાજ્ય સરકારો નક્કી કરશે કે શાળાઓમાં ધોરણ 12 સુધીના ઓફલાઈન ક્લાસ શરૂ કરવામાં આવે કે નહીં. દિલ્હીમાં દિલ્હી સરકાર આ અંગે નિર્ણય લેશે.

આ પણ વાંચો: આગામી 48 કલાક દરમિયાન આ રાજ્યોમાં થશે ભારે વરસાદ, IMDએ જારી કર્યું એલર્ટ

ઓનલાઈન મોડમાં પણ ચાલુ રહેશે અભ્યાસ

ઉત્તર પ્રદેશ સરકાર એનસીઆરના નોઈડા અને ગાઝિયાબાદ વિશે અને હરિયાણા સરકાર ગુરુગ્રામ-ફરીદાબાદ વિશે નિર્ણય લેશે. CAQMના આદેશ મુજબ વિદ્યાર્થીઓ અને વાલીઓને ઓનલાઈન મોડમાં શિક્ષણનો વિકલ્પ પણ આપવાનો રહેશે. પ્રદૂષણની વર્તમાન પરિસ્થિતિને જોતા જો વિદ્યાર્થીઓ સ્કુલે જવા ન માંગતા હોય તો તેમને આવું કરવા માટે દબાણ કરી શકાય નહીં તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi-NCR Pollution Delhi News Delhi Pollution
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ